jump to navigation

સંકલિત: ‘એક છોકરી’ જાન્યુઆરી 13, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   એક છોકરી

*

પહેલાં આપણે ‘એક છોકરી’ વિશે આપણા પ્રખ્યાત કવિઓની રચનાઓ માણીએ ! 

*

શોભિત દેસાઇ 

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

આખું કાવ્ય ‘ઊર્મિનો સાગર’ પર વાંચો…

*

રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે,
તે લેવા આખું યે ગામ વળે નીચે…

આખું કાવ્ય ‘અમીઝરણું’ પર વાંચો…

*

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી
એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

આખું કાવ્ય ‘અમીઝરણું’ પર વાંચો…

*

અરવિંદ ગડા

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

આખું કાવ્ય ‘અમીઝરણું’ પર વાંચો…

*

નયન દેસાઇ

દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…

આખું ગીત ‘લયસ્તરો’ પર વાંચો…

————————————————————————————-

આ રચના  ‘સિદ્ધાર્થનું મન’ પર વાંચી હતી…

સેજલ (?)

એક આમ છોકરી ખાસ થઈ ગઈ,
જાણે મોસમનો પહેલો વરસાદ થઈ ગઈ…

આખું કાવ્ય અહીં વાંચો..

* * *

હવે માણીએ… આપણી રચનાઓ…

* * * * * * * * *

લઘુકાવ્ય

એક છોકરી
એ જ્યારથી કહ્યું,
‘હેલ્લો’!
ત્યારથી જાગ્યો
દિલમાં-
‘હલ્લો’!!

(અમિત પિસાવાડીયા)

* * * * * * * * *

કાવ્ય

એક હાથ છે આંખો ઉપર
ને બીજો ધબકતાં દિલ ઉપર
એક છોકરી શરમાયને
મારું વિશ્વ એમાં સમાય છે.

અડોઅડ બેઠી છે
પાછળ એ બાઈક ઉપર
એક છોકરીની શિખામણ છતાંય
આટલી બધી ઝડપ મરાય છે?

ફૂટતાં દાણાં મકાઈના ને
મસાલો પણ છંટાય છે
એ છોકરી મઝાથી ખાય ને
બે હોઠો વચ્ચે દિલ પીસાય છે !

અડું તો ગુસ્સે થાય ને
ના અડું તો ઈશારા થાય
એક છોકરીએ ઉભી કરેલી મૂંઝવણ
ને એમાં દિવાનો મૂંઝાય છે !

આ મારી કાપલી ને લા’ય તારી કાપલી,
એક-બે કિતાબોની આપ-લે પણ થાય,
એક છોકરી નથી સાવ ભોળી,
બહુ જલ્દીથી એને ઘરે જવાનું મોડું થાય છે !

(મેહુલ શાહ)

* * * * * * * * *

કાવ્ય

તુ જ્યારે એક છોકરી હતી
ત્યારે જીવનમાં બહુ મઝા હતી
તુ અલભ્ય હતી
તેથી તને ચાહવામાં આહ હતી
તુ સજની થાય તે
તડપ અને જલદ ચાહ હતી.
કેમ દુર છે બેઠી
કહેવુ તે ફક્કડ વાત હતી.
તુ આવીશ તો તને આમ કહીશ
તેમ કરીશ,ગાડુ ભરીને વહાલ કરીશ
જેવી કંઇ કેટલીય ગુલાબી કલ્પનાઓ હતી

આજે જ્યારે તુ સજની છે
ત્યારે તુ છોકરી નથી જેવી
કોઇ અધુરી વાત નથી. ફરિયાદ નથી
પૂર્ણતામાં અધુરપ જેવી કોઇ સજા નથી.

(વિજય શાહ)

* * * * * * * * *

મુક્તક

બાળકી બનીને ફૂલાય છે એક છોકરી,
મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
એમ તો યુવા મટી પ્રૌઢા ય થાય છે, પણ
અંદર અકબંધ જળવાય છે એક છોકરી.

કાવ્ય

મુજમાં ક્યાંક ‘રે છે,
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી ’રે છે એ છોકરી !

ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.

પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.

પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,

સર્જન કર્યું છે ખુદ જેણે
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી. 

(ઊર્મિસાગર)

* * * * * * * * *

લઘુકાવ્ય

પોતાની ઊર્મિના સાગર મહીં,
એક છોકરી…
ચાતક નજરે
પ્રતિક્ષા કરે,
ને છીપ સમું તરસે-
સ્વાતિનું બુંદ એક,
ક્યારે વરસે ?

લઘુકાવ્ય

પહાડોનાં મહિયરનું
સદાય ઉછળતું
ખળખળ વહેતું
એક મીઠું નટખટ ઝરણું…
નદી બનીને તલસે હવે એ,
ખારા સાગરમાં ઓગળવા ખુદને …
પણ-
મનની મુંઝવણ એની
પુછે હવે એ કોને જઇને?
હોય જો ભરતી સાગરમાં,
તો સાગર એને
પાછુ તો ન ઠેલે?!!

(જયશ્રી ભક્ત)

* * * * * * * * *

વર્ષોનાઁ વહાણાઁ વાઈ ગયા ક્યાઁ છૂપાઈ એ છોકરી
હૈયામાઁ ડૂબકી લગાવી ના જણાઈ એ છોકરી
ચઁચળ ચપળ તોફાની રાણી ના જડે એ છોકરી
પિયુનાઁ પ્યારમાઁ ભિઁજાઈ બની વહાલી માત એ છોકરી
પ્રેમ આપી પ્રેમ પામી જીવને ધન્ય બની એ છોકરી
કાગળ કલમે અનેરી પ્રીત કેળવી એ છોકરી
જાઁખપ આવી ધોળાઁ થયાઁ છતાઁય અડીખમ એ છોકરી
અસઁમજસમ હવે એને શુઁ કહેવુઁ એ છોકરી

(પ્રવિણા કડકીયા)

* * * * * * * * *

ટિપ્પણીઓ»

1. pravinash1 - જાન્યુઆરી 15, 2007

સુઁદર સોહામણી સઁસ્કારી
થનગનતી એક છોકરી
મસ્ત મદમાતી માનુની
મનગમતી એક છોકરી
પિયુનાઁ પવિત્ર પ્રેમમાઁ
પાગલ એક છોકરી

2. archana - માર્ચ 5, 2007

aankh ma thi shu zare che shi khabar,
je divas thi chodi didhu taru nagar ,
tara vina ek pal na rahi shaku,
tu rahe aaram thi mara vagar,
lagani mari che aayurved shi ,
tethi kadach modi thase tane khabar

3. Gunjan Gandhi - એપ્રિલ 9, 2007

બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે

મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે

બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે

નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: