jump to navigation

તું એપ્રિલ 6, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

‘ હું અને તું’ નું વર્તુળ તો બહુ લાંબું વિસ્તર્યું ! હવે તેને થોડું ટૂંકું કરીએ. માત્ર ‘તું’ જ . બીજું કોઇ નહીં . ‘હું’ પણ નહીં !!
આ જરા મુશ્કેલ કામ છે, નહીં – હું ને બાકાત રાખવાનું ? !!  

જુઓ!  આદ્યકવિ નરસિંહ મહેતા શું કહે છે? –

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
   જૂજવે રૂપ અનંત ભાસે.
 ”

અને કવિ શ્રી. સુંદરમ્ માતાજી માટે  કહે છે –

”  ઘટ ઘટ ભીતર નર્તનહારી, તું હૃદયે વસનારી…  ”

અને ગઝલ સમ્રાટ શ્રી. અમૃત ઘાયલ કહે છે-

તું મારે માટે કરવા શું ધારે છે, એ કહે !
  નિત સ્વપ્નમાં શું કામ પધારે છે, એ કહે.
”  ( જો કે પાછલે બારણે તો તેમનો ‘હું’ ડોકાય છે ખરો ! )

ચાલો આ થોડું મુશ્કેલ કામ પાર પાડવા કીબોર્ડ પર હાથ અજમાવીએ-
જાણીતા અને માનીતા કવિઓની રચનાઓ …    નહીં તો આપણી પોતાની …

ટિપ્પણીઓ»

1. chetu - એપ્રિલ 6, 2007

મન માં તું , હ્ર્દય માં તું,
નયનો માં તું , સ્વપનો માં તું
વાણી માં તું , વિચારો માં તું
શોધી જડુ ના ,તારામય હું…!!

2. Dinesh O. Shah - એપ્રિલ 6, 2007

The following are four lines from my poem, Saval? I hope readers enjoy them. Dinesh O. Shah, Gainesville, Florida, USA

તું અને તારુ

જીવન મરણની ઘટમાળને તું જ ખેલ સમજું ક્યાં સુધી?
માટી તણી આ જેલ ને હું મહેલ સમજું ક્યાં સુધી?

હાજરી તારી હતી આ સૃષ્ટિને ખૂણે ખૂણે
તો મન્દિર મસ્જીદને તારું રહેઠાણ સમજું ક્યાં સુધી?

“પરબ તારાં પાણી” દિનેશ ઓ. શાહના કાવ્ય પુસ્તકમાંથી

3. Shah Pravin - એપ્રિલ 7, 2007

રોજ રોજ સપનામાં
તું આવે છે,
તને ફાવે છે,
એક વાર,
પ્રત્યક્ષ આવીને તું જો.

4. જય - એપ્રિલ 7, 2007

પંથી પાલનપુરી

ભૂલ વારંવાર નરબંકા ન કર
તું અયોધ્યામાં ફરી, લંકા ન કર
આગ સોંસરવી લંકા નીકળી જશે
રામ જેવા રામ થઈ શંકા ન કર

5. સુરેશ જાની - એપ્રિલ 7, 2007

વાહ સરસ રચના લઇ આવ્યા જય ભાઇ ! ‘રામ’ અને ‘તું’ બન્નેને સમાવી લાધા.

6. Shah Pravin - એપ્રિલ 8, 2007

તું બરફનું પંખિ,
તું ક્યાંથી ઝાંઝવાના જળને ઓળખે?
તું રણમાં નહીં ફાવે.

7. Shah Pravin - એપ્રિલ 8, 2007

અત્ર, તત્ર, અને સર્વત્ર
તું અને તું જ.

આકાશમાં, ધરતી પર,
ધરતી-આકાશની વચ્ચે
તું અને તું જ.

તું નદી, તું પાણી,
તું તરાપો;
તું તરુવર,
તું જ પંખીઓનો કિલકિલાટ.

તું છે સૂરજ,
તું છે ચંદ્ર;
તું વાદળ, તું ગડગડાટ,
અને વીજળી પણ તું.

મેઘધનુષ અને પર્વત,
દરિયો અને માણસ,
સર્વત્ર વ્યાપેલો તું.
તું જ આરંભ,
તું જ અંત.

તું નહીં તો કોઇ જ અસ્તિત્વ નહીં,
દરેક માર્ગ પર તારું જ પ્રતિબિમ્બ,
દરેક અવાજમાં તારી ઓળખ,
દરેક સ્વરુપમાં તારી દિવ્યતા.

અત્ર, તત્ર, અને સર્વત્ર
તું અને તું જ વ્યાપેલો.

—મહેશ દવેના એક અંગ્રેજી અનુવાદને આધારે.

8. Shah Pravin - એપ્રિલ 8, 2007

અત્ર, તત્ર, અને સર્વત્ર
તું અને તું જ.

આકાશમાં, ધરતી પર,
ધરતી-આકાશની વચ્ચે
તું અને તું જ.

તું નદી, તું પાણી,
તું તરાપો;
તું તરુવર,
તું જ પંખીઓનો કિલકિલાટ.

તું છે સૂરજ,
તું છે ચંદ્ર;
તું વાદળ, તું ગડગડાટ,
અને વીજળી પણ તું.

મેઘધનુષ અને પર્વત,
દરિયો અને માણસ,
સર્વત્ર વસે તું.
તું જ આરંભ,
તું જ અંત.

તું નહીં તો કોઇ જ અસ્તિત્વ નહીં,
દરેક માર્ગ પર તારું જ પ્રતિબિમ્બ,
દરેક અવાજમાં તારી ઓળખ,
દરેક સ્વરુપમાં તારી દિવ્યતા.

અત્ર, તત્ર, અને સર્વત્ર
તું અને તું જ વસે.

—મહેશ દવેના એક અંગ્રેજી અનુવાદને આધારે.

9. જય - એપ્રિલ 8, 2007

‘બેફામ’ – બરકત વિરાણી

જ્યારે તું આવ મિલનકાજ, સરિતા થાજે
શોકમાં સાથી બની જા, તો મુદિતા થાજે
કિન્તુ આવે જો સમય મુજથી જુદા થાવાનો.
તો બીજું કાંઈ નહીં, માત્ર કવિતા થાજે

યુસુફ બુકવાલા

સ્મરણશક્તિ કરી દે એટલી નબળી પ્રભુ મારી
મને મારા વિતેલા દિવસોની યાદ ન આવે
અને મારા હ્રદયને પણ કરી દેજે તું પથ્થર-સમ
કોઈ ઈચ્છા નવી જન્મે તો એનો સાદ ના આવે

શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહિ ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારૂં થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો

10. કુણાલ - એપ્રિલ 8, 2007

તું આવીજા બસ આવીજા, એકવાર તો આવ,
કહેવું છે જે નથી કહ્યું મેં, તને મળતો’તો જ્યારે….

11. સુરેશ જાની - એપ્રિલ 9, 2007

નથી !
તું બધે છે જ, સદા છે જ, છતાં ક્યાંય નથી.
નેણના નૂર તને દેખવાને પાત્ર નથી.

જીવે શી રીત કોઇ જીવ રે! તુજ સાથ વિના,
ટકી શકે ન ધરા પર, જો તેનો શ્વાસ નથી.

ફુલોની પાંદડી કરતાં ય રે! તું કોમળ છે,
છતાં બળવાન કે, ખડકોની કો’ વિસાત નથી.

શબ્દ કો નીસરે કદીય નહીં તુજ મુખથી,
’તું’ વિણ હરફ નીકળે સ્વરો? વિસાત નથી.

લપકતી આગ જગે, એક ઇશારે તારા,
દીવો એકેય ન પ્રગટી શકે, તવ સાથ નથી.

કવિને દાદ મળે ફેરવે તું મુખ પાછું !
હે હવા! વાહ! ખરે તારી કો’ મિસાલ નથી.

12. નથી ! « કાવ્ય સૂર - એપ્રિલ 11, 2007

[…] 9 – એપ્રીલ – 2007 ના રોજ ‘  સર્જન સહીયારું ‘  પર પહેલી વાર […]

13. Neela Kadakia - એપ્રિલ 13, 2007

તું હી તું જ
ૐકારમાં તું
બ્રહ્માંડમાં વસે તું
મંજીરા તાલે
શ્રી નર્તને તું

14. pravinash1 - એપ્રિલ 19, 2007

એક જ તારો સાથ હરદમ
ના કોઈ દીસે ચોગરદમ
તું હાથ મા લે હાથ

15. chetan framewala - એપ્રિલ 21, 2007

આંધળું ના દોડ તું,
આંબવાનું છોડ તું..

કાં દિવાલોમાં ફસે?
દિલની બારી, ખોલ તું..

લાગણી લક્ષ્મી વળે?
પ્રેમથી કર જોડ તું..

રોજ કડવા વેણ કાં?
શબ્દ મીઠાં બોલ તું..

કાં દિશા સો સો ફરે ?
મનને પાછો મોડ તું..

કેવી જૂઠી જીંદગી!
સત્યને ઢંઢોળ તું…

તરસે; વલખે જીંદગી.
ઝાંઝવા ફંફોળ તું…

પાયણાં પુજતો નહીં,
કરજે મનુનાં મોલ તું…

જડ મહીં, ચેતન હશે!
શોધ, એને શોધ તું….

આપનાં કિમતી અભિપ્રાય જરૂર આપશો
…જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

16. Rajiv - એપ્રિલ 22, 2007

હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય
મનમાં ઉંડે સુધી ફકત તારા સ્મરણ ગયા હોય
અને સાથે તું હોય

ઝાંકળથી ભીંજાયેલ સુંદર એવી પ્રભાત હોય
આકાશમાં ઉષાના ફેલાયેલા રંગો સાત હોય
અને સાથે તું હોય

સાંજનો ઢળતો સોનેરી સુરજ પિગળતો હોય
“રાજીવ” તે જોઇ તારા રુપમાં નીતરતો હોય
અને સાથે તું હોય

આ રચના આખી અહી માણી શકો છો
http://bhaviraju.wordpress.com/2007/03/16/%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af/

17. Mohammedali'wafa' - એપ્રિલ 22, 2007

तु__ मशरीक के शाईरे आजम डॉ.अलल्लामा सर मुहम्मद ईक़बाल की एक शाहकार नज्म
(उर्दु नजम की हीन्दी रस्मुल खत मे तब्दीली)

क्युं चमन में बे सदा मिस्ले रमे शबमम है तु!
लब कुशां हो जा सरुदे बरबते आलम है तु!

आशना अपनी हक़ीक़त से हो दहकां जरा
दानातु,खेती भी तु,बारां भी तु हासिल भी तु!

आह कीसकी जुस्त्जु आवारह रखती है
तुझे राहतु, रह रव भीतु,रहबर भीतु,मंझिल भे तु!

कांपता है दिल तेरा अंदेशए तुफांसे कया?
.नाखुदा तु,बहर तु,कश्तीभी तु, साहिलभी तु!

देख आकर कुचए चाके गरिबांमे कभी
क़ैस तु, लैलाभी तु,सहराभी तु, महमिलभी तु!

वाए नादानी के तु मोहताजे साकी हो गया
मैभी तु,मीनाभी तु,.साक़ीभी तु,महेफिलभी तु!

शोला बन कर फुंक दे खाशाके गयरुल्लाह को
खैफे बातिल कया करे गारत गरे बातिल भी तु.

बेखबर तु झौहरे आईनए अय्याम है
तु जमाने में खुदाका आझरी पयगाम है !

સંકલન:મોહંમદઅલી’વફા’
અમારા બ્લોગો ની મુલાકાત માટે ભાવ ભીનું આમંત્રણ.
બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ગદ્ય, પદ્ય સંકલિત બ્લોગ.
બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا :શ્રી મોહંમદઅલી ‘વફા’નો સ્વરચિત રચનાનો બ્લોગ.
shayri.com/forums/showthread.php :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ઉર્દુ,હિંદી રચનાનો બ્લોગ .
shabkhoon.in : શ્રી શમસુર્રેહમાન ફારૂકીનો કાવ્ય,વિવેવેચન વિનો ઉર્દુ બ્લોગ.
zafariqbal.org : શ્રી ઝફર ઈકબાલનો ઉર્દુ બ્લોગ .
shamsurrahmanfaruqi.com : શ્રી શમસુર્રેહમાન નો ઉર્દુ બ્લોગ્ .
mansuri.com શ્રી આદિલ મંસુરીનો મહિતી વિષયક બ્લોગ.
ghazalgurjari.com :ગઝલ ગુર્જરી શ્રી આદિલ મંસુરીનો ગુજરાતી કાવ્ય વિષયક બ્લોગ.
adilmansuri.com : શ્રી આદિલ મંસુરીનો ગુજરાતી,ઉર્દુ કાવ્ય વિષયક અંગત બ્લોગ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: