jump to navigation

સંકલિત: ‘પાનખર’ January 10, 2007

Posted by ઊર્મિ in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘પાનખર’

* * * * * * * * *

સૉનેટ

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભા, ય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.

ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પુછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

શીતળ કો બિંદુના મૃદુ સ્પર્શથી નવી કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવી જિંદગી ઉગશે.

(સુરેશ જાની)

* * * * * * * * *

લઘુકાવ્ય – 

વૃક્ષો વસ્ત્રો બદલે..
અને કહીએ આપણે “પાનખર”
વૃક્ષો શણગાર સજે પુષ્પ ના..
અને નામ આપીએ “વસંત”
પાનખર અને વસંત ની
વચ્ચેનાસમય ને???

(નીલમ દોશી)

* * * * * * * * *

લઘુકાવ્ય

પાનખરનો પીળો પાન છું
રાહમાં આજ વિખરાયલો છું
શોક નથી મુજને એ વાતનો
તુજ ચરણે કચડાયલો છું
સુખ છે આ અંત સમયનો
તુજ સ્પર્શને આજ પામ્યો છું

(મીના છેડા)

* * * * * * * * *

કાવ્ય

થયું છે પાન પીળું, આવી છે જો પાનખર,
વિદાયની છે ઋતુ, આવી છે આ પાનખર,

ખાલી કરો તે જગા, આવી છે જો પાનખર,
તક આપવા નવાને, આવી છે આ પાનખર,

બોખા દાંતના ગીત, આવી છે જો પાનખર,
વસંત વૃધ્ધ થૈ ગૈ, આવી છે આ પાનખર,

જનમ્યું તે જાય કહેવા, આવી છે જો પાનખર,
જીવનનું એ રહસ્ય, આવી છે જો પાનખર.

(કિરીટકુમાર ભક્ત)

* * * * * * * * *

ગઝલ

શીતવન જ્યારે ઘેરે જન મન વન ને ત્યારે,
પર્ણ સૌ પહેલા ખરઁતા, ટહુકો તે પાનખરનો.

પીળુડા પાઁદડાને ઓઢી, લાજ રે કાઢી ઉભી,
ધરતી જુઓને સ્વીકારે મલાજો પાનખરનો.

પીયુ હોયે પરદેશ ને ઉઁડો વિરહ હોયે જ્યારે,
હૈયુ રડતુ અને ત્યારે વાઁક દેખાતો પાનખરનો.

ઋતુ સદા બદલતી રહે, ન કર દુ:ખ સખી!
ક્યાઁ રહે છે સમય એક સરખો કો’ પાનખરનો!

(વિજય શાહ)

* * * * * * * * *

કાવ્ય

પાનખર તો ઋતુનું નામ,
પાનખર તો કુદરતનું કામ,
પાનખરે પહોંચવા ફુલોનો પન્નો ટુકો પડે,
પાનખર તો માયા વિનાની મસ્તીનું નામ.

પાનખરે આવે સાન,
પાનખરે ઉતરે ગુમાન,
પાનખરે સિજે જ્ઞાન,
પાનખર એટલે હું અને આસમાન.

પાનખરે શું બાળવા હૈયા,
પાનખર તો બાણની શૈયા,
પાનખરે જ દેખાય ધરતીમૈયા,
પાનખરે જીવનાં થાગા થૈયા.

પાનખર એ તો સમજણની સુગંધ નો દરિયો,
પાનખરે આતમરામ ભરિયો.

(મહેન્દ્ર હાથી)

* * * * * * * * *

પંક્તિ

ક્યારનું નગ્ન ઉભું, થરથરું છું પાનખરમાં,
હે વસંત, આવો હવે, વસ્ત્રોથી સજાવો મને!

પંક્તિ

 પાનખરમાં જયારે પાન ખરી જાય છે,
વસંત આવવાનાં વાવડ મળી જાય છે!

લઘુકાવ્ય

ઋતુની પાનખર એટલે પાંદડાનું ખરવું,
જીવનની પાનખર એટલે ઘડપણનું આવવું,
હ્રદયની પાનખર એટલે સનમનું તરછોડવું,
ગઝલની પાનખર એટલે શબ્દોનું ખોવાવું!

(ઊર્મિસાગર)

* * * * * * * * *

મુક્તક

પાનખરનુઁ રોદણુઁ રડવુઁ નથી હવે,
ને વસંત નુ બારમુ કરવુઁ નથી હવે,
લાજ કયાઁ રાખી તમે પૂષ્પ કળીઓની,
ચમનમાઁ જઈને દર્પણ ધરવુઁ નથી હવે.

(મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’)

* * * * * * * * *

Advertisements

Comments»

1. Pravina Avinash Kadakia - January 10, 2007

પાનરમાઁ ખર્યુઁ પીળૂઁ પાન
શુઁ કહ્યુઁ તેનુઁ ન રહ્યુઁ ભાન
કાન દઈને સાઁભળ આવે સાન
નેણથી જો તો થાયે જ્ઞાન
ફિકર ન કર જો તેના વાન
આ જગે પામે માન અપમાન
ગુઁજી રહ્યુઁ જવાનીનુઁ મધુરુઁ ગાન

2. Dilip Patel - January 14, 2007

પાનખર

વસુંધરા પરે વસંતના વરસોથી ગવાયા છે સવાયા ગાન

અદેખાઈએ આજ શું પાનખરના ઘવાયા ને સૂકાયા પાન?

કૂંપળ કળી ના નીકળી ના નીખરી ત્યાં કરમાઈ ગૈ ખરી

અડીખમ થડ લાગે પાળિયા ઝાડવે જાણે ગુમાવ્યા જાન

ગયા કોકિલ કૂંજન ભ્રમર ગુંજન વગડા શો વાગતો રાન

ધખી ધરતી યાચતી પડછાયાના પોત શી પથારીના દાન

નિતરી ઝાડે ઝુલતી લીલોતરી ને તળાવે થૈ લીલ ઉતરી

થાકેલ પાન ધરાએ પાથરી પાનખર ધરે પિતાંબરી વાન

વેદ શા વેણલા વદે વેદનાભર્યાં બચેલા પાકેલા પાન

વાસંતી માનપાને ફુલ્યાં ફળફૂલ ને ચડ્યું માયાવી તાન

બળી બળાપે ઝુરી એહના ઝુરાપે જોબન ઝેર જાય સરી

ખોઈ એ અહંકારી સ્વભાવ રાખવી બસ આતમની આન

સૂકી ડાળીએ ના પાંદડાના તાલ તોયે ગુંજે જીવન ગાન

ખાલીપામાં થતું ખુદને ખરું ખુદા સાથેના સંબંધનું ભાન

સમીર શરણાઈએ ડોલતી એ ડાળીઓ હરખાઈ ગૈ ખરી

ખંખેરી ખુદનો લગાવ હળવા બનવામાં છે હસ્તિની શાન

દિલીપ ર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા

3. સુનીલ શાહ - September 2, 2007

પાનખરને કોણ કહે થંભી જવાની ઘડી છે
ઉદાસ આંખોમાં સપનાં સજાવાની ઘડી છે.

4. પાંદડુ…પાન…પર્ણો… « સહિયારું સર્જન - પદ્ય - October 12, 2007

[…] ‘પાનખર’ વિષય આપણે ગયા વર્ષે જ આપ્યો હ…… એટલે આ વખતે આપણે વિષય રાખીએ- […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: