jump to navigation

સંકલિત: ‘નામ- ઉપનામ એક સાથે’ ડિસેમ્બર 14, 2006

Posted by સુરેશ in ગઝલો, રુબાઇ.
trackback

              6 ઠ્ઠી ડીસેમ્બરે આપણે ગુજરાતી સાહિત્યમાં   ‘નામ-  ઉપનામ એક સાથે’   હોય તેવા સર્જનોની  શોધ ખુલ્લી મૂકી હતી. આ ઘણા જ મુશ્કેલ કામને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, અને તે માટે ભાગ લેનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
            એક તો કવિતામાં ઉપનામ કે તખલ્લુસ વાપરીને લખતા કવિઓ ઓછા, અને ઉપનામ વાપર્યા પછી નામની શી જરૂર એમ માનનારા વધારે. આથી જ આ શોધ ઘણી કઠણ હતી. નીચે આવી રચનાઓ સંકલિત કરી છે. ઘણામાં નામ નહીં લખવાનો ભાવ પણ કવિઓએ પ્રદર્શિત કર્યો છે.

———————————————————-

અમૃતલાલ ભટ્ટ –  અમૃત ‘ઘાયલ’

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’  નું
છતાં હિમ્મત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે.
——
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું.’
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું

————————————————————

બરકત વિરાણી ‘બેફામ’

વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવાઇ જવા તૈયાર છે,
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.

————————————————————

ઇમામુદ્દીન બાબી  –   ‘રૂસ્વા’ મઝલુમી 

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ‘ઇમામુદ્દીન’ ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

——————————————————- —-

રજની પાલનપુરી

ઇશ્કની મસ્તી મહીં ચકચૂર છું,
હુસ્નની દુનિયા મહીં મશહૂર છું,

શું તમે ના ઓળખ્યો એને હજી?
નામ ‘રજની’  થાન ‘પાલનપૂર’ છે.

————————————————————-

અબ્બાસ વાસી  ‘મરીઝ’

જો યાદ હો પ્રેમાળ હૃદયની સાથે,
છે એની અલમ છાંયડી સૌના માથે;
‘અબ્બાસ’ અલમદારને કર યાદ ‘ મરીઝ’
આપે છે મદદ સૌને એ છુટ્ટા હાથે.

————–

આ એક શાયરની પંક્તિ છે, ‘મરીઝ’ એનું તખલ્લુસ છે.
નથી ગુજરાતના પૂરતી, ગઝલ મારી, કલા મારી.

——–

‘જા ગુમ થા’ હતો તારો હુકમ તો પછી ‘ અબ્બાસ’
ગુમ ક્યાં હો બીજે એ તારા સ્વપ્નમાં સર્યો. 
( કદાચ આ એક જ જગ્યાએ તેમણે પોતાનું નામ વાપર્યું છે.)

————————————————————-

અલીખાન બલોચ –  ‘શૂન્ય’ પાલનપુરી

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો, શું કહું?
‘શૂન્ય’ શું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ!

——-

ભવ – ભૂલ્યાની હાલત બૂરી!
વન વન ભટલે મૃગ – કસ્તુરી !

નામ નહીં પણ ઠામનું બંધન !
‘શૂન્ય’ થયો પણ ‘પાલનપુરી’ !

————————————————————

               હજુ પણ કોઇ આવી રચના તમારા વાંચવામાં આવે તો તે જણાવી આ સંગ્રહને વધુ સમૃધ્ધ કરી શકો છો .

ટિપ્પણીઓ»

1. Dhaval - ડિસેમ્બર 15, 2006

Great collection ! First of its kind I have ever seen !

2. Jugalkishor Vyas - ડિસેમ્બર 15, 2006

સારું કર્યું મને આ કાર્યક્રમની ખબર જ નહોતી !
નહીંતર આબરુ જ જાત; મને તો સાચ્ચે જ આટલાં બધાં તખલ્લુસની ખબર જ નહોતી.!મેં એ સર્ક્યુલર વાંચેલો જ નહીં.(સારું થયું આબરુ બચી-લાખો પાયે.)

ખબર કરનારનો હોતો નથી કંઇ આમાં વાંક;
ખબર પડતી નથી, છું આ બધામાં સાવ રાંક.
ને તૉય મારું સાચવી લેવાને નાઆઆક,
ભાગ લૈને આ બધામાં આપવું પડશે જ કાંક.

આવા કાર્યક્રમો બદલ ધન્યવાદ !

3. અરવિન્દ ઉપાધ્યાય - ડિસેમ્બર 15, 2006

મિત્રો,
ધન્ય છે તમારી નવલી વિચાર શક્તિ ને. ખૂબજ સુન્દર.
અરવિન્દ ઉપાધ્યાય

4. Jayshree - જાન્યુઆરી 1, 2007

સાવ પોચા રૂનો ઇંટાળો હતો
એ જયેન્દ્ર શેખડીવાળો હતો
આઠ અક્ષર ને ત્વચાની કેદમાં
હીંબકા ભરતો સમયગાળો હતો.

5. સુરેશ જાની - મે 28, 2007

હોઉં છું ક્યારે વળી ઇતિહાસમાં
આ અહીં ધબકું છું રાજેશ વ્યાસમાં .
આખી ગઝલ વાંચો –
http://www.forsv.com/guju/?p=489


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: