jump to navigation

સંકલિત: ‘મારી ભીતર’ January 13, 2007

Posted by ઊર્મિ in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘મારી ભીતર’

* * *

 ડો.વિવેકની પ્રેરણા-ગઝલ….

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

આખી ગઝલ અહીં વાંચો…

* * *

આપણી રચનાઓ…

* * * * * * * * *

મુકતક

એવું તો શું હશે,મારી ભીતર,
આનંદનો મુકામ્ કાયમ રહે,
અજોડ કવચ છે,મારી ભીતર,
નિજાનંદની મસ્તી કાયમ રહે.

(સુરેશ બક્ષી)

* * * * * * * * *

મુક્તક

હોવાપણું એથી વધુ શું નીકળે ?
એક બુંદ બીજા બુંદમાં જઈને ભળે;
છું બ્રહ્મ તો પણ, બ્રહ્મા છું, બ્રહ્માંડ પણ,
શું શું નથી મારી ભીતર, કોણ એ કળે ?

(ડૉ. વિવેક મનહર ટેલર)

* * * * * * * * *

ગઝલ

કેવુ સર્જ્યુ છે સર્જનહારે હ્રદય મારી ભીતર
કે થયુ ભંગ હજાર વાર છતા સદા શીતલ.

વાત સાવ નાની જ્યારે જન્મે મારી ભીતર
પ્રણયનાં ધબકારે થઇ જાય આકળ વિકળ

આમ તો મીણ જેવુ પોચુ હૈયુ મારી ભીતર
સંકટ સમયે પહેરે રાણા પ્રતાપનુ બખ્તર

જગાડો ના ઉત્પાતોના ભયો મારી ભીતર
છે હિમાલય જેવુ મજ્બુત મારુ જીગર

(વિજય શાહ)

* * * * * * * * *

ગઝલ

શેં કહું? મેં શું ભર્યું છે, મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.

એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.

રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.

થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.

ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!

બહાર છો ભાસ્યા કરે ઓટ ઊર્મિઓની,
આ જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.

(ઊર્મિસાગર)

* * * * * * * * *

ગઝલ

જોઈને વહેતું ઝરણું, ભાઈચારાનું,
ઉમટે છે નફરતનું તોફાન, મારી ભીતર.

જોઈને પ્રેમ પતંગિયા ને પુષ્પનો,
થાય છે લડાઈની લાગણી, મારી ભીતર.

ભુંસી નાખવી છે સરહદો, આ વિશ્વની,
થાય એવા રાજાની ભાવના, મારીભીતર.

આપવી છે સજા ગુનો, વ્યભિચારનો,
દેવી ફાંસી ફુલને એવો ન્યાય, મારી ભીતર.

માંગે ભીખ જગ આખું મારી પાસે,
એવી બાદશાહીના વિચાર, મારી ભીતર.

ડરાવ્યું છે જગ આખાને, થકી કર્મો મારાં,
ભીતિ મારા જ પડછાયાની, મારી ભીતર.

(કિરીટકુમાર ગો. ભક્ત)

* * * * * * * * *

ગઝલ

વાદળ ગરજે, વીજળી ચમકે, ચોમેર ઘનઘોર ઘટા છે,
બહાર ન જોશો, તાંડવ ઊઠયું છે મારી ભીતરમાં.

સાત રંગનાં મેઘધનુષથી સંધ્યા એવી ખીલી છે,
કૌતુક એવું, બાળક જેવું,અનુભવ્યું મારી ભીતરમાં.

દુઃખ ન દેવું, પાપ ન કરવું, અન્યાયની સામે છે લડવું,
વિચારો એવા, ક્રાંતિ જેવા, ઊઠે જ્વાળાઓ મારી ભીતરમાં.

(જિજ્ઞાશા જાની)

* * * * * * * * *

લઘુકાવ્ય

બહાર નજર કરીને થાકી,
શું ભર્યુ છે મારી ભીતર?
જગમાં ઢુંઢું ના જણાયું,
કોણ સમાયું મારી ભીતર?
આવ સહેલી કહુઁ કાનમાઁ,
સાહ્યબો ભરાણો મારી ભીતર!

(પ્રવિણા કડકીયા)

* * * * * * * * *

હાઇકુ

મારી ભીતર
સાગર ઘુઘવાટ
તું સાંભળીશ ?

મારી ભીતર
અનેક રંગો છુપ્યા
માંગો તે આપુ.

(અમિત પિસાવાડીયા)

* * * * * * * * *

કાવ્ય

મારી ભીતર છલકાતો, ઘૂંઘવાતો, ઉભરાતો, ‘હું’-
મારી ભીતર- અવ્યક્ત લાગણીઓ, શબ્દો, સંબંધો, સગપણો, અરમાનો.
મારી ભીતર- એક કદીએ વિકાસ ન પામી શકેલ શીશુ
મારી ભીતર- સભ્યતા, શાહુકારી, ને સમાજ વ્યવસ્થાના સુકા ડાળખા.
મારી ભીતર- એક ઝંઝાવાત;
જીવનમાં પામવાના ને છોડવાના ‘વિષયો’ની થતી રહેલી અદલાબદલી.
ધર્મ, અર્થ, કામ, મોક્ષના સદાય એકબીજામાં રૂપાંતર પામતા અર્થો,
નિરંતર એન્ટેના બદલાવતા ચક્ષુ.
મારી ભીતર- એક પ્યાસ, એક ક્ષણ, એક શ્વાસ,
એક મસ્તી, એક સમજણ, એક શ્રધ્ધા, એક તલાશ.
મારી ભીતર- ગળે અટકેલી, જનકરાજાને કહેલી:
“તારી ભીતર તો કાંઇ રહી નથી ગયુંને?!” એ પૂછેલી
ગુરૂ અષ્ટવક્ર્ની વાત;
હો જો શુન્યાવકાશ- મારી ભીતર!

(મહેન્દ્ર હાથી)

Advertisements

Comments»

1. bansinaad - January 15, 2007

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
-જય

2. સુરેશ જાની - January 15, 2007

મારા ચરખે સાલ ભલે ને સાઠ વિતાવી નાખ્યા,
વાળ ભલેને ધોળા, ડોળા છેક જ અંદર ઉતર્યા.
હાથો થરથર કાંપે, પગ પણ કેવા સાવ લથડીયા,
ધબકે તો યે એક શિશુનું હૈયું મારી ભીતર.

3. Devika Dhruva - January 21, 2007

ભીતરના ખજાના

મનની ભીતરમાં ભર્યા છે ખજાના,સાગર મહીં જેમ મોતી ને હીરા;
સાચા કે ખોટા,સારા કે નરસા,કદી ન જાણે કોઈ મનની આ માળા.
ડૂબકી મારી મારી મથે સૌ પલપલ,જડે તોયે ફકત શંખો ને છીપલ;
મરજીવા પહોંચે છેક પાતાળ-પાણી,સુણે અચાનક કો’આકાશ-વાણી.
ગેબી એ વાણી,જાણી-અજાણી,લાવી કિનારે ધરે શબ્દોના મોતી;
સાચા છે મનના સુવિચારોના હિરા,ચમકાવે જીવન આ ભીતરના ખજાના.

દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન

4. nilam doshi - March 22, 2007

મારી ભીતર છે કશું?
કે ખાલ્લી ખમ્મ?
કળાય ના કંઇ,
બસ..અંદર બેઠુ
ઘૂઘવે એક મૌન.

5. sagarika - March 23, 2007

1)મારી ભીતર, કાળઝાળ ગરમી, મારું ચોમાસું?? 2)રણ પ્રદેશ, સાગર ઘુઘવાટ, મારી ભીતર.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: