jump to navigation

સંકલિત: ‘એ વાતમાં શું માલ છે?’ ઓક્ટોબર 4, 2006

Posted by ઊર્મિ in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૩: ‘એ વાતમાં શું માલ છે?’

* * *

મારી આંખમાં આંસું અને તું ના લૂછે,
એ વાતમાં શું માલ છે?

સામે ધસે વિકરાળ વાઘ, ભાગું નહીં હું તો ય પણ !
એ વાતમાં શું માલ છે?

સામે પડી છે વાનગી, પાણી ન આવે મુખ મહીં !
એ વાતમાં શું માલ છે?

કોઇ કહે કે, ગુજરાતની નવી પેઢીએ
ગુજરાતીને જાકારો આપ્યો છે …
તો એ વાતમાં શું માલ છે?

(સુરેશ જાની)

* * *

તારી યાદ આવે ને આંખો ભીંની ન થાય,
એ વાતમાં શું માલ છે?
(હિમાન્સુ)

* * *

હું બોલાવું ને તું સાંભળે કે ન પણ સાંભળે,
પણ બોલાવે તું મને, ને હું નહિ આવું,
એ વાતમાં શું માલ છે?

હું તને કયારેક યાદ આવું કે ન પણ આવું,
પણ યાદ કરું હું તને, ને તને હિચકી ન આવે,
એ વાતમાં શું માલ છે?

તું જો ચાહે તો ભૂલી જઇ શકે છે મને,
પણ સ્મૃતિભ્રંશના લીધેય ભૂલી જાઉં હું તને,
એ વાતમાં શું માલ છે?

તું જો ચાહે તો જઇ શકે છે મારા જીવનમાંથી,
પણ તારી યાદનેય તું સંગ લઇ જઇ શકે,
એ વાતમાં શું માલ છે?

હુંયે જાણું છું એમ તો કે ચાહે છે તો તુંય મને,
પણ હું તને ચાહું ને તું મને ન ચાહી શકે,
એ વાતમાં શું માલ છે?

ચમકો છો તમે પૂર્ણ-ચંદ્ર સમ મુજ અંતરનભમાં,
અને મુજ ઊર્મિનો સાગર હિલોળા લે નહિ,
એ વાતમાં શું માલ છે?

(ઊર્મિસાગર)

* * *

 અધિકાર છે મારો તુજ પર,
તારું જ અણમોલ સર્જન છું
સાદ દઉં એવો સ્નેહસભર
દોડી ન આવે તું….
એ વાત માં શું માલ છે?

ભક્તિનું ભાથું.શ્રધ્ધાનું પાથેય,
લઇ આવી છું તુજ દ્વાર,
આવી છું દીપ  ઝળહળ થઇ
હવે દ્વાર ન ઉઘાડે તું….
એ વાત માં શું માલ છે?

પડકાર છે આ પ્રેમનો,
આરત્ છે મન-મઢૂલીની
ચાહત છે દિલની સાચી
એહસાસ તને હવે  ન થાય..
એ વાત માં શું માલ છે?

(નીલમ દોશી)

* * *

બે ચાર ફૂલો લઈફરુઁ એ વાતમાં શું માલ છે?’
હુઁ બાગબાઁ થી પણ ડરુઁ એ વાતમાં શું માલ છે?’

પાલવ ભરી આપી દઊઁ જેછે હ્રદય ના ખોબલે,
મિથ્યા બધાઁ સ્મિત ધરુઁ એ વાતમાં શું માલ છે?’

તારા તગાફુલથી મને તુઁ રોકવા કોશિશ ન કર,
મારા કદમ પાછા ભરુઁ એ વાતમાં શું માલ છે?’

રણ ને નિચોડવાની કયાઁ ઝીદ લઈ બેઠાઁ તમે
હુઁ ઝાંઝવાઓ ને ચરુઁ એ વાતમાં શું માલ છે?’

રુકશે નહીઁ આ કાફલો મન્ઝિલ પર પહોંચ્યા વગર,
વિઘ્નો જોઈ પાછો ફરુઁ એ વાતમાં શું માલ છે?’

મૂકીદીધાઁ કદમો અમે જોને’ વફા’ સંઘર્ષ મહી
અવરોધની ભીંતોચણુ એ વાતમાં શું માલ છે?’

(મુહમ્મદ અલી ભૈડુ’વફા’)

* * *

મનના અગાધ સાગરને,
રહું ઉલેચતો,
અને…..તુજ સરીખુ,
મોતી ન મળે
એ વાત માં શું માલ છે?

આકાશની અસીમ ધારથી,
તારા હ્રદયની પારથી,
વરસી રહેલ અમીધાર,
પથ્થર ને પણ પાવન ન કરે
એ વાતમાં શું માલ છે?

(હરીશ દોશી)

* * *

વાંચું હું આ સૌ,  ને વળી ના કહું જો વાહ!
વાતમાં એ તમારી રે ! વાતમાં શું માલ છે?

કોઇ કહે ના આવડે, ભાષા વળી વિજ્ઞાનીને 
એવુ કહે જો કોઇ તો, એ વાતમાં શું માલ છે?

રમઝટ ઘણી ચાલી બધી, ગુજરાતના આ બ્લોગની
બ્લોગ જો હું ના રચું, એ વાતમાં શું માલ છે?

આપ કહો છો લો હવે, કરો ખમૈયા તો ય પણ 
હું ખમૈયા જો કરું, એ વાતમાં શું માલ છે?

શીખી ઘણી ભાષા છતાં, ભૂલું હું જો ગુજ-માતને
તે વાત જો કહો આપ તો, એ વાતમાં શું માલ છે?

(રાજેશ્વરી શુક્લ)

* * *

તારી આંખની અમી વર્ષામાં હું ભીંજાઉં તો ખરી
બાકી વરસાદ વરસે અને હું પલળું, એ વાતમાં શું માલ છે?

દિલ તો લાગણીની દિવાલ છે, ને એમાં વિરહની મશાલ છે.
એ તારા વિના કોઇ બીજું બુઝાવે , એ વાતમાં શું માલ છે?

રડી રડીને આંખો લાલ છે, ને તારા હાથમાં રૂમાલ છે
તો ય તું મારી આંખ ન લૂછે, એ વાતમાં શું માલ છે?

પાણી પાણી થઇ જાય તેવી તારી ચાલ છે
એ જોઇને કોઇ ઘાયલ ન થાય, એ વાતમાં શું માલ છે?

આભના અડધા ચાંદા જેવું તારું ભાલ છે,
પણ એમાં કોઇ ડાઘ નીકળે, એ વાતમાં શું માલ છે?

સાચું કહું ? તારું વીજળી જેવું સ્મિત તો કમાલ છે,
જોયા પછી કોઇને આંચકો ના લાગે, એ વાતમાં શું માલ છે?

સુરીલા સંગીતનો મધુરો તાલ છે
પણ તારા વિના હું ગાઉં ,એ વાતમાં શું માલ છે?

તને એ ખબર પડે કે, મારું હૈયું બેહાલ છે,
ને છતાં ય તું ના આવે , એ વાતમાં શું માલ છે?

બસ! તને આ મારો છેલ્લો સવાલ છે,
તારા વિના હું જીવું ,એ વાતમાં શું માલ છે?

(શૈલી જાની)

* * *

 

ટિપ્પણીઓ»

1. અરવિંદભાઈ પટેલ. - ઓક્ટોબર 5, 2006

તમે બધા આવું સર્જન કરો અને અમે નહીં બિરદાવીએ એ વાતમાં શું માલ છે?
આપની બધાની ઘણીજ સરસ કૃતિઓ છે.

અરવિંદભાઈ પટેલ.
યુ.કે.થી.

2. manvant - ઓક્ટોબર 9, 2006

પૂછો અમોને ફરી ફરી.. એ વાતમાં શો માલ છે ?
એ વાતમાં તો માલ નહી,બસ વાતમાં ગુલાલ છે !

3. jay - નવેમ્બર 6, 2006

saranaamaa bataavnaraa to bahu malya,
aap saathe chaalnaaraa malya.
jenee shodh maa umra pasaar thavaa aavee,
te amne aaje ek haath naa antare malya

thank you.

jay

4. Bharat Pandya - નવેમ્બર 8, 2006

EK HAZAL
પહેલા તારા ઘર્ને તો બદલી જો
બદલી નાખીશ તું વીશ્વને
એ વાત મા શુ માલ છે

ફટાકડી ફુટે ને ઘરમાં ભરાય તુ
તોપ્ખાના મા નોકરી કરીશ
એ વાત્મા શુ માલ છે

મણિબેને અને જષીએ કર્યો તને નપાસ
હવે કહે છે વાત ચાલે છે એશ સાથે
એ વાતમા શું માલ છે

મુફલિસ અને ભીખારી હાલ છે તારા
ખરી લેવો છે તાજમહાલ
એ વાતમા શું માલ છે.

હજુ ગયી કાલે હારી ગયા ઝીમ્બાવે સામે
જીતશુ ઓસ્ત્રેલીયા સામે આવતી કાલે
એ વાત મા શું માલ છે.

કર ગમે તેટલી કરસત ને ઘી ખા
આં્ગળી સુજી થાય થાં્ભલો
એ વાત મા શું માલ છે.

“હસરત” રેહવાદે પૈસા બગાડવા
કોઇ કોકદી છાપશે તારી ગઝલ
એ વાત મા શું માલ છે.

BHARAT PANDYA

5. H.K.Dabhi - જાન્યુઆરી 22, 2007

i like it very much. h.k.dabhi

6. પ્રકાશ સુથાર - જૂન 19, 2007

આપ બ્લોગ લખો અને હું મિત્રોને ફોરવર્ડ ન કરુ…
એ વાતમાં શું માલ છે ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: