jump to navigation

સંકલિત: ‘ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ’ ઓક્ટોબર 18, 2006

Posted by ઊર્મિ in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’

* * *

પંક્તિ

ઝડપી લઈએ રંગ ક્ષણોના થઈએ માલામાલ
ઝીલિયે અબીલ ગુલાલ!
(પંચમ શુક્લ)

* * *

કોણ? (મુક્તક)

કોણ જાણે કેટલું રંગાશે કોણ?
પાણી કોના પર પડે, ભીંજાશે કોણ?
યાદના ગુલાલ ઊછળે કે અબીલ,
સ્પર્શમાંથી લોહીમાં રેલાશે કોણ?
(ડૉ. વિવેક ટેલર)

* * *

ગઝલ
(છન્દ-ગાગાલગા,ગાગાલગા,ગગાલગા)

કઈરીત નાએ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.
એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.
પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .
રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.
સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.
દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.

(મુહમ્મદ અલી ભૈડુ’વફા’)

* * *

લઘુકાવ્ય

ઉડી રહ્યા છે યાદોંના ના અબીલ ગુલાલ,
શું કરીશ હું ભવિષ્ય જાણી ને?
જ્યારે આજ છે મારી મુઠીમાં…
કાલે પણ કહીશ હું એમ જ..
ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ.
(જીતેન મહેતા)

* * *

લઘુકાવ્ય

ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ,
ખૂલ જા સિમસિમ કરતાં…..
ખૂલ્યા મબલખ ખજાના મન ના…
મનઝરૂખાની મીઠી કો’ મુલાકાત…
લીલાછ્મ્મ સ્મરણોના ટહુકા વેરાયા બે-ચાર,
બની યાદો ના અબીલ-ગુલાલ.
(નીલમ દોશી)

* * *

લઘુકાવ્ય

ઉડી રહ્યા છે યાદો ના અબિલ ગુલાલ!
જ્યારે હતી સ્વપ્નો તણી દુનિયા,
ઉગતી ઊષા અને આથમતી સંધ્યા લાલ લાલ…
આવ્યા હતા તમે મુજ જીવન માં…
બનાવ્યા હતા દેવતા તમને..
પુજ્યા હતા પ્રેમ કેરા ફુલોથી….
તમારી અમી ભરેલી નજરું પડી મુજ વદન પર…
શર્મથી મુજ મુખ થઇ ગયુ હતુ લાલ લાલ…
એ જ અંતરની લાગણીઓની યાદોના આજે,
ઉડી રહ્યા અબિલ ગુલાલ…..!!!
(ચેતના)

* * *

લઘુકાવ્ય

ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ,
કોણ જાણે આજ કેવી? ને કેવી હશે કાલ?.
તને સ્મરું ને તને ભજું હું, કેવો તું કંગાલ?
માગું ના હું હીરા મોતી, તું છે માલામાલ.
આપે જો તું આપજે મુજને, થોડા અબીલ ગુલાલ.
રંગી દઉં હું દિલડાઓને, કેવો કેસરીયો ફાલ!
(રાજેશ્વરી શુકલ)

* * *

મુકતક

મારું અંતર બન્યું છે આજ ફાગણિયો ફાલ,
એમાં આવ્યા તુજ સ્મરણોનાં પૂર આજકાલ,
તારી યાદોની સળગે છે હોળી કયારેક,
કયારેક ઉડે છે યાદોના અબિલ ગુલાલ…
(ઊર્મિસાગર)

* * *

મુક્તક

યાતનાની યાદે ના પરસેવાએ પલળો ભાલ,
સુખદાયી સ્મૃતિએ જ ના મરક મરક મલકો ગાલ,
સુખ સઘળા ભરો અંતર દુ:ખડાં બનો બસ અત્તર,
યાદોપવને ઉગો ગુલ ને સોડમ હો દિલ ગુલાલ.
(દિલીપ પટેલ)

* * *

પંક્તિ

યાદો બધી તાજી કરી, ક્યાં છાંટવા અબિલો ગુલાલ?
સ્વપ્નો બધાં પ્રિય સ્નેહનાં ઊડતાં રહ્યાં આકાશમાં….!
(મનવંત પટેલ)

* * *

ટિપ્પણીઓ»

1. Bhavin - ઓક્ટોબર 19, 2006

Very Nice !!!

2. સુરેશ જાની - ઓક્ટોબર 19, 2006

ઉડી રહ્યા છે યાદોના ક્યાં અબીલ ગુલાલ?
આ તો સહી સહાય ના, તે લાગણીના હાલ.

3. ashit patel - જુલાઇ 5, 2007

aapna milan ni yaado na udi rahya chhe abil-gulal.


Bhavin ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: