jump to navigation

સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” September 14, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

વફાસાહેબની ભલામણ મુજબ “કોણ માનશે?” રદીફ લઈને કોઈ પણ કાફિયા સાથે સર્જક મિત્રોને ગઝલ કે મુકતક લખવા હર્દિક આમંત્રણ છે.

આપણા પ્રખ્યાત કવિઓના થોડા નમુનાના શેરો વફાસાહેબે આપ્યા છે જે નીચે મુજબ છે:

* * *

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
(‘શૂન્ય’ પાલનપુરી)
શૂન્યસાહેબની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો!

ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?
(“જિદ્દી લુવારવી”)

કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કંઈ સાર હતો કોણ માનશે?
(રતિલાલ “અનિલ”)

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?
(“મરીઝ”)

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?
(‘રુસવા’મઝલુમી)

* * *

વફાસાહેબનાં ત્રણ શેરો જુદા જુદા કાફિયા સાથે નીચે મુજબ છે:

એ અસર વ્યથાનો હતો કોણ માનશે?
દુશ્મન આ જમાનો હતો કોણ માનશે?

શાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

(મોહમ્મદઅલી ભૈડુ”વફા”)

* * *

તો તમે પણ સર્જન કરો પૂરી સ્વતંત્રતાથી…

 

Advertisements

Comments»

1. ARVIND UPADHYAY - September 14, 2006

બધાની વચમાં હું ખોવાયો, કોણ માનશે?
હું જ મને ખોળતો રહ્યો, કોણ માનશે?

2. પંચમ શુક્લ - September 14, 2006

એક રદીફ છે કોણ માનશે?
એજ હરીફ છે કોણ માનશે?
શબ્દ વિવિધ ને અર્થ વિવિધ પણ,
મૌન હનીફ છે કોણ માનશે?

હનીફઃ http://en.wikipedia.org/wiki/Hanif

3. પંચમ શુક્લ - September 14, 2006

એ ઝડપાયો એજ કારણે,
લૅટ લતીફ છે કોણ માનશે?

વેજી-બીફ છે કોણ માનશે?
ચોર શરીફ છે કોણ માનશે?

માનવ ફરતી માનવતાની,
રોંગ બિલિફ છે કોણ માનશે?

છેક ગઝલની ટોચ ઉપર છે!
અઘરી ક્લીફ છે કોણ માનશે?
——————-

લતિફઃ દયાળુ (અમદાવાદની એક કુખ્યાત વ્યક્તિનું નામ પણ!)
રોંગ બિલિફ- wrong belief
ક્લીફ = cliff
વેજી-બીફ = vegetarian beef (indeed see: http://vegetarian.about.com/b/a/251359.htm)

4. વિવેક - September 15, 2006

વફાસાહેબના પહેલા શેર વિશે-
‘વ્યથા’ શબ્દ પુલ્લિંગ તરીકે શી રીતે વાપરી શકાય? અને સ્ત્રીલિંગ પ્રમાણે વાપરીએ તો કાફિયો તૂટે છે…

5. nilam doshi - September 15, 2006

કાલે ફૂલ ખીલેલું હતું અહીં,કોણ માનશે?
આજે વેરાન બન્યો છે બાગ,કોણ માનશે?
કાલે મહેકતું જીવન હતું,કોણ માનશે?
આજે મોત નો જનાજો છે કોણ માનશે?
કાલે હતો એ નાખુદા કોણ માનશે?
આજે ડૂબી ગયો કિનારે,કોણ માનશે?
સમય કાલે મારો મિત્ર હતો,કોણ માનશે?
આજે એ જ બેવફા બની રહ્યો,કોણ માનશે?

6. સુરેશ જાની - September 15, 2006

ખાવી હતી મીઠાઇ, પણ ફાક્યા જ મેં ચણા
આ તો જીવનની વાત હતી, કોણ માનશે ?

હસવામાં મેં મજાક કરી, પણ ખસી ગયું
કહું ના કરો મજાક તમે – કોણ માનશે?

સુખની હતી આ શોધ છતાં, દુઃખ મળી ગયું
જીવનની આ જ રીત છે તે, કોણ માનશે?

દાઝ્યા ઉપર લગાવતા મિત્રો જ રે! નમક
મિત્રો વિના ય ચાલશે એ , કોણ માનશે?

7. UrmiSaagar - September 16, 2006

સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?

જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?

રસ્તામાં એ મળી ગયા તો જરા હસી લીધું,
બસ એટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?

સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?

હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?

* * * *

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?

કયાં હવાનીયે જગા હતી આપણી વચ્ચે?
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

‘ઊર્મિસાગર’

8. Jayshree - September 17, 2006

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

9. manvant - September 19, 2006

અલ્યા, આટલાં બધાંએ લખી દીધું…..
પરવા વિના મારી;
હવે હું તો ખરેલું ફૂલ બની
ઊડ્યા કરું રે ! કોણ માનશે ?

10. Naaraaj - September 20, 2006

મિત્રો બહુ મજાના છીએ કોણ માનશે ?
અમે એક્બીજાના છીએ કોણ માનશે ?
પીને ઝેર નીલકઠ તો થૈ શક્યા નહીં
છતાં શંકર તો ગીરજાના છીએ કોણ માનશે ?
લુંટ્યા છે મિત્રો મન મુકીને અમને
ખુટ્યા ના એ ખજાના છીએ કોણ માનશે ?
ખાનગીમાં આવી ખુદા મને રોજ મળે છે.
માનવી એ ગજાના છીએ કોણ માનશે ?
થાય ના કદર એ વાત ઓર છે “નારાજ”
બાકી વારસ તો મીરજાના છીએ કોણ માનશે ?

– બાબુ દેસાઇ ‘નારાજ’, અમદાવાદ

11. Rajeshwari Shukla - September 20, 2006

હું માણસ છું, ને મન છે મારે,
એવું કહું તો કોણ માનશે?
બે હાથ પસારી યાચું જો હું,
આંસુ ટપક્યા કોણ માનશે?
અગમ અડીખમ ઉભેલાના,
કર્યા કટકા કોણ માનશે?
સાથે મો’ર્યા,સાથે પમર્યા,
સાથે જ મર્યા તે,કોણ માનશે?

12. chetna - September 24, 2006

..vat hati evi amul..kon maanshe?
khilya ‘ta prit kera ful..kon manshe?
kidhi ‘ti prit keri bhul kon manshe?
vagya’ta virah na shul kon maanshe..?
e yaado par chadhi gai dhul kon maanshe?

13. Jayshree - September 30, 2006

વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?
( આ શેર ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની એક વાર્તામાં શિર્ષકમાં છે, પણ કવિનું નામ મને ના મળ્યું. આખી ગઝલ કે મુક્તક તમારી પાસે હોય તો મને મોકલવા વિનંતી. )

14. સંકલિત: “કોણ માનશે?” « સહિયારું સર્જન - October 26, 2006

[…] આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” […]

15. chetu - October 30, 2006

વાત હતી એવી અમુલ કોણ માનશે? ખિલ્યા’તા પ્રીત કેરા ફુલ કોણ માન્શે?,કીધી’તી પ્રિત કેરી ભુલ કોણ માનશે? વાગ્યા’તા વિરહ કેરા શુળ કોણ માનશે? એ યાદો પર ચઢી ગઇ ધુળ કોણ માનશે?

16. Kiritkumar G. Bhakta - October 30, 2006

ઉચ્ક્યો હતો,પહાડ હનુમાને,કોણ માનશે,
ગયો માનવી ચાદ પર,કોણ માનશે.
સજીવનીથી બચ્યો,લક્ષમણ,કોણ માનશે,
બચાવવા કુતરાને,બ્દલ્યુ હ્દય,કોણ માનશે.
સો કૌરવો ટેસ્ટટ્યુબ બેબી,કોણ માનશે,
આવશે જમાનો ટેસ્ટ્ટ્યુબ બેબીનો,કોણ માનશે.
સુર્ય અને ચન્દ્ર્ને લાગે છે ગ્રહણ,કોણ માંનશે,
મઁગળ પરથી લાગશે ગ્રહણ પ્રુથ્વીને,કોણ માનશે.

17. sagarika - March 16, 2007

તારી મારી વચ્ચે કંઈ અહેસાસ નથી, કોણ માનશે? તારી આંખો માં મારી તલાશ નથી, કોણ માનશે? હવે મારી સ્મૃતિ માં પણ તુ નહિ આવી શકે, મારું અસ્તિત્વ તારી આસપાસ નથી, કોણ માનશે? આંસુ ને સુકવી નાખનારા સીતમગર, તારા હ્દય માં ભીનાશ નથી, કોણ માનશેઆંસુ ને સુકવી નાખનારા સીતમગર, તારા હ્દય માં ભીનાશ નથી, કોણ માનશે આંસુ ને સુકવી નાખનારા સીતમગર, તારા હ્દય માં ભીનાશ નથી, કોણ માનશે આંસુ ને સુકવી નાખનારા સીતમગર, તારા હ્દય માં ભીનાશ નથી, કોણ માનશે

18. sagarika - March 16, 2007

oh, so sorry, typing mistek


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: