jump to navigation

નામ – ઉપનામ એક સાથે !! December 6, 2006

Posted by સુરેશ in મુક્તકો.
trackback

“જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’  નું
    છતાં હિમ્મત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે. “

અહીં આદરણીય કવિએ પોતાનું નામ અને ઉપનામ એક જ શેરમાં સાથે આપ્યું છે.

આજે એક નવી શોધ સૌની સામે ખુલ્લી મુકું છું.

જાણીતા શાયરોના આવા શેર આપણે શોધીશું, જેમાં આ રીતે તેમણે પોતાની ઓળખ આપી હોય.

Comments»

1. UrmiSaagar - December 6, 2006

વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવાઇ જવા તૈયાર છે,
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.

2. Jayshree - December 6, 2006

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

3. સુરેશ જાની - December 7, 2006

‘અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું.’

થોડીક ભૂલ સુધારું?

‘અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું.’

4. nilam doshi - December 9, 2006

દાદા,આ શોધવાનું અઘરુ કામ સોંપી દીધું છે હો!!!!

અને અઘરુ હોય એટલે તો કરવું જ રહ્યું ને?

5. Kiritkumar G. Bhakta - December 11, 2006

‘રજની’પાલનપુરી,
નામ રજની છે,ગામ પાલનપુર છે.
‘શેખાદમ આબુવાલા’
જન્મ્યું છે જયારથી આ જગત આદમ થી શેખાદમ સુધી..
થોડી ઉતાવળમાં છું,બાકી ફરી ક્યારેક…
જય જય ગરવી ગુજરાત.

6. સુરેશ જાની - December 12, 2006

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

– ‘રૂસ્વા’ મઝલુમી

7. Kiritkumar G. Bhakta - December 12, 2006

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું જલન નહીતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહી આવે.
કરી દો માફ સ્નેહીઓ,ઉઠાઓ એક બાબત પર,
જલનની લાશ ઉંચકવા હવે,ઇશ્વર નહી આવે.
એક ‘દિ એમંણે પોતે જાતે કહ્યુ સૈફ આજે જરા મારુ વર્ણન કરો.
સૈફ આ તાજી કબર પર નામ તો મારુ જ છે,
પણ, ઉતાવળમાં લોક કોને દફનાવી ગયા.

8. સંકલિત: ‘નામ- ઉપનામ એક સાથે’ « સહિયારું સર્જન - December 14, 2006

[…]               6 ઠ્ઠી ડીસેમ્બરે આપણે ગુજરાતી સાહિત્યમાં   ‘નામ-  ઉપનામ એક સાથે’   હોય તેવા સર્જનોની  શોધ ખુલ્લી મૂકી હતી. આ ઘણા જ મુશ્કેલ કામને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, અને તે માટે ભાગ લેનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.             એક તો કવિતામાં ઉપનામ કે તખલ્લુસ વાપરીને લખતા કવિઓ ઓછા, અને ઉપનામ વાપર્યા પછી નામની શી જરૂર એમ માનનારા વધારે. આથી જ આ શોધ ઘણી કઠણ હતી. નીચે આવી રચનાઓ સંકલિત કરી છે. ઘણામાં નામ નહીં લખવાનો ભાવ પણ કવિઓએ પ્રદર્શિત કર્યો છે. […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: