jump to navigation

ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો ડિસેમ્બર 12, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, હમણાં જ ચોથી ડિસેમ્બરે લયસ્તરોને બે વર્ષ પૂરાં થયા… લયસ્તરોને ખુબ ખુબ અભિનંદન!  મારા માનવા પ્રમાણે, આપણા આ ગુજરાતી બ્લોગ જગતમાં લયસ્તરોનું સ્થાન ખરેખર અનોખું છે.

વળી, બે વર્ષનાં બાળકને આપણે કોઇને કોઇ ભેટ તો આપવી જ પડે ને?!!!  તો લયસ્તરોને ભેટરૂપે આજનાં વિષયના આ ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો !! 

તો આ બે શબ્દો (લય અને સ્તર/સ્તરો) અથવા એક શબ્દનો (લયસ્તરો) ઉપયોગ કરી તમે કોઇ પણ રચનાઓ બનાવી શકો છો… શેર, મુક્તક, હાઇકુ, મુક્તપંચિકા, કાવ્ય/ગઝલ, કે કંઇ પણ…

અહીં પ્રસ્તુત છે લયસ્તરોને બીજા જન્મદિવસ પર શુભેચ્છારૂપે પાઠવેલી મારી એક મુક્તપંચિકા…

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળક! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!

તો ચાલો, આપ સૌ પણ લખવા માટે તૈયાર છો ને?!!

ટિપ્પણીઓ»

1. Kiritkumar G. Bhakta - ડિસેમ્બર 12, 2006

ખુબ ખુબ અભિનંદન,

મા ના જેવું સ્તર છે જેનુ નામ તેનું માસ્તર,
લય જેને ઢાળ્યા સ્તરમાં,તેનું નામ છે લયસ્તર.
પેદા થયું મજૂરી કરવા,નામ છે તેનું માસ્તર,
આ મજરીને લયમાંઢાળે,નામ છે તેનું લયસ્તર.
બાર માસની ઋતુઓના બની ગયા છે છ સ્તર,
બધા રંગો ભેગા કરીને,સાતમી ઋતુ લયસ્તર.
આવડી અમથી અવનિ મહી,દીઠાં ત્રણ ત્રણ સ્તર,
આખાબ્ર્હ્માંડને એક સ્તરમાં ભાળે,તે છે લયસ્તર.

2. Chiman Patel "CHAMAN" - ડિસેમ્બર 14, 2006

સહકાર જો
મલે સહુનો,
પ્રગતિના શિખર
જોવા મલશે-
લયસ્તરોમાં!
~ચીમન પટેલ ‘ચમન’

3. Neela Kadakia - ડિસેમ્બર 14, 2006

પ્રભુની કૃપા
રહે સદાય
લયસ્તરો મેળવે
નવા પ્રગતિ
કેરાં શિખર

નીલા

4. vijayshah - ડિસેમ્બર 14, 2006

વિસ્તરતુ રહે સદા સ્તર તારુ લય સ્તર
વિશ્વ સમગ્ર ચાહે ઉચ્ચ તારુ લય સ્તર
ઉભરતા સુરેશ વિચારો પામે લય સ્તર
ધવલ વિવેક જોડી સેવે સંગે લય સ્તર

5. સુરેશ જાની - ડિસેમ્બર 16, 2006

ત્રણમાંનો એક પણ શબ્દ વાપર્યો નથી પણ લય સ્તરો તો છે . ચાલશે?

લખું છું હું થોડું, પણ વાંચું વધુ છું.
યતનથી એ વાંચેલું માણી શકું છું.
સ્તવન, ગીત, ગઝલો, અછાંદસ ને હાઇકૂ
રોજેક કવિતા હું પીરસી શકું છું.

6. વિવેક - ડિસેમ્બર 21, 2006

મારે અહીં કહેવું હોય તોય શું કહું?
આભાર, મિત્રો…

7. સંકલિત: લયસ્તરોને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ! « સહિયારું સર્જન - જાન્યુઆરી 15, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તર… […]


Leave a reply to Kiritkumar G. Bhakta જવાબ રદ કરો