jump to navigation

સંકલિત: ‘દિવાળી’ જાન્યુઆરી 10, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગીત, પંક્તિ/શેર, મુક્તપંચિકા, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ચાલો ‘દિવાળી’ મનાવીએ…

પંક્તિ

દિ’ આખો ઘર વાળી ઝૂડી, મેં તો કરી દિ’વાળી
પણ હૈયામાં અંધકારની આ શેં રહેતી હોળી !

(સુરેશ જાની)

* * * * * * * * *

ગીત– 

લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…

છે ક્યાંય કદીયે કોઇએ ભાળી?
સંગસંગ  હોળી ને દિવાળી?!
લ્યો ભાળો, પરદેશમાં હૈયે!
હાલને, જઇએ દેશમાં દોડી…

દેશમાં કેવી ઝાકમઝોળી!
મઠીયા તીખાં, સુખડી ગળી,
અહીં તો મિઠાઇયે લાગે મોળી,
હાલને, જઇએ દેશમાં દોડી…

બંધ આંખોએ રહું નિહાળી, 
ઓટલી પર રંગોળી પાડી,
ત્યાં થૈ પેલી આતશબાજી,
હાલને, જઇએ દેશમાં દોડી…

ઊર્મિ ઊઠે આળસ મરડી,
રચે હ્રદયોની ઝળહળ જોડી,
ને જાય મંદિરે દડદડ દોડી,
હાલને, જઇએ દેશમાં દોડી…

નમન કરું, લઉં મનને વાળી,
શારદા, લક્ષ્મી ને મા કાળી,
ઓલવીએ હૈયાની હોળી,
હાલને, જઇએ દેશમાં દોડી….

(ઊર્મિસાગર)

* * * * * * * * *

કાવ્ય

નુતન વર્ષની નુતન સવારે
ઉષાના રંગીન કિરણો મારા…તારા…તારા..મારા..જીવનને સપ્તરંગી બનાવે…
તેમ છતાં આપણે ફેલાઈએ એક ઉજળૉ પ્રકાશ પુંજ થઈ સુરજની જેમ જ……
ઉજાગર કરીએ જીવનની અંધારી ક્ષણોને….
આપણે ભુલી જઈએ વીતેલા વષઁના ….
રાગ-દ્રેષ-ઇષાઁ…ગમા-અણગમા…બળો – પરિબળો ..
જે જાણે અજાણે એકબીજાને સમજવામાં અડચણરુપ બન્યા હોય….
કેમ કે……
દિવાળી એટલે દિપકોનું પર્વ…..
પ્રકાશનું પર્વ……..
દિલના દસ કોઠામાં દીવા કરી ……
કાળી અમાસી રાતોને….પ્રભામય …બનાવવાનું પર્વ
તો ચાલ હુ …તુ…તું ….હું …
નુતન વર્ષની આ સવારે નવીન સંકલ્પ કરીએ…
ચાલ , ચાલી નીકળીએ …
કોઈ એવા અગોચર જ્ગે ….
જ્યાં મારું..તારું ….તારું ..મારૂં અસ્તિત્વ એકમેકમાં ઓગળી …
એક તેજ રેખા બની જાય………

(બિમલ દેસાઇ ‘નારાજ’)

* * * * * * * * *

લઘુકાવ્ય

મુબારક હો
સહુ મિત્રોને,
દિલની શુભેચ્છાઓ
લઇને આવી
“પરમ સમીપે”

મુક્તપંચિકા– 

દિવાળી આવી
દીવડા લાવી
પ્રકાશ ચોતરફ
દિલમાં દીવો
કરીશું આજે?

(નીલમ દોશી)

* * * * * * * * *

મુક્તપંચિકા

દિવાળી આવી
સાથે તે લાવી
તેજોમય ઉજાસ,
મહાવીર ની
મુક્તિના ગાન!

(વિજય શાહ)

* * * * * * * * *

ટિપ્પણીઓ»

1. Pravina Avinash Kadakia - જાન્યુઆરી 10, 2007

દિવાળી
દિવાળી આવે દર વરસે
દિવડાં પ્રગટે આંગણ હરખે
તિમિર હટેને પ્રકાશ પ્રસરે
અંતરમાં જ્ઞાનની જયોત પ્રકટે

2. Dilip Patel - જાન્યુઆરી 14, 2007

ટળવળી અવિરત આંખ જે

અજ્ઞાત અંધારે પ્રભા કાજે

એ મહીં,

જ્ઞાન ધ્યાન પ્રકાશ ઝળહળે

ને દીપ દીપાવલીને આંજે.

… હો ચેતનમયી અમાસની નિશા!

ચળવળી અહર્નિશ પાંખ જે

વિરાટ વ્યોમે શાતા કાજે

રે તહીં,

શીત પ્રીત સમીર ફરફરે

ને આશ આસમાનને આંબે.

… હો દર્શનમયી નિત નવી દિશા!

દિલીપ ર. પટેલ

3. Chetan Framewala - જાન્યુઆરી 16, 2007

સૌ મિત્રોને, દિવાળી અને ઈદ ની હાર્દિક શુભકામના.
મધ્યમ વર્ગને બીજાની દેખા-દેખીમાં ઘસડાતો જોઈ એક ગઝલ જન્મી,
તે પ્રસ્તુત છે.

લાલ રાખી ગાલ બસ ,ઉજવો દિવાળી,
જીંદગી છો જસની તસ , ઉજવો દિવાળી..

છે અમાવશ રાત ,રોશન ઘર-ગલી છે!
તુજ ઘરે છો હો તમસ, ઉજવો દિવાળી.

દિલમાં હો- છો, દુખ ઘણાં, સંતાડ સગળું.
ખોટ્ટે-ખોટું થોડું હસ,ઉજવો દિવાળી.

એક સપનું તૂટતૂં, જાગે નવા સો,
મન કરીને તારૂં વશ ,ઉજવો દિવાળી.

હું ને હું નાં ,આ વમળમાં, તું ફસાયો!
ખુદથી થોડો આઘો ખસ, ઉજવો દિવાળી..

દોડતો કાં આંધળું, ચેતન સદા તું?
છોડ મ્રુગ કેરી તરસ , ઉજવો દિવાળી….

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા….

4. vishwadeep - જાન્યુઆરી 18, 2007

દિવાળી આવીછે, ચાલો આપણે ગુંસ્સાને માટીના માટલા માં મુકી,
ગામને ઉકરડે મુકી દઈએ.
પ્રેમના પ્યાલામાં સ્નેહની સાકર ભરી,
ચાલો સૌને પીવા આપીએ.

નવી આશા, ઊષાના આગમન સાથે આવી છે,
ચાલો આપણે નિરાશા છોડી એનું આગમન કરીએ.

અણગમાનો વેશ ઊતારી,
ચાલો સૌને મન-ગમતા વેશ પહેરીએ.

તારી મારી વાતોનું વહેમ નું વડું,
ચાલો આપણે દૂર-દૂર કોઈ કુંડાળામાં પધરાવી દઈએ.

શુંભ કંકુનો સાથિયો પાડી,
ચાલો આપણે સૌનું આગમન કરી એ.

દિવાળી આવી છે, શુંભ કામના લાવી છે,
ચાલો આપણે સૌ ભેદ ભાવ ભુલી ને,
વિશ્વ-કુટંબની ભાવના રાખી,
શુંભ કાર્ય્ નો આરંભ કરી એ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: