jump to navigation

તમારો ‘પરિચય’ આપશો? ફેબ્રુવારી 23, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આપણને કોઇ અજાણ્યું મળે, અને ‘કેમ છો?’ તો પુછે (જે આપણે આગળ પુછી લીધું છે!), પણ એનાથી ય આગળ વધીને એમ પુછે કે ‘તમારો પરિચય આપશો?’  તો આપણે શું કહેશું?  સ્વાભાવિક રીતે જ આપણે આપણું નામ, ગામ ને ઠામની વિગતો આપવા લાગી જશું… પરંતુ એજ સવાલ જો કોઇ કવિને પુછીશું તો આપણને એકદમ અલગ જ જવાબ મળશે! 

કવિ ‘સૈફ’ પાલનપુરી પોતાનો પરિચય એમની ગઝલમાં આવી રીતે આપે છે…

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

કવિ ‘શૂન્ય’ પાલનપુરી પણ એમની ગઝલમાં પોતાનો પરિચય આપતા જણાવે છે કે…

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

(કોઇ બીજા કવિની પણ આવી પરિચય આપતી રચના હોય તો અહીં જરૂર જણાવશો!) 

આપણે પણ આવી જ રીતે આપણો પરિચય આપવાનો પ્રયત્ન કરીએ તો? 
અહીં આપણે કોઇ નામ, ગામ કે ઠામની માહિતી આપવાની જરૂર નથી, માત્ર કાવ્યાત્મક પરિચય આપીએ…

એક વખત કાવ્યમાં પરિચય આપવાની કોશિષ કરવા જતાં મારાથી એક મુક્તક લખાઇ ગયેલું…

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?


પણ છતાં પરિચય તો ન જ આપી શકાયો… હવે ફરી તમારી સાથે જરૂર કોશિષ કરીશ!

તો ચાલો, આપણે કાવ્યમાં એકબીજાનો પરિચય મેળવીએ!

એક શેર, મુક્તક, ગઝલ, કાવ્ય કે ગીત… કોઇ પણ રીતે…

* * *

ટિપ્પણીઓ»

1. chetu - ફેબ્રુવારી 23, 2007

આટ્લા પરિચય પછી પણ શુ છે હજુય શઁશય્?
હૈયા ની વાત પણ તમને લાગે છે અભિનય?
પરીચય વિના પણ વસ્યા તમે મુજ હ્રદય ..!
હજુય એક આશ છે,થશે આપણો સમન્વય્..!

2. સુરેશ જાની - ફેબ્રુવારી 23, 2007

તમે આજે મને પૂછી રહ્યા છો , ‘શું પરિચય છે?’
કહું હું શું તમોને આજ ? ના હું જાણતો ખુદને.

ખુદા જાણે કે આ ‘હું’ કોણ છે? રે! ના ખબર મુજને.
તમે પૂછી જુઓ ખુદને, તમે શું જાણો છો ખુદને?

પરિચય કોણ કોનો કઇ રીતે આપે કહો, વારુ?
ખબર ક્યાં કોઇને પડતી કદી, તે જાણે છે ખુદને?

ખુદા ખુદ કોણ છે, ક્યાં રહે છે, તેની ક્યાં ખબર મુજને?
મને શંકા પડે છે કે , ખુદા શું જાણે છે ખુદને? !

પરિચય એટલે ના પૂછશો કદીયે આપ કોઇને.
પહેલાં ‘કોણ છું હું?’ તે જરા પૂછી લિયો ખુદને

3. pravinash1 - ફેબ્રુવારી 23, 2007

હજુ પણ તમને જોઈએ છે પરિચય
સઁજોગોના આવન જાવનનુઁ વિનિમય
પાણી ના બુલબુલાનો શો પરિચય
ઉત્તર મળતા પહેલા વિલય

4. vijayshah - ફેબ્રુવારી 23, 2007

તમે પુછ્યો છે ‘મારો પરિચય’
આવે મને બળુકી શરમ
હું તો રાજ્જા તારી દિવાની
બસ કર એક પ્રેમભરી નજર્
ગામ આખ્ખુય વાતો કરે
જાણે તુ તો મારો વહાલો સ્વજન્
ઠાલો તુ ન જાણે ને પુછે મને
મારો પરિચય ઓ ભોળા સજન?

5. shivshiva - ફેબ્રુવારી 24, 2007

પરિચય શો
આપું તમને
મેઘધનુષ સમ
નીલ ગગને
છવાવું ગમે

સપ્તરંગનાં
રંગો પામવા
સપ્તસુરોના લય
તાલ નાદને
પામવું ગમે

બસ આ જ મારો પરિચય

6. shivshiva - ફેબ્રુવારી 24, 2007

sorry
સપ્તરંગના
રંગો પામવા
સપ્તસુરોના લય
તાલ નાદને
પામવા ગમે

7. પરિચય - સુરેશ જાની, Suresh Jani « કાવ્ય સૂર - ફેબ્રુવારી 24, 2007

[…] સર્જન સહીયારું પર પહેલી વાર મૂકી – 23 ફેબ્રુઆરી – 2007 […]

8. Rajiv - ફેબ્રુવારી 24, 2007

ફુલોનો પ્રાણ છું, ને કળીઓનો જીવ છું
પ્રેમ સાહિત્યમાં હું આદમ અને ઇવ છું

અધર્મનો નાશ કરવા આ કુરુક્ષેત્રમાં
શ્રી કૃષ્ણના વ્હાલા પાર્થનુ ગાંડિવ છું

શબ્દ ઘુંટુ, શબ્દ શ્વસુ, શબ્દમાં વહુ
હા,એજ શબ્દોના સથવારે “રાજીવ” છું

****

પરિચય એટલોજ કે વાંસળીથી વિખુટો થયેલો સુર છું
છું સદાથી તારો પોતાનો અને આજે તારાથી દુર છું

આ રચના અહી પણ વાંચી શકો છો –> http://bhaviraju.blogspot.com/2007/02/blog-post_25.html

9. જય - ફેબ્રુવારી 25, 2007

મોંઘો પરિચય મળવો મુશ્કેલ
નેટ ની આ દુનિયા માં
સાચો પરિચય ખોળવો મુશ્કેલ

વિશ્વાસ વગર મળવો એ મુશ્કેલ
હળવાશ વગર ની આ દુનિયામાં
કયાંથી મળશે સાચો પરિચય

નિખાલસતા વગર પરિચય ક્યાંથી
પરિચય વગર મૈત્રી ક્યાંથી
મૈત્રી વગર આત્મીયતા ક્યાંથી

પરિચય વગર ન રહે આ જીવન ‘જીવન’
મારાં માં જ હું શોધું છું મને
મળ્યાં પછી હું આપું સાચો પરિચય

10. Mohammedali Bhaidu'wafa' - ફેબ્રુવારી 25, 2007

मेरे वजूद का वाहेमा– मुहम्मदअली भैडु”वफा”

कुछ भी नहीँ हम फीर भी हमारे होने का है वाहेमा,
वक़्त के सांचेमे एक दिन पीस जायेगी सब दास्ताँ.

तु कया तेरी नक़्सी हक़ीक़त का तिलस्म तूट्जायेगा,
राजदार था ये आयेना ,चुपभी रहेगा ये आयेना.

मुहम्मदअली भैडु”वफा”
.

11. Mohammedali Bhaidu'wafa' - ફેબ્રુવારી 25, 2007
12. ઊર્મિસાગર - ફેબ્રુવારી 26, 2007

હતી પોતાની શું ઓળખ

હતી પોતાની શું ઓળખ, કદી જો વિસરે કોઇ
પછી તો બસ્, બની કાયા, કફનમાં નીકળે કોઈ

કહો કોને ભલા આ આઈનો શોધી રહ્યો આજે
હતું એ કોણ મારામાં? અને આજે રહે કોઈ…

તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…

હતો એ સાથ જીવન માં, હવે બસ યાદ છે મનમાં
કદી પાંપણમાં બેઠાતા, બની યાદો ઝરે કોઇ

મળે માયા થકી ઉર્મી, મળે સપના થકી આશા
બીજું તો શું જુએ ઓ દિલ? જીગરમાં જળહળે કોઈ…

પ્રથમ તારી હયાતી નો પુરાવો માંગશે લોકો
પછી શોધે ફરિશ્તાઓ, કબરમાં સળવળે કોઇ

-હિમાંશુ ભટ્ટ
http://ekvartalap.wordpress.com/

13. ઊર્મિસાગર - ફેબ્રુવારી 26, 2007

બસ આટલો છે અમારો પરીચય,
તમારા વિના છે અધુરો પરીચય,
ના હો કદી- હો રાધા વિના શ્યામ,
હો રાધેશ્યામ- તો મધુરો પરીચય.

14. kaushik - માર્ચ 23, 2007

jivan ni raah khut ti nathi, tara vagar sanjh dhadti nathi, shu karu aa jivan nu, tara vagar aa jivan khali jagya che, aa prashana tara mate che, tu have jawab aape k na aape parikhsa to mari j thay che

kaushik:TAK

જીવનની રાહ ખૂટતી નથી,
તારા વગર સાંજ ઢળતી નથી,
શું કરું આ જીવન ખાલી જગ્યા છે,
આ પ્રશ્ન તારા માટે છે,
તું હવે જવાબ આપે કે ના આપે પરીક્ષા તો મારી જ થાય છે.

નોંધ: આ કાવ્ય આપેલા વિષયથી જુદુ હોવાથી એને સંકલિતમાં સમાવવામાં આવ્યું નથી… સોરી!

15. Shah Pravin - એપ્રિલ 1, 2007

એજ છે મોટી વાત, કે હું મારી જાતને ઓળખું છું,
મારી સાથેનો મારો પરિચય એટલે વિશ્વનો પરિચય,
માનવથી યે મોટો માનવ થવાની ના કોઇ ઇચ્છા,
માનવ છું, માનવ બની રહું તો ય ઘણું.

16. સંકલિત: ‘પરીચય’ « સહિયારું સર્જન - પદ્ય - ઓગસ્ટ 17, 2007

[…] આગળની પોસ્ટ:  તમારો ‘પરિચય’ આપશો?  […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: