jump to navigation

એ શું? જાન્યુઆરી 4, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ…

માનવીનું ચંચળ મન દુનિયામાં દરેક બાબતમાં હંમેશા ‘એ શું?’ ની અટકળો કરતું રહેતું હોય છે… પછી ભલે એ પદાર્થ હોય, પ્રકૃતિ હોય કે લાગણી હોય!  આ ‘એ શું?’ ની અટકળોને શ્રી બાલુભાઇ પટેલે એમની ગઝલ કરું ફરિયાદ કોને હું? માં અદભૂત રીતે વર્ણવી છે…

શ્રી બાલુભાઇ કહે છે કે…

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?–

એમની આ ગઝલના કોમેંટમાં મેં પણ એક પંક્તિ લખી હતી…

ઢંઢોળી અંતર ઊર્મિ કોઇ,
આંસુથી રવી જતું એ શું?

તો મિત્રો, આપણે પણ આપણા મનને આ ‘એ શું?’ ની અટકળો કરાવીએ તો કેવું?!!

એમ પણ આપણા મનને તો માત્ર થોડો ખોરાક જ આપવાની જરૂર હોય છે ને… પછી જુઓ એ કેવી કેવી અટકળો કરે છે!! 
હા, તમારા મનની અટકળોને શબ્દનું રૂપ આપીને અહીં ગમતાનો ગુલાલ કરવાનું ભુલશો નહીં…!!!

એકાદ પંક્તિ, શેર, કાવ્ય કે ગઝલ…

ટિપ્પણીઓ»

1. pravina kadakia - જાન્યુઆરી 6, 2007

પ્રયત્નો પારાવાર કર્યા
હાથતાલી દઈ ગયુઁ એ શૂઁ

2. devika dhruva - જાન્યુઆરી 6, 2007

કાગળના મંચ પર કલમ નાચે,
શબ્દોના સાજ ધરે ને કઈક રચે,એ શુ ?

3. vijayshah - જાન્યુઆરી 7, 2007

હાસ્ય ખીલતુ રહ્યુ અશ્રુ સાથે
નવોદીત શીશુ જે માંગે એ શું?

દેતા ના ધ્રુજિયા હાથ ત્યારે
આજે છે ખાલી શ્વાસ એ શું?

એક પામવા બીજાને ત્યજવુ
તારાજ મમતા રડતી એ શું?

પ્રેમનાં અનન્ય સ્વરુપ તે
સમજે ના ને જલતી એ શુ?

પરમને પામવા આત્મા
જ્યમ દેહને તજતી એ શુ?

4. hemantpunekar - જાન્યુઆરી 9, 2007

તમે આપેલા રદીફ “એ શું” માં થોડાક ફેરફાર સાથે આ રચના આપુ છું.

અળગુ કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યુ એ શું હતુ

ઠારવાને જલ નહીં લોહી વહ્યું
તોય જે સળગ્યા કર્યુ એ શું હતુ

વિશ્વ જીતીને લઇ આવ્યા તમે
તોય મન ઝંખ્યા કર્યુ એ શું હતુ

સુખની સૂંવાળી નરમ ચાદર મહીં
શૂળ શુ ડંખ્યા કર્યુ એ શું હતુ

-હેમંત

5. ઊર્મિસાગર - જાન્યુઆરી 9, 2007

ઢંઢોળી અંતર ઊર્મિને કોઇ,
આંસુથી રવી જતું, એ શું?

મુજમાંથી નીકળી જઇને કૈંક,
તુજમાં સમાઇ જતું, એ શું?

જોજનોની છે આમ તો દૂરી,
ને શ્વાસમાં પમરાતું, એ શું?

શમણાંથી સજેલી આંખોમાં,
કણી જેમ ખુંચી જતું, એ શું?

ઊર્મિ ભર્યા ઊરમાં ય ક્યારેક,
પથ્થર સમ બની જતું, એ શું?

6. સુરેશ જાની - જાન્યુઆરી 10, 2007

મુકતક
——
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલીથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું?

7. Jayshree - જાન્યુઆરી 12, 2007

અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે.. તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું
‘એ શું?’!!!!

8. Sangita - જાન્યુઆરી 13, 2007

I really like “Ae Shun” by Mr. Hemant Punekar, Ms. Jayshree, Ms. Urmi and Ms. Devika.

9. Neela Kadakia - જાન્યુઆરી 14, 2007

એ શું વહી રહ્યું મારી ભીતર?
ખોબો ભરી મંડી ઉલેચવા
નેણને ખૂણેથી ઝાંખતું અશ્રુ પૂછે
એ શું વહી ગયું હૃદયની ભીતરથી

10. સુરેશ જાની - જાન્યુઆરી 15, 2007

મારી પ્રથમ અછાંદસ રચના –
——————————
એ શું?

આમ તો રોજ સૂતા પહેલાં, જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …

રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.

અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે,
ખરેલાં પાનના વિયોગમાં
આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.

પણ ……

કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.

એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,

પણ …..

એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.

અને મુગ્ધ મને પૂછ્યુ…

”એ શું?”

11. એ શું? - સુરેશ જાની, Suresh Jani « કાવ્ય સૂર - જાન્યુઆરી 19, 2007

[…] જાન્યુઆરી- 2007 ના રોજ ‘સર્જન સહીયારું’ પર પ્રકાશિત મારું પ્રથમ અછાંદસ […]

12. સંકલિત: 'એ શું?' « સહિયારું સર્જન - પદ્ય - એપ્રિલ 19, 2007

[…] આગળની પોસ્ટ:  એ શું? […]

13. મુકતક « કાવ્ય સૂર - ડિસેમ્બર 4, 2009

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: