jump to navigation

સંકલિત: “કોણ માનશે?” October 26, 2006

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૫: “કોણ માનશે?”

* * *

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
(‘શૂન્ય’ પાલનપુરી)
‘શૂન્ય’ની આ આખી ગઝલ આપ 
લયસ્તરો પર વાંચી શકો છો!

ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?
(“જિદ્દી લુવારવી”)

કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કંઈ સાર હતો કોણ માનશે?
(રતિલાલ “અનિલ”)

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?
(“મરીઝ”)
‘મરીઝ’ની આ આખી ગઝલ આપ મોરપિચ્છ પર વાંચી શકો છો!

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?
(‘રુસવા’મઝલુમી)

* * * 

‘વફા’સાહેબનાં 3 શેરો જુદાં જુદાં કાફિયા સાથે…

એ અસર વ્યથાનો હતો કોણ માનશે?
દુશ્મન આ જમાનો હતો કોણ માનશે?

શાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?
(મોહમ્મદઅલી ભૈડુ”વફા”)

* * *

શેર

બધાની વચમાં હું ખોવાયો, કોણ માનશે?
હું જ મને ખોળતો રહ્યો, કોણ માનશે?
(અરવિંદ ઉપાધ્યાય)

* * *

મુક્તક

એક રદીફ છે કોણ માનશે?
એજ હરીફ છે કોણ માનશે?
શબ્દ વિવિધ ને અર્થ વિવિધ પણ,
મૌન હનીફ છે કોણ માનશે?
(પંચમ શુકલ)

*

ગઝલ

એ ઝડપાયો એજ કારણે,
લૅટ લતીફ છે કોણ માનશે?

વેજી-બીફ છે કોણ માનશે?
ચોર શરીફ છે કોણ માનશે?

માનવ ફરતી માનવતાની,
રોંગ બિલિફ છે કોણ માનશે?

છેક ગઝલની ટોચ ઉપર છે!
અઘરી ક્લીફ છે કોણ માનશે?
(પંચમ શુકલ)

* * *

કાવ્ય

કાલે ફૂલ ખીલેલું હતું અહીં,કોણ માનશે?
આજે વેરાન બન્યો છે બાગ,કોણ માનશે?
કાલે મહેકતું જીવન હતું,કોણ માનશે?
આજે મોત નો જનાજો છે કોણ માનશે?
કાલે હતો એ નાખુદા કોણ માનશે?
આજે ડૂબી ગયો કિનારે,કોણ માનશે?
સમય કાલે મારો મિત્ર હતો,કોણ માનશે?
આજે એ જ બેવફા બની રહ્યો,કોણ માનશે?
(નીલમ દોશી)

* * *

ગઝલ

ખાવી હતી મીઠાઇ, પણ ફાક્યા જ મેં ચણા
આ તો જીવનની વાત હતી, કોણ માનશે ?

હસવામાં મેં મજાક કરી, પણ ખસી ગયું
કહું ના કરો મજાક તમે – કોણ માનશે?

સુખની હતી આ શોધ છતાં, દુઃખ મળી ગયું
જીવનની આ જ રીત છે તે, કોણ માનશે?

દાઝ્યા ઉપર લગાવતા મિત્રો જ રે! નમક
મિત્રો વિના ય ચાલશે એ , કોણ માનશે?
(સુરેશ જાની)

* * *

ગઝલ
(કાફિયા સાથે)

સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?

જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?

રસ્તામાં એ મળી ગયા તો જરા હસી લીધું,
બસ એટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?

સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?

હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?

— કાફિયા વિના–

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?

કયાં હવાનીયે જગા હતી આપણી વચ્ચે?
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

(ઊર્મિસાગર)

* * *

લઘુકાવ્ય

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?
ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?
(જયશ્રી ભક્તા)

* * *

ગઝલ

મિત્રો બહુ મજાના છીએ કોણ માનશે ?
અમે એક્બીજાના છીએ કોણ માનશે ?

પીને ઝેર નીલકઠ તો થૈ શક્યા નહીં
છતાં શંકર તો ગીરજાના છીએ કોણ માનશે ?

લુંટ્યા છે મિત્રો મન મુકીને અમને
ખુટ્યા ના એ ખજાના છીએ કોણ માનશે ?

ખાનગીમાં આવી ખુદા મને રોજ મળે છે.
માનવી એ ગજાના છીએ કોણ માનશે ?

થાય ના કદર એ વાત ઓર છે “નારાજ”
બાકી વારસ તો મીરજાના છીએ કોણ માનશે ?

(બીમલ/બાબુ દેસાઇ ‘નારાજ’)

* * *

ગઝલ

હું માણસ છું, ને મન છે મારે,
એવું કહું તો કોણ માનશે?

બે હાથ પસારી યાચું જો હું,
આંસુ ટપક્યા કોણ માનશે?

અગમ અડીખમ ઉભેલાના,
કર્યા કટકા કોણ માનશે?

સાથે મો’ર્યા,સાથે પમર્યા,
સાથે જ મર્યા તે,કોણ માનશે?
(રાજેશ્વરી શુક્લા)

* * *

લઘુકાવ્ય

વાત હતી એવી અમૂલ, કોણ માનશે?
ખિલ્યા’તા પ્રિત કેરા ફુલ, કોણ માનશે?
કીધી’તી પ્રિત કેરી ભુલ, કોણ માનશે?
વાગ્યા’તા વિરહનાં શૂળ, કોણ માનશે?
એ યાદો પર ચડી ગઇ ઘૂળ, કોણ માનશે?
(ચેતના)

* * *

અને છેલ્લે આપણા મિત્ર મણીકાકાનું કહેવું છે કે…

અલ્યા, આટલાં બધાંએ લખી દીધું…..
પરવા વિના મારી;
હવે હું તો ખરેલું ફૂલ બની
ઊડ્યા કરું રે ! કોણ માનશે ?
(મનવંત પટેલ)
🙂

* * *

 

 

Advertisements

Comments»

1. vijayshah - October 27, 2006

એક સમયે તુ પણ હતી મારા તરફ બેદરકાર કોણ માનશે?
આજે તને છે મુજથી પ્રેમ અપાર હું કહું પણ કોણ માનશે?

આજે વટથી નીકળીયે છે લઇ હાથમાં તારો હાથ સહુ માનશે
ગઇ કાલે ઝઘડતા હતા પ્રેમ માટે એ વાત હવે કોણ માનશે?

છોકરા સૌ પોત પોતાનુ લઇ ચાલ્યા જશે તે વાત સહુ માનશે
પણ ઘડપણમાં આવી બેક્ષણ સાથે રહેશે તે વાત કોણ માનશે?

જીંદગીનાં ઉતરાર્ધે નવુ શીખવાનો કર ના ચાળો સનમ કેમકે
નવુ શીખ્યા પછી નવી નોકરી મળશે તને તે વાત કોણ માનશે?

2. કોણ માનશે? « વિજયનુ ચિંતન જગત - October 27, 2006

[…] sahiyaru sarjan ahi mano   […]

3. chetu - October 30, 2006

thanks urmiji..

4. Bharat Pandya - November 7, 2006

Muvaa pachhee Sant banavo……………………………………………..
~~~~~~~~~~~~~~~~~~~~

aaje tame enaa phota paase,
mo.Ngheedaat agarabatti salagavo chho,
ane shudhaa gheeno divo karo chho,
ne taja mograana ful nee maLaa chadvo chho.
jivatee hatee tyaare,
ek divas e chaar anano gajaro lavee’tee,
tyaare tame ketaluN ,
dhakhyaa hataa
te koN manashe —-?

5. કોને ખબર? « સહિયારું સર્જન - પદ્ય - August 3, 2007

[…] મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં “કોણ માનશે?” ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં […]

6. jyoti - April 6, 2008

hai
this is a very nice effort
i like it so much
i love gujarati gazals


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: