jump to navigation

એક છોકરી November 26, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આજનો આપણો વિષય છે: એક છોકરી

‘એક છોકરી’ વિશે કંઇક લખવા માટે આપ સૌને આમંત્રણ છે!

કવિ શ્રી શોભિત દેસાઇ ‘એક છોકરી’ વિશે જણાવે છે કે…

ek_chhokari.JPG

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

(આખું કાવ્ય વાંચો… ઊર્મિનો સાગર પર…)

તો મિત્રો, ચાલો… હવે કલમ ઉપાડો (કે પછી કી-બોર્ડ પર આંગળીઓ ચલાવો)…

* * *

Advertisements

Comments»

1. ખીંટીં ઉપર ખુદની ઇચ્છા -શોભિત દેસાઇ « ઊર્મિનો સાગર - November 26, 2006

[…] સહિયારું સર્જન પર ‘એક છોકરી’ વિશે કંઇક લખવાનું આપ સૌને આમંત્રણ… […]

2. સુરેશ જાની - November 26, 2006

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખું યે ગામ વળે નીચે..

એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે.
બીજું શું થાય, કંઇ પત્થર થઇ જાય …

– રમેશ પારેખ

3. સુરેશ જાની - November 26, 2006

…. એક ચોખંડી ચીજ બની જાય છે.

4. amitpisavadiya - November 27, 2006

એક છોકરી
એ જ્યારથી કહ્યુ
‘હેલ્લો’
ત્યારથી જાગ્યો
દિલમાં
‘હલ્લો’

અમિત.

5. prarthnamandir - November 28, 2006

એક હાથ છે આંખો ઉપર
ને બીજો ધબકતાં દિલ ઉપર
એક છોકરી શરમાયને
મારું વિશ્વ એમાં સમાય છે.

અડોઅડ બેઠી છે
પાછળ એ બાઈક ઉપર
એક છોકરીની શિખામણ છતાંય
આટલી બધી ઝડપ મરાય છે?

ફૂટતાં દાણાં મકાઈના ને
મસાલો પણ છંટાય છે
એ છોકરી મઝાથી ખાય ને
બે હોઠો વચ્ચે દિલ પીસાય છે !

અડું તો ગુસ્સે થાય ને
ના અડું તો ઈશારા થાય
એક છોકરીએ ઉભી કરેલી મૂંઝવણ
ને એમાં દિવાનો મૂંઝાય છે !

આ મારી કાપલી ને લા’ય તારી કાપલી,
એક-બે કિતાબોની આપ-લે પણ થાય,
એક છોકરી નથી સાવ ભોળી,
બહુ જલ્દીથી એને ઘરે જવાનું મોડું થાય છે !

6. vijayshah - November 28, 2006

તુ જ્યારે એક છોકરી હતી
ત્યારે જીવનમાં બહુ મઝા હતી
તુ અલભ્ય હતી
તેથી તને ચાહવામાં આહ હતી
તુ સજની થાય તે
તડપ અને જલદ ચાહ હતી.
કેમ દુર છે બેઠી
કહેવુ તે ફક્કડ વાત હતી.
તુ આવીશ તો તને આમ કહીશ
તેમ કરીશ,ગાડુ ભરીને વહાલ કરીશ
જેવી કંઇ કેટલીય ગુલાબી કલ્પનાઓ હતી

આજે જ્યારે તુ સજની છે
ત્યારે તુ છોકરી નથી જેવી
કોઇ અધુરી વાત નથી. ફરિયાદ નથી
પૂર્ણતામાં અધુરપ જેવી કોઇ સજા નથી
http://www.vijayshah.wordpress.com

7. ઊર્મિસાગર - November 28, 2006

બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.

8. એક છોકરી « ઊર્મિનો સાગર - November 28, 2006

[…] ‘એક છોકરી’ વિશે સહિયારું સર્જન પર લખેલી રચનાઓ… […]

9. ઊર્મિસાગર - November 28, 2006

મુજમાં ક્યાંક ‘રે છે,
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી ’રે છે એ છોકરી !

ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.

પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.

પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,

સર્જન કર્યું છે ખુદ જેણે
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી.

10. nilam doshi - December 3, 2006

એક છોકરીની વાત આવે અને રમેશ પારેખ યાદ ન આવે એવું બને?

11. Jayshree - December 5, 2006

પોતાની ઊર્મિના સાગર મહીં,
એક છોકરી…
ચાતક નજરે
પ્રતિક્ષા કરે,
ને છીપ સમું તરસે-
સ્વાતિનું બુંદ એક,
ક્યારે વરસે ?

( કબીરજીના એક દુહાના થોડા શબ્દો પરથી લખ્યું છે )

12. Jayshree - December 5, 2006

પહાડોનાં મહિયરનું
સદાય ઉછળતું
ખળખળ વહેતું
એક મીઠું નટખટ ઝરણું…
નદી બનીને તલસે હવે એ,
ખારા સાગરમાં ઓગળવા ખુદને …
પણ-
મનની મુંઝવણ એની
પુછે હવે એ કોને જઇને?
હોય જો ભરતી સાગરમાં,
તો સાગર એને
પાછુ તો ન ઠેલે?!!

13. pravina Avinash Kadakia - January 12, 2007

એ છોકરી
વર્ષોનાઁ વહાણાઁ વાઈ ગયા ક્યાઁ છૂપાઈ એ છોકરી
હૈયામાઁ ડૂબકી લગાવી ના જણાઈ એ છોકરી
ચઁચળ ચપળ તોફાની રાણી ના જડે એ છોકરી
પિયુનાઁ પ્યારમાઁ ભિઁજાઈ બની વહાલી માત એ છોકરી
પ્રેમ આપી પ્રેમ પામી જીવને ધન્ય બની એ છોકરી
કાગળ કલમે અનેરી પ્રીત કેળવી એ છોકરી
જાઁખપ આવી ધોળાઁ થયાઁ છતાઁય અડીખમ એ છોકરી
અસઁમજસમ હવે એને શુઁ કહેવુઁ એ છોકરી

14. સંકલિત: ‘એક છોકરી’ « સહિયારું સર્જન - January 13, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   એક છોકરી […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: