jump to navigation

અમે અને તમે માર્ચ 9, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

પહેલાં આપણે કેમ છો પૂછ્યું (હજુ પણ પૂછી શકો છો!)…
પછી પોતાનો પરિચય આપ્યો (હજુ પણ પરિચય આપી શકો છો!)…

હવે આપણે અમે અને તમે ની વાત કહીએ…

ભાગ્યેશ જહા કહે છે… ( સાંભળજો… બરાબર ધ્યાનથી!)
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં.
 

વળી સુરેશ દલાલ કહે છે (વાંચી લો ….. ) –

અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે  માછલી માગો ને અમે દરિયો દઇએ.

અને હ્યુસ્ટનનાં પ્રવીણાબેન તો વળી કહે છે (એ પણ વાંચી લ્યો ત્યારે…)

શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં.
 

તો ચાલો આ અઠવાડીયે આપણે કરીએ,
આખા ગુજરાતી સાહિત્યમાં આ ખજાનાની શોધ… 
અમે… અને તમે…’ ની રચનાઓ માટેની શોધ…
અને તમને કાંઇ ના જડે તો તમે તમારા પોતાના ‘અમે… અને તમે….’ બનાવી દેજો !!

પણ જો જો હોં … એકલા ‘અમે’ કે એકલા ‘તમે’ નહીં ચાલે !
સંસારરથમાં જેમ બન્ને  સાથે જ જોઇએ તેમ
‘સહીયારું સર્જન’ પર પણ…..

* * *

ટિપ્પણીઓ»

1. Jayshree - માર્ચ 9, 2007

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

– સુરેશ દલાલ

Listen : http://tahuko.com/?p=453

2. Jayshree - માર્ચ 9, 2007

તમે રે તિલક રાજારામનાં
અમે વગડાનાં ચંદનકાષ્ટ રે
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહોને સાજણ દખ કેવા સહ્યા

તમે રે ઉંચેરા ઘરનાં ટોડલાં
અમે લજવાતી પાછલી રવેશ રે
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહો ને સાજણ દખ કેવા સહ્યા

તમે રે અક્ષર થઈને ઉકલ્યા
અમે પડતલ મુંઝાશ ઝીણી છિપણી
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહો ને સાજણ દખ કેવાં સહ્યા

-રાવજી પટેલ

listen here :
http://shivshiva.wordpress.com/2006/12/07/po-yanee-5/

3. Jayshree - માર્ચ 9, 2007

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળની કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

સાંભળો: http://tahuko.com/?p=492

4. Jayshree - માર્ચ 9, 2007

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
– મકરંદ દવે

http://layastaro.com/?p=173

5. Suresh Jani - માર્ચ 9, 2007

વિલાયતી મહેમાનોને
( ઇન્દ્ર વંશા – વંશસ્થ )
———————————-
આવ્યા તમે ભારતના પ્રવાસમાં,
પોંખ્યા અમે ચાહતના મિજાજમાં.
સાથે રહીશું, રમીશું, બીરાજશું,
છૂટા ય પડશું, તમને સ્મરીશું.

તમે ય કેવા નીવડયા વિલાયતી,
રહી પડ્યા, પાથરી સેજ કાયમી.
તમને સ્મરે ના હરફે રવાનગી,
બની ગયા આપ અમારા સારથી.

ગુલામ થઇને હરખ્યા અમે યે,
ધોળી ધજાના ગુણગાન ગાઇએ.
ભૂલી ગયા માત અમારી ભારતી,
વિલાયતીને ઉમદા જ માનીએ.

તમે ટળ્યા તો ય અમે ભૂલ્યા નથી,
રસમો તમારી સઘળી બનાવટી.
અમે બનાવ્યા ઠગને પ્રજાપતિ,
મુછમાં હસો આપ આ કેવી જાતિ?

તમે ય સૂણજો જગના નિવાસી,
અમે ય જાગ્યા વીસમી સદી મહીં.
વહાણ હાંક્યા સહુ બંદરે અમે,
અમે છીએ ગૌરવ વાન ગુર્જરી.

6. Suresh Jani - માર્ચ 9, 2007

મહેમાનો
————-
( ઇન્દ્ર વંશા )
————————————
કીધું અમે આપ નકી પધારજો,
સાથે મિઠાઇ, નમકીન લાવજો.
સાથે ફરીશું, મિજલસ જમાવશું,
મસ્તી, મજા, ને મનને હળાવશું.

આવ્યા તમે ને ચીટકી ભલા ગયા,
વિચાર ના લો કદી યે જવા તણો.
મારા જ ઘરને ગણી આપ આપનું,
કેવા તમે છો દિલથી મહાન હા !

શોધી રહ્યો હું જુગતિ નવી નવી,
વિદાય શેંથી કરવી ભવાનની !
વિચાર્યું કે નોંતરું કો બિમારીને,
કે કામે જવાનું પરગામ કોઇ.

આપે કહ્યું “ જા તું નચિંત શાંતિથી.
હું સાચવીશ આ ઘર તારું શાનથી !”
હવે તમારી કરવી શી પેરવી,
એના વિચારે મુજને સતામણી !

બોલો તમે ભાઇ મારા સુજાણ છો.
મે’માનનું આ, શું કરવું અમારે !

7. ઊર્મિસાગર - માર્ચ 9, 2007

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

– ગની દહીંવાલા

http://tahuko.com/?p=373

8. ઊર્મિસાગર - માર્ચ 9, 2007

તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.

તમે ગઝલનાં છંદ સમ, અમે રદીફ ને કાફિયા,
તમે રહો નયનથી ઓઝલ, અમે દીસંતા રૂડાં અહીં!

આગળ અહીં સુધી લખાયું હતું, પણ અધુરું રહ્યું છે… શી ખબર ક્યારેક આની પૂર્ણાહુતી છંદ સાથે પણ થાય?! 🙂

9. Suresh Jani - માર્ચ 9, 2007

તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
– સુન્દરમ્
અમારા ઘરમાં હંમેશાં ગવાતી આ આખી સ્તુતિ અહીં વાંચો –
http://antarnivani.wordpress.com/2006/09/19/post44/

10. મહેમાનો « કાવ્ય સૂર - માર્ચ 11, 2007

[…] સર્જન સહીયારું ‘ પર તા. 9 – માર્ચ , 2007 ના રોજ પહેલી વાર […]

11. જય - માર્ચ 11, 2007

અમે અને તમે બંને એક્બીજાના પૂરક
અમે લખીએ ગીત ને તમે વગાડો વાંસળી
અમે ધારીએ આનંદ ને તમે આપો પ્રેમ
અમે જઈએ મંદિર ને તમે વહાવો ઈશ્વરી સંગીત

અમે અને તમે બંને એકબીજાના આધાર
અમે બનીએ કલમ ને તમે બનો શાયરી
અમે ફરીએ હોડીમાં ને તમે બનો એક લહેર
અમે વરસાદી વાયરા ને તમે ફેલાવો વાદળા

12. વિલાયતી મહેમાનોને « કાવ્ય સૂર - માર્ચ 12, 2007

[…] સર્જન સહીયારું ‘ પર તા. 9 – માર્ચ , 2007 માં પહેલી વાર […]

13. જય - માર્ચ 12, 2007

હસિત બૂચ: ચાંદની પીધી

મહોબતના કટોરામાં અમે આ જિંદગી પીધી;
અમે છે જિંદગી આ ત્યારની રોશન કરી લીધી
અમારે આંગણે આવી અમાસો ઝળાંહળાં થાયે
અમે પૃથ્વી ગગન ની એકતા સહજ રચી દીધી

તમે આ પાસ ઊભા લીમડાની મહેકમા તન્મય
જરી તો પારખો: એને ય કોણે મદ ભરી કીધી
તમે કહેશો: ‘હવે તો ઘેલછાની હદ થઈ આખર્!’
અમે ભાષા તમારી એ હજી જાણી નથી લીધી!

નથી કંઈ ચાંદની આ કે ગઝલ બે પળ મળ્યો ઝોલો;
ક્ષણિકતાને અમે તો ક્યારની શાશ્વત કરી દીધી
તમે ખુશ છો મહોબત ને ગઝલ કે ચાંદની શબ્દે;
એમે આ પારની-ઓ પારની વાતો કરી લીધી

14. હરીશ દવે - માર્ચ 12, 2007

.
અમે ને તમે : મુક્તપંચિકા:
અમે ને તમે … ચાલો, વાંચીએ મુક્તપંચિકા મઝાની!
* * * * * * * * *
અમે વાદળ
આભ ઊડંતાં
ને તમે સરસર
સરતી, આંખ
આંજતી વીજ.
* * * * * * * * *
અમે સાગર
તીરે હળવે
ઊઠતી લ્હેર, તમે
મધદરિયે
ઝૂમંતાં મોજાં.
* * * * * * * * * *
………………… હરીશ દવે અમદાવાદ
* * *

15. મુક્તપંચિકા: 13/03/07 « અનુપમા - માર્ચ 12, 2007

[…] પ્રથમ બે મુક્તપંચિકાઓ મેં “સહિયારું સર્જન” પર  પ્રગટ કરેલી […]

16. Bansinaad - માર્ચ 12, 2007

[…] 4:46 am Filed under: સંસ્કૃતિ સહિયારૂં સર્જન પર ‘અમે અને તમે’ આ વિષય પર ઘણી સુંદર રચનાઓ વાંચવા મળી […]

17. vijayshah - માર્ચ 13, 2007

અમે શુન્ય તો તમે એક
બેઠા આમ તળીયે ઠેઠ
મિલાવ્યા નયનો સહેજ
અને બની ગયા દસેક

http://www.vijayshah.wordpress.com

18. sagarika - માર્ચ 15, 2007

તમે છો વસઁત નો મઘમઘતો બાગ અને અમે તો પાનખર નુ ફુલ,
તમે ઘેઘુરા વડલા ની છાઁય, અમે દટાયેલુ મુળ,
સાગર નુ કિઁમતી મોતી તમે, ને મરેલી છીપ તે અમે,
આપના વિનાનો આ સઁસાર અધુરો, પણ મારા વિનાના આપ ક્યા છો પુરા??

19. pravinash1 - માર્ચ 17, 2007

અમારા અંતરની વાત
તમે નહીં સમઝવાના
તમારા મનમાં શું ચાલે છે
અમે નહીં કળી શકવાના
અમારા વગર તમને નહીં ચાલે
તમારા વગર અમને નહીં ફાવે
અમે તમારી સંગે સુખી
તમે અમારી ઉપર ફીદા
તેથી જ તો જિંદગિની મઝા

20. Shah Pravin - માર્ચ 21, 2007

તમે ઉચે આકાશ, અમે નીચે ધરતી પર,
તમે થોડા નીચે આવો, અમે થોડા ઉપર,પછી જુઓ,
‘અવિ’ મિલનનું કેવું મેઘ ધનુષ્ય રચાય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: