jump to navigation

‘વિવેક’ માર્ચ 16, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આજે મિત્ર વિવેકનો (ડૉ. વિવેક મનહર ટેલર) જન્મદિવસ છે… પ્રિય મિત્ર વિવેકને સહિયારું સર્જન તરફથી જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને ગુજરાતી સાહિત્યમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ !!

આજે આપણે આપણાં કાવ્યસર્જનનો વિષય ‘વિવેક’ રાખી, આજની શસ્ત્રક્રિયાઓ (મારો મતલબ- સર્જનક્રિયાઓ 🙂 ) આ તબીબ-મિત્ર વિવેકને ભેટ ધરીએ!

આપણા જીવનમાં વિવેક એટલે કે આદર- કેટલો છે, કેટલો હોવો જોઇએ, કોનો છે, ક્યાં છે, ક્યાં ક્યાં હોવો જોઇએ… કે પછી તમે કોનો / શાનો / શા માટે કોઇનો વિવેક કરો છો… વગેરે પ્રશ્નોના ઉત્તર જો આપણે શોધવા મથીશું તો આપણી અંદર જ આપણને ઘણું બધું પડ્યું જણાશે… બસ એને જ આજે આપણે અહીં વાચા આપીએ…

તમે કોઇ પણ રચનાઓ- એક પંક્તિ, કાવ્ય, કે વિવેક રદીફનું કોઇ મુક્તક કે ગઝલ પણ લખી શકો છો… તમારી રચનામાં જરા શાબ્દિક અર્થમાં ‘વિવેક’ (એટલે કે આદરનો ભાવ) હોય તો ઘણું સારું…!  અને તમારા કાવ્યમાં જો છંદનો વિવેક પણ આવ્યો હશે, તો તો સોને પે સુહાગા…!

‘વિવેક’નાં શાબ્દિક અર્થને સમાવતી કોઇ પણ રચનાઓની તમને ખબર હોય તો પણ અહીં જણાવી શકો છો…

મેં ‘ઊર્મિનો સાગર’ પર ગઇ કાલે જ ‘કંકોતરી’ પ્રગટ કરી… ત્યારે મને એના એક શેરમાં અમસ્તો વિવેક નજરે ચડી ગયો…

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
 

વિવેકે ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રથમ પ્રયોગ એમની આ હોવાપણાંની શૃંખલાની ગઝલોમાં કર્યો હતો…

એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય…

(હોવાપણું – ૧)

જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
…એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.

(હોવાપણું – ૨)

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

(હોવાપણું – ૩)

તો ચાલો આપણે મિત્ર વિવેકને માટે વિવેક વિશે કશુંક લખીએ… પણ જરા વિવેકથી! 

* * *

vivek.jpg

* * *

મારા તરફથી મિત્ર વિવેકને આ મુક્તક સસ્નેહ અર્પણ !

શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોનાં શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે.

(ઊર્મિસાગર) 

* * *

સુરેશદાદા તરફથી વિવેકને…

( શાર્દુલ વિક્રીડિત )

આજે આપ વધ્યા વધુ વરસમાં, કાવ્યો રચ્યા વ્હાલથી.
શ્વાસે શ્વાસ મહીં અહા! શબદને, પંપાળીયા પ્યારથી.
પ્યારા મિત્ર ‘વિવેક’ આપ વધજો, સાહિત્યને માણજો.
કાવ્યો ખૂબ બનાવજો શ્વસનના, પ્રત્યેક ક્ષણ જીવજો.

(સુરેશ જાની)

* * *

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - માર્ચ 15, 2007

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

-‘શૂન્ય’ પાલનપુરી

http://www.gurjardesh.com/Default.aspx?tabid=133&EntryID=29

2. હરીશ દવે - માર્ચ 16, 2007

વિવેકભાઈને જન્મદિનની મુબારકબાદી! શબ્દો છે શ્વાસ જેના, તે મિત્ર વિવેકને આ મુક્તપંચિકા દ્વારા શુભેચ્છાઓ!!

પ્રિય વિવેક!
મુબારક હોં
જન્મદિન મઝાનો!
શબ્દોમાં શ્વાસ
સર્વદા રહો!
……………….. . . હરીશ દવે અમદાવાદ
.

3. Sarjeet - માર્ચ 16, 2007

કાકા કહે ‘વિવેક’
શબ્દો છે શ્વાસ મારા,
કર્મે હું તબીબ;
ઓસડ છે કવન મારા.

માંડ્યું પ્રકરણ પ્રેમનું ,
શ્વાસ રહ્યા વિશ્વાસ મારા
વાતો થઇ ગઇ બહુ ‘સર્જિત’
સીધો આંકડો તો કહો મારા વ્હાલા !
😀

4. Sarjeet - માર્ચ 16, 2007

ઉપર લખેલામાં વ્યાકરણ ને છંદની ભૂલચુક લેવી દેવી, આશય માત્ર કંઇક આપવાનો જ હતો. ડૉ. ટેલરને જન્મદિવસ અભિનંદન. આભાર.

5. chetu - માર્ચ 16, 2007

Haapy birthday to u..

6. chetu - માર્ચ 16, 2007

Haapy birthday to Vivekbhai

7. shivshiva - માર્ચ 16, 2007

શબ્દો ને શ્વાસ
વિવેકના એ
બન્ને છે ધડકન
મન કેરો છે
એ માણીગર

જન્મદિન મુબારક

8. Dinesh O. Shah - માર્ચ 16, 2007

પ્રિય વિવેક્ભાઇ,

તમે જે કવીતા અને સાહિત્ય માટે કર્યુ આ વષઁમા તે બદલ આપના જન્મદિનની શુભેછાઓ મોકલી સન્તોષ માનું છું. તમે ખરેખર સરસ લખો છો. આવતા વષોઁમા ખુબ પ્રગતિ થાય તેવી શુભેછાઓ પાઠવું છું. નીચે કવિતામાં શુભેછાઓ પાઠવું છું.

હોજો તારા જીવન ઝરણાં અન્યની તૃપ્તિ કાજે
હોજો તારા જીવન સ્વપ્ના અન્યની આશ કાજે
હોજો તારી જીવન વાડી અન્યની છાંય કાજે
હોજો તારી જીવન સફર અન્યના સાફલ્ય કાજે !

ખુબ ખુબ શુભેછાઓ સહિત,

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરિડા, યુ. એસ. એ.

9. Chetan Framewala - માર્ચ 16, 2007

કાં વિવેક આટલો રાખો છો દોસ્ત,
સૌને શાને તરસ્યા રાખો છો દોસ્ત,
વેબ પર સૌ રોજ ભીંજાતા રહે છે,
ભેટ પુસ્તકની ક્યારે આપો છો દોસ્ત????

જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ….
સૌને મિત્રોને સદા સાહિત્ય રસ માં ભીંજવતા રહો એજ અપેક્ષા…
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા

10. જય - માર્ચ 16, 2007

પ્રિય વિવેકભાઈ,

તમારી વર્ષગાંઠ નિમિત્તે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ અને આવી જ રીતે તમારી નવી નવી કાવ્યરચનાઓ અને ગઝલો ને અમે હર ક્ષણે દુનિયા ના કોઈ પણ ખુણા માં જ્યાં હોઈએ ત્યાં કાયમ માણતાં જ રહીએ એવી અભિલાષાઓ સાથે. જય

જો જીવનની હર પળે હોય વિવેક નો સાથ
તો સમય ની હર ક્ષણે રહે મૈત્રી નો સંગાથ

જેમ ગુલાબની હર પાંદડીઓ ફેલાવે સૌરભ વિવેકની
તેમ કાવ્યની હર રચનાઓ બનાવે મહાસાગર વિવેકનો

11. વિવેકને « કાવ્ય સૂર - માર્ચ 17, 2007

[…] દિન ( 16 – માર્ચ ) નિમિત્તે પહેલી વાર ‘ સર્જન સહીયારું ‘ […]

12. Suresh Jani - માર્ચ 17, 2007

વિવેક ભ્રષ્ટ
( શિખરિણી )
———————————
ધરાતા ન કોઇ અઢળક મતા કે પદ થકી.
વળી કોઇ છોડી સકળ સુખ કૈલાસ વસતા.

વિલાસી કામાંધો સતત ચહતા કામિની વળી.
અને જોગી કોઇ નમન કરતા માત સઘળી.

વળી કોઇ માથે પરવત જુઓ કો તૂટી પડ્યો.
ફરે છે લો! કોઇ બધું ય ભુલીને આ જગતમાં.

ગરી કોઇ જાતા કિટક સમ લો! પુસ્તક મહીં.
અને કોઇ માટે બધીય કવિતા ભેંસ સમ છે !

મને લાગે ખોટાં વલણ સઘળાં આ જગતના,
વિવેકભ્રષ્ટો હા! પતન કદી ના ખાળી શકશે.

13. nilam doshi - માર્ચ 17, 2007

આજે ખબર પડી…હવે મોડી મોડી શું લખું?.
પણ બધા એક દિવસે લખી લે ..એના કરતા કોઇ પછી લખે તો જન્મદિવસ લાંબો ચાલે ને?

its better late than never.
happy birthaday.
કાવ્ય ઉધાર રહ્યું…સોરી..વ્યાજ સાથે મળશે.
આપની ઉદારતા મશહૂર છે જ.. એટલે વાંધો નહીં.

14. pravinash1 - માર્ચ 17, 2007

લખતાં મોડું થયું
છતાંય કરવૉ છે ‘વિવેક’
વર્ષગાંઠના અભિનંદન
આપવામાં નથી ખોવો
‘વિવેક’

15. વિવેક - માર્ચ 17, 2007

આભાર સહુ મિત્રોનો….

ઘણા વર્ષો પછી આજે જન્મદિન હોય એવું લાગ્યું….!

16. વિવેક ભ્રષ્ટ « કાવ્ય સૂર - માર્ચ 19, 2007

[…] – માર્ચ – 2007 ના રોજ પહેલી વાર ‘ સર્જન સહીયારું ‘ પર પ્રકાશિત […]

17. Shah Pravin - માર્ચ 21, 2007

આજે વિવેક, એટલો જ કરવો છે,
તમને જન્મદિવસના અભિનંદન આપવા છે.

18. sagarika - માર્ચ 22, 2007

i know this is tooooo late,,,,,,,,but….. “happy birthday, every moment of your life will be memorable and special.”

19. Shah Pravin - માર્ચ 22, 2007

અવિવેક પર વિવેક કરીએ, ને ‘અવિ’ દુશ્મનને ય મિત્ર કરીએ.

20. સંકલિતઃ ‘વિવેક’ « સહિયારું સર્જન - પદ્ય - માર્ચ 16, 2008

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ‘વિવેક’ […]

21. Ramesh Patel - જૂન 6, 2008

Shri Vivekabhai,
you and gazal and gazal and you
let us try with you.
If you like this, let it be with layastaro
ભલે ભલો

ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ
લાગે ભલો સ્વજન આ દિપક અજવાળતો ઘરખૂણો

ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો
લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે

ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો
લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે

ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને
લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા પાંદડી

ભલે ગજવો ભજન સંગીત ગાજીગાજી ચારે દીશ
સાંભળે ભલો મૌનની ભાષા કાન દઈ મારો ઈશ

ભલે ખનખન ધ્વની લાગે વ્હાલા હેમરત્નના
મીઠો ભલો રણકાર માણું ટપટપ રોટલે માવડીના

ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે

રમેશ પટેલ (આકાશદીપ)

22. Rameshl Patel - નવેમ્બર 4, 2008

મા ગંગા વહે

ભગીરથના ઓમ નાદે શીવજી રીઝે

સ્વર્ગ છોડી જટાએ મા ગંગા વહે

અંતર દ્રવે ને ભાવના અશ્રુ ઝરે

એજ જળથી હિમાલયે મા ગંગા વહે

ઉરની ઊર્મિ ઝીલી શીશુઓ ખોળે રમે

જનનીના હૈયેથી મમતાની ગંગા વહે

સમર્પણ એજ છે પ્રેમ જીવનની કથા

અમર ચાહને પંથે પ્રેમની ગંગા વહે

વતનની શાન પર શહીદો ગર્વથી મીટે

પાવન રક્ત ધારાએ યશની ગંગા વહે

બ્રહ્મ લીલાના વમળમાં અવતારો રમે

શ્રધ્ધા ખીલે તો કથરોટમાં ગંગા વહે

નમું છું ગંગોત્રી જનની જન્મભૂમિ તને

`આકાશદીપ`ની આંખથી આદરની ગંગા વહે

રમેશ પટેલ(આકાશદીપ)


Leave a reply to Shah Pravin જવાબ રદ કરો