jump to navigation

સંકલિત: ‘શમણાં’ જાન્યુઆરી 10, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ!

* * * * * * * * * 

કાવ્ય– 

મેં ખુલ્લી આંખો થી જોયુ એક શમણું,
શમણાંમાં જોયુ મુખ તારું નમણું,

નમણાં મુખ પર છે મન્દ મન્દ સ્મિત,
જાણે વાંસળીમાંથી વહી રહ્યું મધુર સંગીત,

હે સમય, તું ધીરે ચાલ, શમણું મારું જાય ના ટૂટી,
શમણાંની આ શરુઆત છે, હજુ તો એને છે પાંખો ફુટી…

(ચેતના શાહ)

* * * * * * * * *

લઘુકાવ્ય

તારી એ એક પળની મુલાકાત,
મારું જીવનભરનું સંભારણું;
જાણે એક અજાણી દુનિયાનું,
તેં હળવેથી ખોલ્યું બારણું;
એક પળની જિંદગીમાં,
મેં જીવી લીધું ઘણું ઘણું;
જેના પૂરા થવાની શર્ત નો’તી,
સાકાર થયું એ શમણું!

(જયશ્રી ભક્તા)

* * * * * * * * *

-લધુકાવ્ય- 

મારી આંખે
જોયું
એક શમણું,
ને એ
શમણું
શોધતો
હું-
ખોવાયો
તારા નગરમાં ! 

-હાઇકુ-

તારા શમણે
ભુલી શાન ભાન હું
ભટક્યા કરું !

(અમિત પિસાવાડીયા)

* * * * * * * * *

શમણાંમાં આવ્યા મને નાનકડા બાળ,
ને લાવ્યા કાંઈ અવનવા ઉજાસો.
ધસમસતો આવતો રોક્યો એણે કાળ,
ને ઉગ્યા કેવા રંગરંગી ગુલાબો.
શમણાંમાં જોયા મેં તો નાનકડા લાલજી,
ને જોયું કેવું મનોહર મુખડું.
મારા શમણાંનાં એ મનોહર બાલુડાં,
મારા તે ઘરના લાલજી.

(રાજેશ્વરી શુકલ)

* * * * * * * * *

પંક્તિ

 પથ્થર ફોડીને બીજ નીકળે, દ્રષ્યો ફોડીને મારી આંખ,
ઘટનાથી ઉપરવટ થઇ શકું જો મળે, શમણાં ફોડીને બે પાંખ.

(મનિષ)

* * * * * * * * *

પંક્તિ

ના જોયો દિન, ના જોઇ રાત, ના જોયુ એકે શમણું;
દેખાયું તારી યાદમાં મને, પ્રભાત એક ઉગમતું.

કાવ્ય

શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.
એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.
ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.
વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.
ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.

(ચિરાગ પટેલ)

* * * * * * * * *

કાવ્ય

શમણાં આવે ને લાવે ભુલાયેલી પ્રીત,
શમણાં લઇને આવે આનંદોભરી રીત,
શમણાં મનનું અનુપમ સોનેરી ગીત,
શમણાં નયને ભરી બેઠા ન રહો, મીત!
શમણાં આપે તો આપે માર્ગદર્શન જરીક,
શમણાં સાચા કરવા મથવું પડે નીત,
શમણાં તુટે ત્યારે ભાસે વિરહ કવચીત.

(વિજય શાહ)

* * * * * * * * *

મુક્તક

આજે વહેલી પરોઢે મને આવ્યું તારું શમણું,
શમણાંમાં પ્રિતમ, તનેય આવ્યું મારું શમણું,
સાથ હજીયે છે આપણો શમણાંને સથવારે,
એવું સમજી હરખાયું મન, નમણું લાગ્યું શમણું!

(ઊર્મિસાગર)

* * * * * * * * *

કાવ્ય

રાત પડે ઝળહળતું ને
રોજ સવારે ખોવાતું
લાખેણું એક સપનું મારું.
ગીત ગાતા પંખી ને પૂછયું
પતંગિયા નું નામ એણે લીધું
પતંગિયા એ તો પટ દઇ ને…
નામ પારિજાત નું દીધું
પારિજાત તો ટપ દઇ ને ખર્યું
ને વહેતા વાયરા નું નામ કીધું…
લુચ્ચા આ વાયરા એ નામ કદંબનું લીધું…
કદંબને તો પડયા પાછા પેલા કાનુડાનાં હેવા
પણ કાનુડો તો ચોર સદાનો…
ચોરી લીધું લાખેણું શમણું મારું…
શમણું તો જઇ સંતાયું રાધાના પાલવમાં,
પણ અંતે પકડાયું એ બંસીના બે બોલ માં..

(નીલમ દોશી)

* * * * * * * * *

પંક્તિ

હું તો શ્યામનાં શમણાં જોતો, કે વા’લો મારો રાસે રમે રે લોલ !
વા’લો (મારો) મીઠી વગાડે રૂડી બંસી, કદમ્બની ડાળે ચઢી રે લોલ !

(મનવંત પટેલ)

* * * * * * * * *

 

ટિપ્પણીઓ»

1. Pravina Avinash Kadakia - જાન્યુઆરી 10, 2007

શમણુઁ
શમણામાઁ આવી પ્યાર જતાવતો
આઁખ ખૂલી ત્યાઁ રિસાઈ ગયો
નમણા શમણાઁમાઁ મોજ મણાવતો
હાથતાળી દઈ લપાઈ ગયો
શમણાની ભ્રમણામાઁ ઘેલી બનાવતો
જીવનમાઁ સત્ય સમજાવી ગયો

2. kapildave - સપ્ટેમ્બર 28, 2007

રોજ રાતે મારા શમણા સજાવતી,
જેવી આંખ ખોલુ કે ખોવાય જાય,

કોણ છે,ને ક્યાંથી આવે શું ખબર,
પણ આવી ને મારુ દલડુ ડોલાવતી,

લાગે છે એ કોઈ નમણી નાર,
પણ રમે સંતાકુકડી મારી સાથ,

પકડવા માટે મથુ છુ હું એને,
પણ જાણે એ મૃગજળ જોને,

મને તો લાગે છે એ આત્મા,
પણ શું કામ ફરતી હશે રાતમાં,

હવે યાદ આવ્યુ આ ‘કપિલ’ ને
એ તો મારા પુર્વજન્મની પ્રિયતમાં….

-કપિલ દવે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: