jump to navigation

‘ગઝલ’ વિશે ગઝલ લખીએ… March 26, 2008

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આજે આપણે ‘ગઝલ’ વિશેની ગઝલોની વાતો કરીએ… અને ‘ગઝલ’ વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ.

ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે…

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

આખી ગઝલ અહીં વાંચો…

જેને ગીતો લખવા વધુ પસંદ છે એવા મુકેશ જોષી પણ ગઝલ વિશે લખે છે કે…

આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ

આખી ગઝલ અહીં વાંચો… 

ગઝલ વિશેનો અંકિત ત્રિવેદીનો પણ એક શેર છે, કે…

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
મિત્ર વિવેકની ગઝલ વિશેની ગઝલ જોઈએ…

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

આખી ગઝલ અહીં વાંચો…

અને ગઝલ વિશેની ગઝલ લખવાની મારી પણ એક કોશિશ… એક કવિમિત્રએ મને કહ્યું હતું કે ગઝલ વિશેની ગઝલ લખવી એ ખૂબ જ અઘરી બાબત છે… અને એટલી બધી સફળ તો નહીંૢ છતાંયે મેં પણ કોશિશ તો કરી જ છે… ‘ગઝલ’ વિશેની ગઝલ લખવાની !! 

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

આખી ગઝલ અહીં વાંચો…

મિત્રો, ‘ગઝલ’ વિશેની ગઝલ છે એટલે છંદમાં હોય તો વધુ સારું… એમ પણ જે છંદમાં હોય એને જ તો ગઝલ કહેવાય ને…! નહીંતર તો એને માત્ર કવિતા જ કહેવાય…!  જો તમને છંદ ન આવડતો હોય તો વાંધો નહીં પરંતુ કમ સે કમ કાફિયા અને રદીફ જાળવી રાખવા વિનંતી… બની શકે તો ’ગઝલ’ રદીફ રાખી, તમે કોઈ પણ કાફિયાની ગઝલ લખી શકો છો.

તો ચાલો મિત્રો…. તૈયાર છો ને, ગઝલ લખવા માટે ??

Comments»

1. jayeshupadhyaya - March 27, 2008

તું કહે લખ અને હું લખુ ગઝલ
તું જીવન મારું તો આયખું ગઝલ
ગીત તારું નામ અમથું જ નથી
તારીજ ઝંખના અને ઝંખુ ગઝલ
પહેલ પાસા ચળકાટ જોઇ લઉં
છણાવટ કરું પછી પારખુ ગઝલ
ભરતની ગાદીએ એ શોભી ઉઠશે
રામનામનું છે જે પગરખુ ગઝલ
શબ્દોના બધાજ પ્રહરો એ ખમે છે
કવચ ગઝલ ને અંગરખુ ગઝલ

2. ishqpalanpuri - March 27, 2008

ફીણ,રૂ,અને રેશમની આંટીથી યે સુવાળી ગઝલ.
ચાંદ , ચાદની અને ફૂલથી યે રુપાળી ગઝલ.
વાંચો તો દિલમાં વેદના ઉઝરડા કરી જાય,
જીંદગી ભર કણસ્યા કરે એવી કાંટાળી ગઝલ.
કદીક ગઝલ વૃક્ષ નીચેનો વિસામાનો ઓટલો,
ક્યારેક બે ખેતર વચ્ચેની પાળી ગઝલ.
ભટક્યો છું આમ તો હુ ઘણો ગઝલની શોધમાં,
મોસમી સાંજે એની આંખોમાં મે ભાળી ગઝલ.
એકાંતમાં સંભારણુ બની અચાનક સાંભરી આવે,
જાણે રસ્તામાં આપેલ કોઇકે હાથતાળી ગઝલ.
પાનખર,રણ,ધૂળ’ને ઝાંઝવા બધુય આવે,
છતાંય ધરાથી યે વધુ હરીયાળી ગઝલ.
ઘણાયે ગઝલને સુરા ગણી પી જાય છે,
અમે તો જામમાં બરફની જેમ ઘોળી ગઝલ.
ક્યાંય કશુ વધારાનુ આલેખ્યુ છે અમે,
‘ઈશ્ક’અમેતો ગઝલ વિશે સાંભળી ગઝલ.
‘ઇશ્ક’પાલનપુરી http://www.ishqpalanpuri.wordpress.com

3. pravinash1 - April 2, 2008

આજે કલ્પનાની પાંખે ચડી ઉડી ગઝલ
કોને ખબર ક્યાં જઈ વિરમે આજે ગઝલ

કહેવાદો દોસ્તો આજે શબ્દો બને ગઝલ
નહી તો મનહી મનમાં ઘુમરાશે ગઝલ

4. હેમંત પુણેકર - April 3, 2008

ગઝલ વિશે ગઝલ તો નહીં પણ એક શેરઃ

મનપર્ણ પર કોઈક લય ઝાકળ બની ઠરતી રહી
એમાં ખર્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

5. હેમંત પુણેકર - April 4, 2008

I thougt of three ways to “work around” this gender problem of word “lay”:

મનપર્ણ પર કોઈક ધૂન ઝાકળ બની ઠરતી રહી
એમાં ભળ્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

મનપર્ણ પર કોઈ લય, ઝાકળ બની ઠરે છે
એમાં ભળે છે શબ્દો, ત્યારે ગઝલ બને છે

મનપર્ણ પર ઠરેલા ઝાકળ શા એક લયમાં
હું ભેળવું છું શબ્દો, ત્યારે ગઝલ બને છે

6. Pinki - April 8, 2008

મનપર્ણ પર કોઈક લય ઝાકળ બની ઠરતી રહી
એમાં ખર્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

hemantbhai,
first one is very nice …….’kharyo’

chhand …?? don’t know …..

7. Ramesh Patel - April 8, 2008

વરસી રહી ગગનથી ચાંદનીને સાગર છલકી રહ્યો
ચાહ દિલમાં ગૂંજી રહીને ગઝલ હોઠે ઝૂમી રહી.
રમેશ પટેલ(આકાશદીપ)

8. જુગલકીશોર - April 17, 2008

ગઝલ

સાંભળું તો કંઈક સંભળાવે ગઝલ,
સમજવા ધારું,તો સમજાવે ગઝલ.

શબ્દની છલના-લીલા શી આ બધી
અર્થને જ્યાં શોધું, ટટળાવે ગઝલ!

શબ્દના ઘોંઘાટ વચ્ચે આટલા
કાન પાસે હોઠ ફફડાવે ગઝલ.

શબ્દના રસથાળ વણબોટ્યા રહ્યા,
સ્વાદની કૈં યાદ મમળાવે ગઝલ.

સાત સાગર ઉછળે અંદર બધા,
અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ.

આભથી દરીયાની વરસે વેદના,
આંખથી બે, શબ્દ ટપકાવે ગઝલ.

ક્યાંકથી સંતાપની સાપણ ડસે-
અંગ અંગે દાહ પ્રસરાવે ગઝલ.

સોગઠાંને ગોઠવ્યાં ચોપાટ પર
ચાલ ચાલે એવી, અકળાવે ગઝલ.

શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ,
અર્થને પાતાળ સરકાવે ગઝલ !

( શાણી વાણીનો શબ્દ પરથી )

–==000==–

9. Ramesh Patel - April 18, 2008

ઘોર રજનીએ છે સ્વપ્નલોકની સવારી
કોણ હોઠ હલાવે ઉંઘમાં ગઝલ ગાતાં?
રમેશ પટેલ(આકાશદીપ)

10. Ramesh Patel - April 18, 2008

ભોળાં પારેવડાં પાંખોએ ના ઝીલો વરસાદ
દિલડું આશીક થઈ દે ગઝલના સાદ
રમેશ પટેલ(આકાશદીપ)

11. chandra Patel - April 19, 2008

વહે સદા નીજ મસ્તીમાં ઝરણાંને ગઝલ
ભીગોળ્યાકરે અંતરાળ ગૂંજનથી મઢી.

દિલ જો ઝીલે ભાવતો ગાઓ ગઝલ
ફુલોની ભાષા સમજે મન તો ગાઓ ગઝલ
આંખથી આંખ લડાવી જાણો તો ગાઓ ગઝલ
વિરહ મિલનના તાપણે તપો તો ગાઓ ગઝલ
હોઠના કામણ કોતરાયે ઉરે તો ગાઓ ગઝલ

રમેશ પટેલ(આકાશદીપ)

12. jjugalkishor - April 24, 2008

એક સ્નેહીની ટકોરને આધારે પ્રથમ શેરની બીજી પંક્તીમાં એક ફેરફાર આ મુજબ છે :
સાંભળું તો કંઈક સંભળાવે ગઝલ,
સાનમાં એ કૈંક સમજાવે ગઝલ “

13. jyotirdhar k. oza - April 30, 2008

જઈ ચમનમાં એક’દી ચૂંટી ગઝલ
વેદનાની લઈ ખરલ ઘૂંટી ગઝલ.

ને નશો એવો થયો કે શું કહું ?
કે સુરાલયમા બધે ખૂટી ગઝલ.

રૂપની લોભામણી ગલીઓ મહીં
જે લુટાયા એમણે લુંટી ગઝલ.

કાચની બોતલ સરીખી સાચવો
જામ ગળશે જો કદી તૂટી ગઝલ

આંખ દાબી આંસુઓને રોકતાં
લો હ્ર્દયમાંથી હવે ફૂટી ગઝલ

જીવવાનુ કોઈ કારણ ક્યાં રહ્યું
શ્વાસ છૂટ્યા કેમકે છૂટી ગઝલ.

14. Ramesh Patel - May 5, 2008

પુષ્પના ઝૂલેથી કોયલનો ટહૂંકો લાગે ગઝલ
ગઝલ લઈ ઝૂમે વસંતને, ક્યાં સંતાયા સાજન?
રમેશ પટેલ(આકાશદીપ)

15. Ramesh Patel - May 7, 2008

ફાગના ફોરમે પાલવડે ,વસંત શણગારે રુડી ગઝલ
પુષ્પના ઝૂલેથી કોયલનો ટહૂંકો લાગે મીઠી ગઝલ

Ramesh Patel(Aakashdip)