jump to navigation

‘તઝમીન’ બનાવો ડિસેમ્બર 21, 2006

Posted by સુરેશ in તઝમીન, સર્જનક્રિયા.
trackback

         તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
ડો. રશીદ મીર

ઘણી તઝમીનોના સર્જક જનાબ ‘રાઝ’ નવસારવી   ની બે તઝમીનો નીચે આપી છે.
————————————————-
મરીઝ

લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
————–
તઝમીન
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
——————————————————
બરકત વીરાણી ‘બેફામ’

’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
————
તઝમીન
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
———————————————————

નીચે બે શેર આપ્યા છે.

જનાબ ‘રાઝ’ નવસારવી

રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
—–
જનાબ અમૃત ‘ઘાયલ’

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

 _____________________________________________

હવે આ ચાર શેરમાંથી કોઇ એક, બે, ત્રણ કે ચારે ચાર (!) શેર પર ‘તઝમીન’ બનાવવા આપ સૌને ઇજન છે.

ટિપ્પણીઓ»

1. વિવેક - ડિસેમ્બર 21, 2006

બંને તઝમીન સુંદર છે… આભાર, સુરેશભાઈ!

2. લયસ્તરો » તઝમીન - ‘રાઝ’ નવસારવી - ડિસેમ્બર 21, 2006

[…] આ શેર પરથી રચેલ તઝમીન : […]

3. vijayshah - ડિસેમ્બર 22, 2006

નાના હતા ત્યારે દોસ્તો રમકડાં સુધી ગયા
મોટા થયા ત્યારે તો ધંધા સુધી પણ ગયા
કળયુગમાં નાણા જ સર્વે સર્વા બની ગયા
સબંધોનાં ત્રાજવા તેથી તો બધા ફરી ગયા
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

વિજય શાહ

4. રમેશ શાહ - ડિસેમ્બર 22, 2006

‘તઝમીન’ વિષે ખુબ ઉપયોગી માહિતી સાંપડી.પ્રયત્ન કરવાની લાલચ જાગે એવી સુંદર સમજ આપવા માટે ધન્યવાદ.

5. Adil Mansuri - ડિસેમ્બર 22, 2006

‘તઝમીન’ રચવાના નિમંત્રણ બદલ આભાર. ક્યારેય તઝમીનની રચના કરી નથી.આપના આગ્રહને વશ થઈ પ્રયત્ન કર્યો છે.
– આદિલ મન્સૂરી

હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે
બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે
ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

6. રાઝ’ નવસારવી, Raz Navasarvi « ગુજરાતી સારસ્વત પરિચય - ડિસેમ્બર 22, 2006

[…] ———— #  તઝમીન     :  બરકત વીરાણી ‘બેફામ’ ના શેર પરથી – […]

7. chetu - ડિસેમ્બર 22, 2006

કિનારે થી નિક્ળી મઝધાર સુધી ગયા
અમારા દિલ મા થી નિકળી દોસ્તો ના દિલ સુધી ગયા
સન્જોગો એ લીધી જો કરવટ,એ અમારા નસીબ સુધી ગયા
સબંધોનાં ત્રાજવા તેથી તો બધા ફરી ગયા
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.!!!!!

8. સુરેશ જાની - ડિસેમ્બર 22, 2006

આદરણીય આદિલભાઇ,
આપનો ખૂબ ખૂબ આભાર . આપે સમય કાઢી અમારા ઉત્સાહને વધાર્યો છે. યુવાન પેઢી માટે આવું સર્જન કરવાનું પ્લેટફોર્મ બહુ જ ઉપકારી નીવડશે.
આપના સહકાર બદલ અમે બહુ જ ઋણી છીએ.

9. ઊર્મિસાગર - ડિસેમ્બર 22, 2006

કોણ મળે છે કહી- ‘હું હમણાં મળું’?
કહ્યું’તું તમેય, ‘ફરી હું આવી મળું’,
શક્ય નથી, ખુદને ય હું ફરી મળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા !


એમની યાદમાં ક્યારેક બહેકી જવું પડ્યું,
એમણે ય અમારી યાદમાં ફરકી જવું પડ્યું,
ચરણોએ ક્યાં કશે ય ક્યારેય જવું પડ્યું?!
‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.


સત્ય મિટાવવા જુઓ ગન સુધી ગયા,
શ્રદ્ધાને મારવા તેઓ ગગન સુધી ગયા,
સ્પર્શી જો ના શક્યા તો ઝહર સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.


તમારા વિરહમાં ય વફા જિંદગીની છે!
યુગો સમાન પળોની કૃપા જિંદગીની છે,
ઝાંઝવાઓ, જુઓ! શી મજા જિંદગીની છે!
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!

ઊર્મિસાગર

10. Mohammedali Bhaidu "wafa' - ડિસેમ્બર 22, 2006

દવા મારી નથી _સીરતી

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી.
_સીરતી

તઝ્મીન: _સૈયદ ‘રાઝ’ નવસારવી.

છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_સૈયદ ‘રાઝ’ નવસારવી.

એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

તઝ્મીન:

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી..

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
14જુલાઈ2006

છન્દ:ગાલગાગા,ગાલગાગા,,ગાલગાગા,લગા
(મ.સીરતી સાહેબ ના એક શેર પર તઝમીન અથવા પુરી ગઝલ લખો,)

11. Mohammedali Bhaidu "wafa' - ડિસેમ્બર 23, 2006

તઝમીન_મોહમ્મદ અલી ,વફા”
– મરીઝ
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ

બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ

લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!

_મોહમ્મદ અલી,વફા,

– બરકત વીરાણી ‘બેફામ’
ગાગાલગા,ગાગાલગા,ગાગાલગ,લગા
આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,

જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તા તણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ

’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી

_મોહમ્મદ અલી,વફા,

જનાબ ‘રાઝ’ નવસારવી

નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
_મોહમ્મદ અલી,વફા,

જનાબ અમૃત ‘ઘાયલ’

ગાગાલગા, ગાગાલગા,ગાગાલગા,લગા
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!

ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

_મોહમ્મદ અલી,વફા,

12. Chiman Patel "CHAMAN" - ડિસેમ્બર 23, 2006

કામ સીવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કરતાં કોઈની અંદરથી ડરું,
એટલા માટેતો જૂદો હું સહુથી પડું,
સૌ કહે આપ મોઘા થઈ ગયા !

13. Chiman Patel "CHAMAN" - ડિસેમ્બર 23, 2006

કામ સિવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કોઈની કરતાં અંદરથી ડરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે આપ મોઘા થઇ ગયા !

I have corrected this one by adding three lines of mine. One I submitted earlier was NOT correct per the defination of “TAZAMIN” i think. Please let me know.

14. Devika Dhruva - ડિસેમ્બર 23, 2006

સુરજનુ તેજ છે ધરા સુધી,
ધરાની મહેંક છે ગગન સુધી,
ગગનની ધારા છૅ સાગર સુધી
બેફામ તોયે કેટલુ થાકી જવું પડયું
નહીતર જિવનનો રાહ છે,ઘરથી કબર સુધી
દેવિકા રાહુલ ધ્રુવ
હયુસ્ટન

15. Devika Dhruva - ડિસેમ્બર 23, 2006

કોમળતા માટે ફૂલૉને મળુ,
વિશાળતા માટે આકાશને મળુ,
માનવને કહો કેમ મળુ?
લાખ ચિંતામાં છું હું કોને મળુ ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા….

16. સુરેશ જાની - ડિસેમ્બર 24, 2006

પાસે હતી મતા તો બધા મિત્ર સૌ રહ્યા,
જો નામના હતી તો જુઓ! બાંધવો રહ્યા,
ચાલી ગયું બધું તો બધા વિસરી ગયા,

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

17. સુરેશ જાની - ડિસેમ્બર 24, 2006

દુઃખ અને દુઃખ છે કહો કોને મળું ?
માથે સવાર શેર છે , કોને મળું?
માનશે કોઇ નહીં કોને મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!

18. સુરેશ જાની - ડિસેમ્બર 24, 2006

રસ્તા મળ્યા ન કોઇ મને, શોધવું પડ્યું,
મંજિલ સુધી જવા રે! અહીં દોડવું પડ્યું,
’સુરેશ’ મારે જોજનો ભટકી જવું પડ્યું.
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.

19. સુરેશ જાની - ડિસેમ્બર 24, 2006

વનમાં વિલાસ જેવી બધી વારતા જ છે.
કોઇ સુણે નહીં આ કથા એકલાની છે.
‘સુરેશ’ કહો ચાલ! તો ક્યાં ચાલનાર છે?
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.

20. વિવેક - ડિસેમ્બર 26, 2006

રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
– જનાબ ‘રાઝ’ નવસારવી

અલ્લાહ! તું જો, કેવી વ્યથા જિંદગીની છે!
પથ્થર ને છુરી પાસે રજા જિંદગીની છે;
ચારેતરફ ભલે ને હવા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

-વિવેક

21. pravina avinash kadakia - જાન્યુઆરી 9, 2007

નારાજ થયા જે લોકો અબોલા સુધી ગયા
વહાલાઁ વહાલ વિસારી વેરી થઈ ગયા

આશા નિરાશાના ચક્કરમાઁ વિચારો અટવાઈ ગયા
વિચારોનાઁ વમળમાઁથી નિકળી અમે કિનારા સુધી ગયા

22. Pravina Avinash Kadakia - જાન્યુઆરી 9, 2007

નારાજ થયા જે લોકો અબોલા સુધી ગયા
વહાલાઁ વહાલ વિસારી વેરી થઈ ગયા

આશા નિરાશાના ચક્કરમાઁ વિચારો અટવાઈ ગયા
વિચારોના વમળમાઁથી નિકળી અમે કિનારા સુધી ગયા

23. સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’ « સહિયારું સર્જન - જાન્યુઆરી 19, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]

24. સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા « સહિયારું સર્જન - ફેબ્રુવારી 26, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]

25. sagarika - માર્ચ 15, 2007

આપની તે ઝઁખના મા સળગવુ પડ્યુ, સમય ના ઈશારા પર નાચવુ પડ્યુ, કોણ જાણે ક્યા ક્યા ભટકવુ પડ્યુ, ’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી

26. sagarika - માર્ચ 15, 2007

મને પોતાને હુ કેમ રે છળુ? આપની યાદો મા રોજ હુ બળુ, મોત અને વિરહ ને એક હુ ગણુ, લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયાક જ ગણુ,

27. સંકલિત - રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી « સહિયારું સર્જન - માર્ચ 22, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]

28. સંકલિત - રાઝ-તઝમીન-4 :- ખંજર સુધી ગયા « સહિયારું સર્જન - માર્ચ 22, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]

29. sagarika - માર્ચ 23, 2007

સુરજ ક્યાંથી પહોંચે ફુલની ભીનાશ સુધી, હું તો પહોંચુ આંખો માં થી હ્દય સુધી, કેમ કરી ને પહોંચુ આપના ઘર નાં દ્વાર સુધી, ’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.

30. આભાર, આદીલજી! « સહિયારું સર્જન - પદ્ય - મે 19, 2007

[…] આ નવોદીતોની કવીતા-શાળામાં આદીલજી એ પણ તઝમીન  બનાવીને અમારા ઉત્સાહને એક નવો વળાંક […]

31. deepak parmar - મે 19, 2007

તરસે મારા હાથ તો પાણી સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો લોહી સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

– દીપક પરમાર (“દીપ”)

32. Jugalkishor - મે 21, 2007

આપણે આજ સુધી એને ‘ પાદપૂર્તિ’ કહેતા આવ્યાં છીએ. એના કેટલાક પ્રકારો પણ છે. પંડીતયુગની પહેલાંથી આ ચાલ્યું આવે છે. પાદપૂર્તિમાં એક પંક્તી પરથી મોટાભાગે મુક્તકો રચાતાં. ક્યારેક તો પાદપૂર્તિની પંક્તિ પ્રથમ પણ આવતી એટલું જ નહીં એ પંક્તિને ધ્રૂવપંક્તિ બનાવીને આખી કવિતા સર્જવામાં આવતી અને નક્કી કરેલી એક કે એકથી વધુ પંક્તિઓ પર મુશાયરો યોજાતો ! બધા હાજર કવિઓ એ પાદપૂર્તિઓને ધ્રૂવપંક્તિ બનાવીને રચનાઓ રજૂ કરતા !

“સર્જન સહિયારું” એ પણ નેટ પરનો મુશાયરો જ છે ને ! અહીં આપવામાં આવેલી પંક્તિ પર સૌ કલમ અજમાવી શકે છે.

આદિલજીના જન્મદિન નિમિત્તે ( બહારગામ હોઈ) મોડો મોડો પણ મારી વંદના પાઠવું છું અને તઝમીન-શીક્ષણ-તક માટે મારો હરખ વ્યક્ત કરું છું. આપણે એનાથી ઘણું મેળવી શકીશું. જુ.

33. સંકલિત: દેશભક્તિ અને શહીદી « સહિયારું સર્જન - પદ્ય - જુલાઇ 11, 2007

[…] કવિશ્રી ઝવેરચન્દ મેઘાણીની એક પંક્તિ પર (છેલ્લી બે લીટી) એક તઝમીન… (તઝમીન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક … […]

34. ઊર્મિનો સાગર » આવશે (તઝમીન) - નવેમ્બર 20, 2008

[…] સાહેબનાં એક અમર શેર પર લખેલી એક તઝમીન… શ્રી આદિલસાહેબને અંજલીરૂપે […]

35. Vallabhdas Raichura - એપ્રિલ 21, 2010

Dear Shayars:

I am a novice for both Shaayari and Tazameen. But one thing is certain:
Indeed, I relished the new experience and each one of the 34 replies
above.

Thanks,

Vallabhdas Raichura
Maryland,April 21,2010.


Leave a reply to Adil Mansuri જવાબ રદ કરો