jump to navigation

‘હું’ અને ‘તું’ માર્ચ 23, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

‘કેમ છો’ થી શરુ કરેલી યાત્રા આગળ ધપાવીએ તો ઔપચારિક ‘અમે અને તમે’ પછી વધારે અંગત ‘હું અને તું’ જ આવે ને ? !

શેખ આદમ આબુવાલા કહે છે :

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું નથી બન્ને છીએ કંઇ વ્હેમમાં?

અને તુષાર શુકલ કહે છે :

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથમાં તે આપણે.

તો ભાવનગરના નાઝિર દેખૈયા તો છેક ઉપરવાળા સાથે સંવાદ કરે છે :

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી.
હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
 

ચાલો ત્યારે આ અઠવાડીયે આપણે આવી ઘણી બધી રચનાઓ આપણા માનીતા અને જાણીતા કવિઓની શોધી કાઢીએ, જેમાં ‘હું’ અને   ‘ તું’ બન્ને આવતા હોય – એકલું કોઇ નહીં !

અને ના મળે તો આપણી પોતાની કલમ ચલાવી દઇએ. કયા ‘તું’ કે કઇ ‘તું’ ને સંબોધન કરવું તે તમારી મરજી પર !

પણ ‘તું’ ની શોધમાં ‘હું’  ને ભૂલી ન જતા હોં !

* * *

ટિપ્પણીઓ»

1. sagarika - માર્ચ 23, 2007

તારી આંખો નાં ગહેરા સમંદર માં ધારો કે ડુબી જાઉ હુ, તો મને બચાવીશ ના તુ,,,, તારા મૌન ને સાંભળતા સાંભળતાં ધારો કે સુઈ જાઉ હુ, તો મને જગાવીશ ના તુ,,,, તારી લાગણી નાં દરિયા માં નદી બની ઓગળું હુ, તો મને કદી યે ગોતીશ ના તુ,,,

2. radhika - માર્ચ 23, 2007

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો…

વેણીભાઈ પુરોહિત

…………………………….

કોણ ખરું છે ખોટું શું છે ? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે ? હું પણ જાણું તું પણ જાણે.

મકરંદ
…………………..

આપણા ઊર્મિસાગર ની જ રચના

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!

ઊર્મિસાગર
……………………………….

તથા ડોક્ટર સાહેબ

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

અને

હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

-વિવેક મનહર ટેલર

3. વિશ્વદીપ બારડ - માર્ચ 23, 2007

એવો” હું” નથી કે જેવો “તું”(ઈશ્વર) છે.
હું..તું..તું ની રમતમાં તુંજ જીતનાર છે.

ફૂલવાડી..Vishwadeep

4. ઊર્મિસાગર - માર્ચ 23, 2007

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી
http://tahuko.com/?p=394
– વિનોદ જોશી

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.
http://amitpisavadiya.wordpress.com/2006/10/25/janu-sayada/
– હરજી લવજી દામાણી

પત્રમાં વંચાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ને ભીતર પ્રગટેલી ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?
http://vmtailor.com/archives/127
-વિવેક ટેલર

હું આકાશ ને તું ધરતી,
મને યુગયુગથી તું ગમતી.
http://www.forsv.com/guju/?p=404
-રમેશ પટેલ (પ્રેમોર્મિ)

હું તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
http://arvind1uk.wordpress.com/2007/02/08/%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8/
-લતા હિરાણી

અને છેલ્લે મારી જ 3 હું અને તું વાળી રચનાઓનો મને ખ્યાલ આવ્યો…(આભાર રાધિકા, યાદ કરાવવા બદલ)!
(એટલે કે આ અઠવાડિયાનાં વિષયમાં મેં પણ મારી જ રચનાની ચોરી કરી લીધી છે! 🙂 )

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
http://urmi.wordpress.com/2006/12/12/hu_urmini_ek_kathaputali/
-ઊર્મિસાગર

તું ઊર-સાગર,
હું ઊર્મિમય.
http://urmi.wordpress.com/2006/10/30/tu_chhe_surmaya/
-ઊર્મિસાગર

હું તો ન માંગુ કંઇ તારી કને!
તું આપ, જો હો, તારે અંત:કરણ!
http://urmi.wordpress.com/2006/10/23/hu_to_na_maangu/
-ઊર્મિસાગર

5. chetu - માર્ચ 23, 2007

પેલી એક એક પળ માટે હું જાઊ તરસી,
કે ક્યારે બની સ્નેહ તણુ વાદળ તું જાય વરસી..!

6. Suresh Jani - માર્ચ 23, 2007

કાલ અને આજ

લલિત છંદ
લલલ ગાલગા ગાલગા લગા
( અરર બાલુડાં , બાપડાં અહો ! – રાગ )
—————————————
સતત ચાહતો સાથ આપનો
હૃદયથી સ્મરું આપને જ હું.
જલન તો હતી કેટલી બધી,
શમન કાજ તો જોઇએ જ તું.

સમય તે ગયો આવશે નહીં,
જલન તે ફરી જાગશે નહીં.
રણ સમાન આ રાહમાં જ હું.
સ્મરણ ના કરે કાં મને ય તું?

– સ્વરચિત

7. Suresh Jani - માર્ચ 23, 2007

દરિયામાં હોય તેને મોતી કહેવાય તો આંખોમાં હોય તેને શું?
મેં પૂછ્યું. લે ! બોલ હવે તું .
– રમેશ પારેખ

8. Suresh Jani - માર્ચ 23, 2007

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને?
– વિનોદ જોશી
હું નથી પૂછતો હે સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટ્લું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
– કૈલાસ પંડિત ( ?)

9. vijayshah - માર્ચ 24, 2007

હું
મુજ વિચાર વર્તુળોનું કેન્દ્ર
સ્પંદિત જળનાં વલયોની જેમ
તુજ વિચાર કંકર
મારા વિચારો ને દોડાવ્ય કરે
તું
મુજ હ્રદય દર્પણનું બિંબ
હસતું આભાસી પ્રતિબિંબ
પવન નાં થડકારે વિલાઇ જતું બિંબ
હું વત્તા તું
એટલે ભુરુ નિરભ્ર વ્યોમ
એટલે ઘૂઘવતો દરિયો
અનંત સૂર્ય માળનો રવિ
હું બાદ તું
એટલે એકડા વિનાનું શૂન્ય
કૈલાસે વસતો ઉમા વિનાનો શંભુ
કે કલમ કલ્પના વિનાનો કવિ પંગુ
http://www.vijayshah.wordpress.com

10. હું-તું-વિજય શાહ « - માર્ચ 24, 2007
11. જય - માર્ચ 24, 2007

ભરત ભટ્ટ નું એક મુક્તક

નથી ડર વિષેની કરી ક્લ્પના મેં
હતી ઘર વિષેની કરી ક્લ્પના મેં
રહી આપણે કાચમાં હું અને તું
પરસ્પર વિષેની કરી કલ્પના મેં

દિલીપ રાવલ નું એક મુક્તક

તું નથી હોતી અને ઘેરી વળે છે વ્યગ્રતા.
એક તણખો યાદનો ને ખળભળે છે વ્યગ્રતા.
શું કહું કેવી દશા તારા વિના એકાંતમાં?
જ્યાં પડું હું એકલો, ટોળે વળે છે વ્યગ્રતા.

12. pravinash1 - માર્ચ 25, 2007

તું મુજમાં મુજને ખોજે છે
હું મુજમાં તુજને ભળું છુ
તુ હું ના ચક્કરમાંહી
ફેર ફુદરડી ફરીએ છીએ

13. કાલ અને આજ « કાવ્ય સૂર - માર્ચ 25, 2007

[…] – માર્ચ – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર […]

14. જય - માર્ચ 25, 2007

હસનઅલી નામાવટી

એ રૂપ અસલ મારૂં, તું મુજ ને બતાવી દે
કાં, મારા આ નયનોથી પરદાને હઠાવી દે
છે જ્યોત અમર તારી, પરવાનો અમર હું છું
હું રોજ ઊડી આવું, તું રોજ જલાવી દે

જલન માતરી

તું એ સમજીને બધી એની વ્યવસ્થા કરજે
મારા જીવનની વ્યથાઓ નથી કહેવા જેવી
હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ માંગી લઉં
એનો એ અર્થ નથી તારે કબૂલી લેવી

અમર પાલનપૂરી

હક છે પરંતુ કયાંય પણ દાવો નહીં કરૂં
તું આવ કે ન આવ્, બળાપો નહીં કરૂં
તારી છબી છે મારી મઢૂલીની રોશની
કાફી છે તારી યાદ, હું દીવો નહીં કરું

15. Bansinaad - માર્ચ 25, 2007

[…]  હું’ અને ‘તું’  વિષય પર ના અન્ય સર્જનો વાંચો સહિયારું સર્જન પર […]

16. સુરેશ જાની - માર્ચ 27, 2007

એક તું છે, એક હું છું ને સમય છે.
– ડો. દિલીપ મોદી
આખી રચના વાંચો –
http://pateldr.wordpress.com/2007/03/27/ne_samay_chhe/

17. shivshiva - માર્ચ 28, 2007
18. સુરેશ જાની - માર્ચ 28, 2007

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.

કવિ – શયદા ; ગાયક – સોલી કાપડીયા

19. સુરેશ જાની - માર્ચ 28, 2007

હું દરિયો બનું ને. તું મારો કિનારો !
હું પ્રિયતમ તારોને તું મારો સહારો .
– વૈભવ પંડ્યા
આખી રચના –
http://jamnagar123.blogspot.com/2007/01/blog-post.html

20. સુરેશ જાની - માર્ચ 28, 2007

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું ભર સામાન રોજેરોજ, હું ખાલી કરું કાયમ.

– વિવેક ટેલર
આખી રચના
http://vmtailor.com/archives/47

21. સુરેશ જાની - માર્ચ 28, 2007

મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
સાગરમાં નદી ભળે એમ ભળ મારામાં તું
– નારાજ
આખી રચના
http://naraj.wordpress.com/2006/12/22/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a1%e0%aa%97%e0%aa%b2%e0%ab%87-%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%87-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%be/

22. સુરેશ જાની - માર્ચ 28, 2007

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

– શયદા
આખી રચના
http://amitpisavadiya.wordpress.com/2006/10/25/janu-sayada/

23. સુરેશ જાની - માર્ચ 29, 2007

મારી એક બીજી રચના –
હું, તું, જુદા રાહ હતા ભલેને,
ભવાટવિમાં ભટક્યા ઘણાયે,
તાપો સહ્યા જીવન જાતરાના,
કદી વિસાર્યા નિજ મૂલ્ય ના ના.

આખી રચના વાંચો –
http://kaavyasoor.wordpress.com/2007/03/02/sah_pravaasi/

24. સુરેશ જાની - માર્ચ 29, 2007

સાચું એ હોય છે જે આવે ખ્વાબમાં,
તારો જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં.”
– હરીન્દ્ર દવે

25. સુરેશ જાની - માર્ચ 29, 2007

ભુલી જવાનો હું જ એ કહેતાં હતા મને
એવું કહીને એ જ તો ભુલી ગયા મને.

ભુલી જવાની વાત હવે યાદ ક્યાં મને,
તારા લખેલા એટલા પત્રો મળ્યા મને.
-કૈલાસ પંડિત

26. જય - એપ્રિલ 7, 2007

પ્રવીણ સોલંકી

હું તારા પ્રેમને કોઈ ગજથી માપી ન શક્યો
તેં મને દુ:ખ દીધાં તો યે સંતાપી ન શક્યો
હે ખુદા! આપણે મગરૂર એટલા હતા કે
હું કંઈ માગી ન શક્યો, તું કંઈ આપી ન શક્યો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: