jump to navigation

ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ ! જાન્યુઆરી 15, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આપ સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓ…

આમ તો હવે ઉત્તરાયણ પતી ગઇ છે અને ખાતરી છે કે દેશવાસીઓએ એને ધમાકેધાર ઉજવી હશે!
પરંતુ આપણે અહીં, વાસી તો વાસી, થોડી ઉત્તરાયણ ઉજવી લઇએ…

એના માટે આ અઠવાડિયાનો આપણી સર્જનક્રિયાનો વિષય રાખ્યો છે: ‘પતંગ’

patang.jpg

શ્રી રમેશ પટેલ પતંગ અને દોરીની ઉપમા આપી લખે છે…

સખી રે મારી તું તો પતંગ ને હું દોર,
કાપી ના કાપે એવી જોડ…

આખી રચના વાંચો… ઊર્મિનો સાગર પર…

પતંગ વિશેની આપ કોઇ પણ જાતની કાવ્ય-રચનાઓ લખી શકો છો…

તો ચાલો, આપણે ય કાવ્યોનાં થોડા પતંગો ચગાવીએ!!

ટિપ્પણીઓ»

1. Professor Dinesh O. Shah - જાન્યુઆરી 15, 2007

Thavu mare aaje, patang ke patangiyu ?

Patang thai ne udoo aabhe, bandhi dori ane pavan na sahare !

Ke pachhi banu patangiyu ne udoo fulo mahi, muj pankh na sahare !

Dinesh O. Shah
Gainesville, FL, USA

બનિ પતંગ ઉડુ આભે, બાંધિ દોર ને પવન ને સહારે
કે બનુ પતંગિયુ ઊડૂ ફુલો મહિ મુજ પાંખના સહારે
ભલે ન જુવે સૌએ મને કે ઉંચે ઉઙે પેલો પતંગ
આનંદ છે હૈયે ઘણો ફુલો મહી રમવા તણો

દિનેશ ઓ.શાહ,
ગેઇંસ્વિલ, ફ્લોરિડા, અમેરિકા

2. vijayshah - જાન્યુઆરી 16, 2007

કહેને સખી આ ઉતરાણે શું કરીશ?
ફિરકી પકડીશ કે ઉડાડીશ પતંગ

ઠુમકા મારી મારીને હાથ દુખશે,
તો ય નહિ ચઢે તારી ફાંકડી પતંગ!

ગરમા ગરમ ઢીલી તલસાંકળી ખા,
ચાલ ચઢાવી દઉં તારી ફાંકડી પતંગ!

આ ખેંચણીયા પડોશી ખેંચે તે પહેલા,
લે સહેલ સખી ચઢી ફાંકડી પતંગ!

કાશીબોર થાળ લઇ આવ્યો નાનકો,
કાઇપો તેંતો પેલો મોટો ચવ્વો પતંગ!

અરે ઝુંટણીયો આવ્યો લૈને લંગર જો,
સંભાળ સખી જરા તારી ફાંકડી પતંગ!

અરે! શું થયુ? ક્યારે લાગ્યો’તો પેચ!
કેમ રે કપાઇ ગઇ તારી ફાંકડી પતંગ!

જિંદગી પણ આવી આપણી રોજ ,
ચગીયે ને કપાઇએ બની કટી પતંગ!

3. ફાંકડી પતંગ! « વિજયનુ ચિંતન જગત - જાન્યુઆરી 16, 2007
4. Neela Kadakia - જાન્યુઆરી 16, 2007

પ્રભુ પર ભરોસો રાખી ભીતરનાં પતંગોને જો બહાર આણી ઉડાડીએ તો ખરેખર હૃદય હળવાશ અનુભવશે. પછી પતંગ ઉડે કે કપાય કાંઈ ફરક નહીં પડે.

5. Shah Pravinchandra Kasturchand - જાન્યુઆરી 16, 2007

ઊંચે આભે તું વિસ્તરતો’તો
ને પાંખ પ્રસારી ચોગમ તું ફરતો’તો.
પણ જ્યાં દોર કપાયો
કે તું અડવડિયા ખાતો’તો
ને ધરતીના છોરુની વચ્ચે
ચરર ચરર ચિરાતો’તો.
જીવન તારું જોઈ
મનમાં કૈં કૈં થાતું’તું
કે જ્યાં દોર તૂટ્યો સાથ તણો
કે સહુનું આવું થાતું’તું.

=શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

6. Pravina Avinash Kadakia - જાન્યુઆરી 16, 2007

ભલે મારી આકાશે ના વિહરે પતઁગ
ટીચકી મારી મારી હૈય ભરુઁ ઉમઁગ
ભલે કાઈપો છે ન સાઁભળે પતઁગ
દિલ દિમાગ તરબતર એવો અનેરો ઉમઁગ

7. Dinesh O. Shah - જાન્યુઆરી 16, 2007

Finally, I learnt the Gujarati typing through your website. Thanks,

બનું પતંગ કે પતંગિયુ ?

બનવુ મારે પતંગ કે પતંગિયુ?

બની પતંગ ઉડુ આભે,બાંધી દોર ને પવનને સહારે

કે બનુ પતંગિયુ ઉડવા ફુલો મહિ,મુજ કોમલ પંખના સહારે?

ભલે ન જુવે સૌએ મને, ઉંચે ઉડે પેલો પતંગ

આનંદ છે હૈયે ઘણો, સુન્દર ફુલો મહિ રમવા તણો

દિનેશ ઑ. શાહ
ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

8. સર્જિત અમીન - જાન્યુઆરી 16, 2007

દોરી લીધી ને કિન્ના બાંધી
ઠમકો માર્યો ને ગતિ લીધી
રહ્યો સવાલ ‘સંક્રાંતિ’ ને અંતે
ઢાલને આ કન્યા કોણ બાંધશે???

9. bagewafa - જાન્યુઆરી 17, 2007

पतंग*मोहम्मदअली भैडु,वफा,

हमे ये तोक तेरी दोर की मँझुर नही दोस्त
उडने मेँ भी हवाओँ का सहारा हम नही लेतेँ

पतँगो की तरह न कटे, उडनकाहै कमाले पर
बने शाही फिजाँओ का सहारा हम नही लेतेँ

मोहम्मदअली भैडु,वफा, (शाही=शाहबाज_Eagale) पर=wing

For more updates pl. go to

http://bazmewafa.blogspot.com/

http://bagewafa.blogspot.com/

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5

10. bansinaad - જાન્યુઆરી 17, 2007

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

11. vishwadeep - જાન્યુઆરી 18, 2007

તંગ કરતી પતંગ કોઈને, કાપી કોઈનો પતંગ,
દોરી કોઈની કાચી,એને લેપમાં લેતી પતંગ,
આ જીવનની જાળ કંઈક આવીજ ભાસે,
ચગે કોઈનો પતંગ તો ફુદડી ફરતો કોઈનો પતંગ.

12. ઊર્મિસાગર - જાન્યુઆરી 18, 2007

સંબંધોના આકાશે ઉડી’તી મારા પ્રેમની પતંગ,
ચગાવી’તી તમે જ મારા શમણાંની રૂડી પતંગ,
સ્નેહ-દોરીની ઢીલ આપવાનું કાં ચૂક્યા, વ્હાલા?!
જુઓ, ભટકે છે હવે મુજ ઊર્મિની આ કટી પતંગ!

13. Jugalkishor - જાન્યુઆરી 20, 2007

ધાબા ઉપર
સંધાયા,તૂટ્યા તાર
ફીરકી શાંત.

આકાશે ચગે
હૈયું ; દોર કોઈની
ફીરકી વીંટે.

આકાશ-ધાબે
કપાયેલા પતંગે
સંધાયાં હૈયાં.

14. સુરેશ જાની - જાન્યુઆરી 25, 2007

એક લાંબું મુક્ત ગીત –

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો,
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ છટાદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્ હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં
નહીં દોર તો વહે લ્હેરમાં,
ગીન્નાયો તો વજન માંગતો
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલ પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો,
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

15. સંકલિત: પતંગ « સહિયારું સર્જન - પદ્ય - એપ્રિલ 25, 2007

[…] આગળની પોસ્ટ: ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ ! […]

16. Shah Pravin - એપ્રિલ 27, 2007

સંબંધોના વનમાં અટવાઇ મારી પતંગ,
દોર કોણે ઢીલી મૂકી ફસાઇ મારી પતંગ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: