jump to navigation

ત્રિપદી : એક નવો કાવ્યપ્રકાર April 13, 2007

Posted by ઊર્મિ in ત્રિપદી, સર્જનક્રિયા.
trackback

આજે લયસ્તરો પર ત્રિપદીની એક પોસ્ટ જોઇ ત્યારે તરત મને યાદ આવ્યું કે આગળ પણ લયસ્તરો પર ધવલભાઇએ આ કાવ્યપ્રકાર વિશે જણાવ્યું હતું…

ત્રિપદી એ તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. કુલ ત્રણ પંક્તિઓ હોય છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. (મને સમજાયું એ પ્રમાણે, મુક્તકની પ્રથમ પંક્તિને કાઢી નાંખો અને એક જ વિચારને ત્રણ પંક્તિમાં જાળવી રાખો, એટલે બની જશે ત્રિપદી! ) અને છંદની જાળવણી જો ત્રણેય પંક્તિઓમાં થાય તો તો પછી પુછવું જ શું?!!

મુકેશ જોષીની આ ત્રિપદી જોઇએ…

જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં  કે  શ્વાસમાં  એ  હોય પણ
તું  પવનનું  ઘર  બતાવે તો ખરો

ઉદયન ઠક્કરની એક ત્રિપદી જોઇએ… 

નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ  જુઓને,  એણે  શીર્ષાસન  કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી

હેમેન શાહની એક ત્રિપદી…

દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.

વધુ ત્રિવેદીઓ માણો… લયસ્તરો પર.

આજે આ નવા કાવ્યપ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરીએ છીએ એટલે કોઇ વિષયનું બંધન નથી… પ્રથમ દેવને યાદ કરીને એમનાં વિશે લખી શકો છો… કે પછી કૃષ્ણ, રામ, અલ્લાહ કે ઈશુનાં ધાર્મિક વિષય પર… અથવા તો કોઇ પણ બીજા વિષય પર.  માત્ર ત્રિપદીનું બંધારણ સાચવવાનું છે… છંદ ન સચવાય તો પણ રદીફ-કાફિયા સાચવવાનો ખાસ આગ્રહ છે.

તો ચાલો મિત્રો, ત્રિપદીઓ માટે તૈયાર થઇ છો ને?!!  આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ…

* * *

Advertisements

Comments»

1. hemantpunekar - April 14, 2007

ઊર્મિ, સરસ પ્રકાર શોધી લાવીને કંઈ. એક અછાંદસ ત્રિપદી મારા તરફથીઃ

ન ડૂબતો સૂરજ શોધવાની છે આ લ્હાય પણ ખરી,
ચાલ વહી જઈએ વ્હાલમ વહેતી આ નદી સાથે
કે રાત વગરના દેશ માં એ જાય પણ ખરી

2. radhika - April 15, 2007

કઈક અમસ્તા જ થયાલી સ્ફુરણા….

“ચાલ, આવવુ છે ! “ એમ કોઈ કહેતુ નથી
સતત સરતો સમય છે ને તો ય
કયાંક અટકયુ છે જીવન, હવે વહેતુ નથી

3. radhika - April 15, 2007

કઈક અમસ્તા જ થયેલી સ્ફુરણા….

“ચાલ, આવવુ છે ! “ એમ કોઈ કહેતુ નથી
સતત સરતો સમય છે ને તો ય
કયાંક અટકયુ છે જીવન, હવે વહેતુ નથી

4. Shah Pravin - April 16, 2007

જેટલું જીવ્યા એટલું બસ છે,
એટલું બસ કે જીવીએ છીએ,
કોને ખબર હવે કેટલો કસ છે?

5. Shah Pravin - April 16, 2007

લીલું થવાને શમણે હું જીવું છું,
હું તો પીળું એક પાંદડું,
સ્મશાને હોઉં એમ હું બીવું છું.

6. સુરેશ જાની - April 16, 2007

બે ત્રીપદીઓ વસંતતીલકામાં —
( જાણો વસંતતીલકા ત ભ જા જ ગા ગા )
ત્રણ જીવન અવસ્થાઓ
———————–
જન્મ્યા અને રમતમાં બહુ મોજ કીધી.
ઝુઝ્યા રણે જગતમાં બહુ ભોગ ભોગ્યા.
વાર્ધક્ય હાય! વસમું કઇ રીત વેઠું?

ત્રણ ગુણ
———–
સંતો વદે વચન પ્રેરક ગાન ગાતા.
રાજા હણે શપથથી સહુ દુર્જનોને.
દૈત્યો દમે કપટથી કદી ના ધરાતા.

7. બે ત્રીપદીઓ « કાવ્ય સૂર - April 18, 2007

[…] 16 એપ્રીલ – 2007 ના રોજ પ્રથમ વાર ‘ સર્જન સહીયારું ‘ પ્રકાશીત […]

8. deepak parmar - April 29, 2007

કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી

અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી

અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી

ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?

કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
“દીપ” તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી

‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

“દીપ” – દીપક પરમાર

9. ramesh bhatt. - મે 3, 2007

Hi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: