jump to navigation

‘રામ’ની શબ્દ-આરાધના કરીએ… માર્ચ 30, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

હમણાં થોડા દિવસ પર જ ઠેર ઠેર મર્યાદાપુરુષોત્તમ રામનાં જન્મની એટલે કે રામનવમીની ઉજવણી થઇ હતી! 

આજની પોસ્ટ આપણે પ્રભુ શ્રી રામને અર્પણ કરતાં આજનો વિષય પણ ‘રામ’ જ રાખીએ.  ભગવાન રામને લગતી કોઇ પણ પ્રાર્થના કે રચના આપણે આજે અહીં લખીશું…

રામ વિશેની રચનાઓ તમે કોઇ પણ કાવ્યપ્રકારમાં લખી શકો છો…

* * *ram1.gif

રામ વિશેની થોડી રચનાઓની ઝલક…  

દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

આખું ગીત અહીં સાંભળો…

*

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

આખું લોકગીત અહીં વાંચો… 

*

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો

આખું ભક્તિપદ અહીં વાંચો…

*

સરોવર કાંઠે શબરી બેઠે, રટે રામનું નામ…
એક દિન આવશે સ્વામી મારા, અંતરનાં આરામ…

(સ્મૃતિમાંથી જ લખ્યું છે એટલે શબ્દ-ફેર હોઇ શકે…)

*

પૂ. શ્રી મોરારીબાપુને ઘણું પ્રિય ભક્તિપદ…

રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !

આખું ભક્તિપદ અહીં વાંચો…

*

અને છેલ્લે…

હમણાં થોડાં સમય પહેલાં જ મિત્ર હેમંત પૂણેકરે એક રામ વિશેની રચના લખી હતી, જે મને ખુબ જ ગમી ગઇ હતી…

પડદા ઉપર રંગબેરંગી ચિત્રો કેવા ખસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠા બેઠા હસતા’તા

આખું ગીત અહીં વાંચો…

*

તો ચાલો મિત્રો, આપણે પણ પ્રભુ શ્રીરામને શબ્દોથી આરાધીએ…

* * *

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - માર્ચ 30, 2007

અમે તો રમતારામ, રે! અમે તો ભમતારામ રે! અમે તો અમથારામ
ચાલે ? !

2. chetu - માર્ચ 30, 2007

દાદા..નિલમ બેને ” ભાવ વિશ્વ ” પર આંખો માં આંસુ લાવી દીધા.અને રડતાં રડતાં અંહી આવ્યાં તો આપે આ વાક્ય થી હસાવી દીધા..!!
..
ખબર નહોતી કે ક્ષણ ભર માં દ્ર્શ્ય બદલાશે આમ ,
એક કૃપા અત્યારે આપ ની ને એક કૃપા કરે છે રામ ..!!

3. સુરેશ જાની - માર્ચ 30, 2007

હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ?
આંખો મારી અંધ બની, હું કાંઇ ન ભાળું રામ! – હે રામ…

અર્થ વિનાની બધી વારતા, સૂણી રહ્યો હે રામ!
કર્ણો મારા બધિર બને ને, નાદ ન સૂણું રામ ! – હે રામ…

વાણી વદતો, બધી વૈખરી, બક બક કરતો રામ!
કેમ કદી ના મુખે પ્રગટતા, શબ્દ આપના રામ? ! – હે રામ…

ચીતડું મારું ભટકે સઘળે, પંક મલિન મહીં રામ!
શાને તારા સ્મરણ વિશેના, ખ્યાલ ન પ્રગટે રામ? ! – હે રામ…

કણકણમાં તું બધે વિલસતો, ક્ષણક્ષણમાં હે રામ!
ક્યારે મારું અંતર ઉઘડે? અને પ્રગટશે રામ? ! – હે રામ…

મુજ નિર્બળના બળ રામ! મને સબળ કરો હે રામ!
મારા દેવ પધારો રામ! મારા મિત્ર પધારો રામ!
મારા ઘટ ઘટના હે રામ! મારા કણકણના હે રામ !
મારી ક્ષણ ક્ષણના હે રામ! મારા જુગ જુગના હે રામ!

મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

4. Jay - માર્ચ 30, 2007

રામ તમે કરી છે પસાર અસંખ્ય કસોટીઓ જીવનમાં
દાખલો આપ્યો છે માનવજાત ને તમારા જીવનથકી

તમ જીવનમાં આવે મુશ્કેલીઓ અપાર
નવ હારો હિમંત રામ નો એ અમર સંદેશ

શુદ્ધ ભક્તિ, પ્રેમ અને દિવ્ય ભાવો થી
જીતો આ સંસારને રામ ની આ જીવંત વાણી

શબરી કેરો દ્રઢ વિશ્વાસ કરાવે મિલન રામ નું આ જીવનમાં
માંગુ હું ભગવાન શ્રી રામ ને અર્પે આનંદ સૌ ને આ દીર્ઘ જીવનમાં

5. જય - માર્ચ 31, 2007

બોલો બોલાવું જય સીતારામ સાચું છે એ નામ બોલો હસી હસી ને
બંધ હ્રદયના બારણાં ખોલો અંતરના ઊમળકે બોલો
છોડી સઘળું કામ, બોલો હસી હસી ને –બોલો બોલાવું.
તન મન ધનથી ટેક ધરી ને, સમરી લેજો એ હરિને,
હારી શું બેઠા હામ્, બોલો હસી હસી ને –બોલો બોલાવું.
–અજ્ઞાત

6. shivshiva - માર્ચ 31, 2007

ઠુમકી ચલત રામચંદ્ર

રામ નવમી

7. hemantpunekar - માર્ચ 31, 2007

મેં રામને કહ્યું કે યાર જરા સામે આવીને તો બેસ,
તો રામે પૂછ્યું સામે એટલે ક્યાં?
મેં કહ્યું સામે એટલે સામે,
તો રામે કહ્યું, બરાબર જો,
સામે એવું શું છે જે રામ નથી
અને છતાંય તને ભ્રમ છે કે સામે રામ નથી.

8. હે રામ! « કાવ્ય સૂર - એપ્રિલ 1, 2007

[…] માર્ચ – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત […]

9. Shah Pravin - એપ્રિલ 1, 2007

પાયોજી મૈઁને રામ રતનધન પાયો,
ખરચે ના ખૂટે વાંકો ચોર ના લૂંટે,
દિન દિન બઢત સવાયો,
પાયોજી મૈઁને રામ રતનધન પાયો…
મીરાં કે પ્રભુ ગીરધર નાગર,
હરખ હરખ જશ ગાયો,
પાયોજી મૈઁને રામ રતનધન પાયો…

10. Shah Pravin - એપ્રિલ 1, 2007

હોઇ બિબેકુ મોહ ભ્રમ ભાગા, તબ રઘુનાથ ચરન અનુરાગા,
સખા પરમ પરમારથુ એહુ, મન ક્રમ બચન રામ પદ નેહુ.

રામ બ્રહ્મ પરમારથ રુપા, અબિગત અલખ અનાદિ અનૂપા,
સકલ બિકાર રહિત ગતભેદા, કહિ નિત નેતિ નિરૂપહિં બેદા.

—- શ્રીરામચરિત માનસ

11. Devika Dhruva - એપ્રિલ 2, 2007

“રામ” શબ્દની સાથે ખુબ જુનુ ને જાણીતું ગીત અચુક યાદ આવે.
“રાખના રમકડા,રમકડા,મારા રામે રમતા રાખ્યા રે”

કઇંક એના જ આધાર પર કરેલી મારી રચના —–

પાંચ તત્વોના રચ્યાં,મારા રામે ,મારા રામે કેવા માનવ રે;
કાયા કામણગારી સજીને માયા કેરા મિલન રે…….પાંચ તત્વોના
જનમ-જનમના જીવો કયાંથી ,જગમાં આવી ભળતા,
વિસ્મયનો સંસાર રચીને,અલોપ પણ એ થાતા રે…..પાંચ તત્વોના
અલક-મલકની વાતો વેરી સુખ-દુઃખને તે ગાતા,
કઠપૂતળીના ખેલ સમા સૌ,પડદો પડે વિરમતા રે…..પાંચ તત્વોના

દેવિકા રાહુલ ધ્રુવ
હયુસ્ટન

12. Shah Pravin - એપ્રિલ 3, 2007

રામ તમારું નામ રટીને, તનમન તમને ધરીએ,
રામ તમોને રામ સ્વરૂપે, આ રુદિયામાં સંઘરીએ.
રામ તમારા નામનો જાદુ, લોહી વહે રગરગમાં,
રામ તમારા નામનો જાદુ, પત્થર તરે સાગરમાં,
રામ તમારું નામ રટીને, આ જીવન તમને ધરીએ.
રામ તમારું નામ રટીને, તનમન તમને ધરીએ,
રામ તમોને રામ સ્વરૂપે, આ રુદિયામાં સંઘરીએ.
રામ તમારા નામનો જાદુ, જગતને દિન-રાત મળે,
રામ તમારા નામનો જાદુ, ધરાને જળ-વાત મળે,
રામ તમારું નામ રટીને, નામની સાથે ફેરા ફરીએ,
રામ તમારું નામ રટીને, તનમન તમને ધરીએ,
રામ તમોને રામ સ્વરૂપે, આ રુદિયામાં સંઘરીએ.

13. Shah Pravin - એપ્રિલ 5, 2007

શ્રીરામ રામ રઘુનન્દન રામ રામ,
શ્રીરામ રામ ભરતાગ્રજ રામ રામ,
શ્રીરામ રામ રણકર્કશ રામ રામ,
શ્રીરામ રામ શરણં રામ રામ.

14. hemantpunekar - એપ્રિલ 5, 2007

આગળ પ્રવીણભાઈ એ રામચરિત માનસ લખ્યું હતું એમ અહીં પણ બુધકૌશિક ઋષિ રચિત રામરક્ષા સ્તોત્ર નો શ્લોક છે એ સંદર્ભ અપેક્ષિત હતો. એ સ્તોત્ર શિવજીએ બુધકૌશિક ઋષિને સ્વપ્નમાં કહ્યું અને સવારે ઊઠીને ઋષિએ સ્તોત્ર લખી લીધું એવો ઉલ્લેખ સ્તોત્રમાં આવે છે.

15. Shah Pravin - એપ્રિલ 6, 2007

Sorry, Hemantbhai,
Now, I will take care.

અહીં શ્રીરામરક્ષાસ્તોત્રનો બીજો શ્લોક આપું છું:

શ્રીરામચંદ્રચરણૌ મનસા સ્મરામિ,
શ્રીરામચંદ્રચરણૌ વચસા ગૃણામિ,
શ્રીરામચંદ્રચરણૌ શિરસા નમામિ,
શ્રીરામચંદ્રચરણૌ શરણં પ્રપદ્યે.
—–શ્રીરામરક્ષાસ્તોત્રં

16. jayshree - એપ્રિલ 20, 2007

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
http://tahuko.com/?p=201

17. chetan framewala - એપ્રિલ 21, 2007

રામ..

રાખશો શું રામ ને આ ઈંટને પત્થર મહીં?
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?

કે સતત તુજ મુખ મહીં તો રામ કેરું નામ છે.
ને રહે છે કાં છરી હંમેશ તારા કર મહીં?

જર ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

18. chetan framewala - એપ્રિલ 21, 2007

રામના નામે તરે છે, પાયણાં,
રામને આજે નડે છે, પાયણાં.

છે હરી, તો જડ મહીં ચેતન હશે!
લાગણી ભીનાં રડે છે, પાયણાં..

19. Shah Pravin - એપ્રિલ 22, 2007

—એક પદાવલી

હમ તો રામનામ કે ધુનિયા.
હમ તો ચલતે ચાલ હમારી
ખાક પડી તેરી દુનિયા.

દેખ, જોખ, ગુન-અવગુન સબ તૂ
હમ તો હૈ નિરગુનિયા,

જિન કા તાન-બાન કછુ નાહીં,
વો ચાદર હમ બુનિયા.

હમ તો રામનામકે ધુનિયા.

……મકરન્દ દવે


Leave a reply to Shah Pravin જવાબ રદ કરો