jump to navigation

‘પાનખર’ ઓક્ટોબર 28, 2006

Posted by nilam doshi in સર્જનક્રિયા.
trackback

પ્રિય દોસ્તો,

ફરી એકવાર એક નવા શબ્દ સાથે આપણે મળીશું ને અહીં?
તો આજ્નો શબ્દ છે: ”પાનખર”

leaves.gif

આ શબ્દનો ઉપયોગ કરીને ગીત,ગઝલ,કાવ્ય,હાઇકુ,મુકતપંચિકા…કંઇ પણ…આપની મનપસંદ વાનગી લઇ ને આવો “સહિયારૂ સર્જન” ઉપર…. અને અમને પણ આસ્વાદ કરાવશોને એનો?
પહેલા એપેટાઇઝર મારા તરફથી….

વૃક્ષો વસ્ત્રો બદલે..
અને કહીએ આપણે “પાનખર”
વૃક્ષો શણગાર સજે પુષ્પ ના..
અને નામ આપીએ “વસંત”
પાનખર અને વસંત ની
વચ્ચેનાસમય ને???

(નીલમ દોશી)

અને હવે રસથાળ આપના તરફથી… હા, કહેશો તો છેલ્લે ડેઝર્ટ જરૂર આપીશું!!
તો ચાલો, ‘પાનખર’નું વર્ણન કરવા માટે આજે આપણે શબ્દોમાં વસંત લાવીએ!!!

* * *

Advertisements

ટિપ્પણીઓ»

1. મીના છેડા - ઓક્ટોબર 28, 2006

પાનખરનો પીળો પાન છું
રાહમાં આજ વિખરાયલો છું
શોક નથી મુજને એ વાતનો
તુજ ચરણે કચડાયલો છું
સુખ છે આ અંત સમયનો
તુજ સ્પર્શને આજ પામ્યો છું

2. ઊર્મિસાગર - ઓક્ટોબર 28, 2006

Aunty, please let Meenaben (above comment) know this…

I THINK… પાન ‘પીળો’ (પુલ્લીંગ) નહીં પણ ‘પીળું’ આવે… તમારું શું કહેવું છે??
વ્યાકરણના સુધારા સાથે ઉપરનું કાવ્ય વધુ સરસ લાગે છે!!

You can delete this comment …

3. vijayshah - ઓક્ટોબર 29, 2006

પાનખર-
થયું છે પાન પીળું,આવી છે જો પાનખર,
વિદાયની છે ઋતુ,આવી છે આ પાનખર,

ખાલી કરો તે જગા,આવી છે જો પાનખર,
તક આપવા નવાને,આવી છે આ પાનખર,

બોખા દાંતના ગીત,આવી છે જો પાનખર,
વસંત વૃધ્ધ થૈ ગૈ,આવી છે આ પાનખર,

જનમ્યુ તે જાય કહેવા,આવી છે જો પાનખર્
જીવનનું એ રહસ્ય,આવી છે જો પાનખર

કિરીટકુમાર ગો ભક્ત

4. Kiritkumar G. Bhakta - ઓક્ટોબર 29, 2006

ઉર્મિ,
કદાચ એમ કહેવાય કે જેમ ફાગણનો રંગ કેસુડો તેમ,
રંગ પીળો પાનખરનો.

5. vijayshah - ઓક્ટોબર 30, 2006

શીતવન જ્યારે ઘેરે જન મન વન ને ત્યારે
પર્ણ સૌ પહેલા ખરઁતા, ટહુકો તે પાનખરનો

પીળુડા પાઁદડાને ઓઢી, લાજ રે કાઢી ઉભી
ધરતી જુઓને સ્વીકારે મલાજો પાનખરનો.

પીયુ હોયે પરદેશ ને ઉઁડો વિરહ હોયે જ્યારે
હૈયુ રડતુ અને ત્યારે વાઁક દેખાતો પાનખરનો

ઋતુ સદા બદલતી રહે,ન કર દુ:ખ સખી
ક્યાઁ રહે છે સમય એક સરખો કો’પાનખરનો

http://www.gujaratisahityasarita.wordpress.com

6. સુરેશ જાની - ઓક્ટોબર 30, 2006

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભા, ય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.

ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પુછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

શીતળ કો બિંદુના મૃદુ સ્પર્શથી નવી કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવી જિંદગી ઉગશે.
——————————————

– આપોઆપ જ વિચારની કુંપળો ફૂટી અને અચાનક જ આ સોનેટ પ્રગટ્યું.

7. nilam doshi - ઓક્ટોબર 30, 2006

સરસ સોનેટ રચી નાખ્યું.આ બધાના ક કાવ્યમાં પાંખરની નિરાશા નહીં…વસંતના આગમનની આશા જ દેખાય છે.જે ખરેખર આવકારદાયક છે.
એ આશાનો ઉમંગ હમેશા જળવાઇ રહે…એ જ આશા સાથે.આભાર.

8. mahendra hathi - ઓક્ટોબર 30, 2006

પાનખર તો ઋતુનું નામ,
પાનખર તો કુદરતનું કામ,
પાનખરે પહોંચવા ફુલોનો પન્નો ટુકો પડે,
પાનખર તો માયા વિનાની મસ્તીનું નામ.

પાનખરે આવે સાન,
પાનખરે ઉતરે ગુમાન,
પાનખરે સિજે જ્ઞાન,
પાનખર એટલે હું અને આસમાન.

પાનખરે શું બાળવા હૈયા,
પાનખર તો બાણની શૈયા,
પાનખરે જ દેખાય ધરતીમૈયા,
પાનખરે જીવનાં થાગા થૈયા.

પાનખર એ તો સમજણની સુગંધ નો દરિયો,
પાનખરે આતમરામ ભરિયો.

એક અધુરૂ કાવ્ય… મહેન્દ્ર હાથી.

9. વિવેક - ઓક્ટોબર 31, 2006

સુરેશભાઈ, સાચે જ સુંદર સૉનેટ… છંદ પણ સરસ જાળવી જાણ્યો છે… અભિનંદન !

10. mahendra hathi - નવેમ્બર 1, 2006

thankyou very much,
aato upparvala jevu thayu,
ene to aemaj mokli didhata,
vastro gyan buddhi kai pan didha vagar.
bakinu kaam manusya e puru karvu padyu.
thanks once again.
mahendra hathi.

11. Urmi Saagar - નવેમ્બર 3, 2006

ક્યારનું નગ્ન ઉભું, થરથરું છું પાનખરમાં,
હે વસંત, આવો હવે, વસ્ત્રોથી સજાવો મને!

પાનખરમાં જયારે પાન ખરી જાય છે,
વસંત આવવાનાં વાવડ મળી જાય છે!

ઋતુની પાનખર એટલે પાનનું ખરવું,
જીવનની પાનખર એટલે ઘડપણનું આવવું,
હ્રદયની પાનખર એટલે સનમનું તરછોડવું,
ગઝલની પાનખર એટલે શબ્દોનું ખોવાવું,

‘ઊર્મિસાગર’

12. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 4, 2006

પાનખર
પાનખર નુઁ રોદણુઁ રડવુઁ નથી હવે.
ને વસંત નુ બારમુ કરવુઁ નથી હવે.

લાજ કયાઁ રાખી તમે પૂષ્પ કળીઓની
ચમનમાઁ જઈને દર્પણ ધરવુઁ નથી હવે.

__મોહમ્મદ અલી ભૈડુ,વફા, 2નવે.2006

13. સંકલિત: ‘પાનખર’ « સહિયારું સર્જન - જાન્યુઆરી 10, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘પાનખર’ […]

14. Devika Dhruva - જાન્યુઆરી 13, 2007

પાનખર

ઝીણી ઝીણી જાળી જેવી, ખરેલ પાનની ડાળી,
ક્રમ સ્વીકારી,મનને વાળી,અડગ ઉભી સૌ ડાળી.
રંગ ગયા,ફળ-ફૂલ ગયાં,ઋતુની દઈ બે તાળી,
થડ ને મૂળ બસ જડાઈ રહ્યાં,વાત સમજો શાણી.

15. Dilip Patel - ફેબ્રુવારી 24, 2007

વસુંધરા પરે વસંતના વરસોથી ગવાયા છે સવાયા ગાન

અદેખાઈએ આજ શું પાનખરના ઘવાયા ને સૂકાયા પાન?

કૂંપળ કળી ના નીકળી ના નીખરી ત્યાં કરમાઈ ગૈ ખરી

અડીખમ થડ લાગે પાળિયા ઝાડવે જાણે ગુમાવ્યા જાન

ગયા કોકિલ કૂંજન ભ્રમર ગુંજન વગડા શો વાગતો રાન

ધખી ધરતી યાચતી પડછાયાના પોત શી પથારીના દાન

નિતરી ઝાડે ઝુલતી લીલોતરી ને તળાવે થૈ લીલ ઉતરી

થાકેલ પાન ધરાએ પાથરી પાનખર ધરે પિતાંબરી વાન

વેદ શા વેણલા વદે વેદનાભર્યાં બચેલા પાકેલા પાન

વાસંતી માનપાને ફુલ્યાં ફળફૂલ ને ચડ્યું માયાવી તાન

બળી બળાપે ઝુરી એહના ઝુરાપે જોબન ઝેર જાય સરી

ખોઈ એ અહંકારી સ્વભાવ રાખવી બસ આતમની આન

સૂકી ડાળીએ ના પાંદડાના તાલ તોયે ગુંજે જીવન ગાન

ખાલીપામાં થતું ખુદને ખરું ખુદા સાથેના સંબંધનું ભાન

સમીર શરણાઈએ ડોલતી એ ડાળીઓ હરખાઈ ગૈ ખરી

ખંખેરી ખુદનો લગાવ હળવા બનવામાં છે હસ્તિની શાન

દિલીપ ર. પટેલ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: