રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’! ફેબ્રુવારી 2, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.trackback
ગઝલમાં આ એક ખાસ રચના છે અને ગવાય ત્યારે તેની એક અનેરી ઝલક હોય છે. આમાં એક જ શબ્દ રદીફ અને કાફીયામાં દોહરાવવામાં આવે છે. શેરે શેરે આ શબ્દ જુદો હોય છે, પણ તેનો છેલ્લો અક્ષર એક સરખો હોય છે.
ગુજરાતના ગાલીબ ‘મરીઝ’ની બહુ જ જાણીતી રચનાના બે શેર જોઇએ:-
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે,
ગમે ત્યાં હું ડુબું , ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
—
જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે, સહારે સહારે.
હવે આપણે પણ આ પ્રકારથી ગઝલ લખવા પ્રયાસ કરીશું. જો બીજા કોઇ જાણીતા શાયરની રચના આ પ્રકારની મળી આવે તો તે પણ અહીં રજુ કરી શકાશે.
ચાલો ગઝલ લખીએ આ જ પ્રકારે પ્રકારે !!!!
* * *
=========
પ્રકારે પ્રકારે !
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
=============================
અમે એના એ,તમે એના એ,ઘર પણ એજ.
તો અવાજો કેમ નીકળે છે જુદા પ્રકારે પ્રકારે.
સૂરજ એજ,ચંદ્ર એજ,તારા પણ એના એજ.
તો કેમ વહેલાં મોડાં થાય છે સવારે સવારે?
પ્રીતની લીધી દીધી અમે તો કસમ ઉઘાડેછોગ.
તો રાતે પ્રીતડી ને કલહો કેમ આ સવારે સવારે?
છતાં ય જીવી લીધું;ને ઘર પણ વસાવી દીધું.
સુખદુખ,કલહપ્રેમ, રહ્યાં સાથમાં પ્રકારે પ્રકારે.
કરો છો પૂજા જે પ્રભુની સૂતાં પહેલાં ને પ્રભાતે;
હોય કેમ એનું રૂપ અલગ ધર્મોના પ્રકારે પ્રકારે?
પ્રવીણ એમાં અચરજ શાનું? એતો એમજ હોય.
આ એનું,આ તેનું.લખ્યું ભાગ્યમાં પ્રકારે પ્રકારે.
શુક્રવાર;ફેબુઆરી ૦૨,૨૦૦૭
===============================
આ ગઝલ ‘જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે,’ અહીં સાંભળો :
http://tahuko.com/?p=603
કહ્યું સાકીને ‘તું મજા લે! મજા લે!’
ઉપેક્ષા મળી લો! ટપાલે ટપાલે.
હતી આશ થાશે, મિલન કો’ મધુરું,
વિદા ગીત ગાયું ‘ખમી લે! ખમી લે! ‘
મળ્યા, ના મળ્યા ઉત્તરો જ્યાં મને ત્યાં,
નવી સો સમસ્યા, સવાલે સવાલે.
મળી ગમગીની, હર કદમ પર અરેરે!
મળ્યા રક્ત ટપકાં, ગુલાલે ગુલાલે.
મથું ચીરવા ગમ વ્યથા કેરી રાતો,
મળી મેશ મુજને મશાલે મશાલે.
હતો સુસ્ત, બેજાન, હરદમ અટૂલો,
નિરર્થક એ વાતો ‘રમી લે! રમી લે!’
હવે શું કરીશું, મથીને, જીવીને?
ભરી આહ બોલ્યો: ‘રજા લે! રજા લે! ‘
એ મને સંભારતાં સંભારતાં
રૂપને શણગારતાં શણગારતાં
આ ક્ષણોનો સ્વાદ મીઠો થૈ ગયો
યાદને મમળાવતાં મમળાવતાં
જિંદગી વીતી પગથિયે એમના
બારણું ખખડાવતાં ખખડાવતાં
શું ખબર મારી જશે ખંજર મને
પીઠને પસવારતાં પસવારતાં
ખેંચતાણોમાં અહં તૂટી ગયો
હું પણું વિસ્તારતાં વિસ્તારતાં
જિંદગીનો જામ ખાલી થૈ જશે
સત્યને સ્વીકારતાં સ્વીકારતાં
હું અચંબામાં કે એ ખુદ નીકળ્યા
આ ગઝલ લલકારતાં લલકારતાં
– ડૉ. નીરજ મહેતા
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
આખી ગઝલ વાંચો
http://amitpisavadiya.wordpress.com/2006/07/25/judi-jindagi/
કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી. “
– ‘ગાફિલ’ – મનુભાઇ ત્રિવેદી
હરેશ પ્રજાપતિ .
કેટલાયે યત્નો કર્યા છે મે ભુલવાના તને,
તોય તુ યાદ આવ્યા કરતી વાતે વાતે.
જાણી ગયો છું અર્થ હું ઈંતજારનૉ હવે,
શમણાંઑ બધા ચૂકી ગયો છું રાતે રાતે.
તડપાવી ગયું છે તારુ મૌન એવુ તો મને,
ઝાંઝવાના દિલાસા પી ગયૉ છું જાતે જાતે.
નથી અપેક્ષા કે કોઈ સંબંધમાં તુ મળે,
પામી ગયો છું તને પ્રેમના નાતે નાતે.
હરેશને મોહ ક્યા છે કે તાજમહલ જ જડે,
કોતરી છે તારી છબી દિલની ભાતે ભાતે.
હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથ રે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ.
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ.
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગહેકાવજો રે અમે કોમળ કોમળ.
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ.
— માધવ રામાનુજ
[…] આગળની પોસ્ટ: રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્ર… […]
Gaafil, Shri Manubhai Trivedi was my Grandfather. I am willing to post his creations on the internet.
Thanks everybody, for sharing his creations.