jump to navigation

પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ… October 26, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
trackback

મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો…

ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ મારે એનાં હૈયાની વાત જાણવી હોય તો હું કેવી રીતે જાણી શકું?  એને જ પૂછું?? હા, કદાચ એને જ પૂછું કે… બેન, તું તારી સંવેદનાઓ મને થોડીવાર ઉછીની આપ, તો હું એને જરા મારા કાગળ પર કંડારી લઉં… પણ પછી થયું કે એના કરતાં તો હું એ છોકરીને કવિતા લખીને જ બધા પ્રશ્નો પૂછુ…. જેવાં કે- ‘સખી, તને પ્રેમમાં શું શું થાય છે? કેવું કેવું લાગે છે?  શું દિવસ દિવસ જેવો લાગે છે ખરો? રાત રાત જેવી લાગે છે ખરી? દિવસ અને રાતનાં અંતરમાં તને ખબર પણ પડે છે ખરી?  અલી, તું કેમ આવી થઈ ગઈ છે?  અને કારણ વગર પાગલની જેમ કેમ મલકાયા કરે છે?  આટલા વર્ષોથી સંભાળી રાખેલું બિચારું પેલું તારું દલડું… એને કોઇ લઈ ગયું છે ને તોયે તું મલકે છે? સાવ ડોબી છે તું તો… ‘  વગેરે વગેરે… :-)   આ તો મારા મનમાં ઉભા થયેલાં પ્રશ્નો છે, તમે કોઇ બીજા પ્રશ્નો પણ પૂછી શકો છો… 

અને તમને મારા આવા સવાલો વાંચીને થોડી થોડી ગુદગુદી તો થવા જ માંડી હશે, મિત્રો… (મને ય થાય છે!)  :-) પણ પ્રેમ છે જ એક એવી અદભૂત અને દિવ્ય અનૂભુતિ કે એનું નામ માત્ર લેવાથી જ જાણે મેઘધનુષ્યનાં રંગો અંદર-બહાર ચોતરફ વેરાઈ જાય… તો પછી પ્રેમમાં પડેલી પેલી છોકરીની હાલત શું થતી હશે?  બસ, આપણે એ જ વાત એ જ છોકરી ને કવિતા લખીને પૂછવાની છે… અને આજે તો આપણે એ છોકરીને માત્ર સવાલો જ પૂછવાનાં છે હોં…  એ છોકરી બનીને એના જવાબો પણ  આપણે જ કોઇ વખત આપીશું, બરાબર ને?!!ek_chhokari.jpg

મને યાદ છે, કે કોલેજનાં દિવસોમાં (કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન!) મારી એક પ્રિય સખી એક છોકરાનાં પ્રેમમાં પડી ગઈ હતી… પણ ત્યારે મને શ્રી માધવ રામાનુજનાં આ ગીત વિશે ખબર જ ન્હોતી, નહીંતર પ્રેમમાં પડેલી એ સખીને હું સીધા સાદા પ્રશ્નો પૂછવાની જગ્યાએ મારો સ્પેશ્યલ રાગડો તાણીને આ ગીતથી જ પ્રશ્નો પૂછતે કે…

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને? 
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

આખું ગીત સાંભળો… ‘ગાગરમાં સાગર’ પર…

તો ચાલો મિત્રો, આજે પ્રેમમાં પડેલી એ છોકરીને આપણે પ્રશ્નો પૂછીએ… કવિતામાં સ્તો!  પણ શું પૂછીએ?  એ તો હવે તમારે જે પૂછવું હોય એ તમે તમારી કવિતામાં જ પૂછો ને..!!   હું યે કોશિષ કરું…!!

ગઝલ કે ગીત કાંઇ પણ લખી શકો છો…!

Comments»

1. Pinki - October 26, 2007

પહેલાં ટહુકા સંભળાયા
પછી ઊર્મિની ગાગરનો સાગર છલકાયો
અને હવે આ સહિયારા સર્જનમાં પણ………??

છે શું ??
વિવેકભાઈ, અકસ્માત ગંભીર લાગે છે
ડૉ.ની તાકીદે જરુર છે નસ તો પારખી લીધી છે.

હવે,
કારણ વિના મને તો મારી સખીને આવું
પૂછવાનું મન નથી થતું ……….!!
હા સિવાય કે……??

2. pravinash1 - October 26, 2007

છાઈ ગયો છે આજ નયનોમાં
પ્રેમ તો થઈ જાય પલભરમાં
પ્રેમમાં પાગલ છું વાલમના
પૂછીને કદી પ્રેમ થાયના

What to ask this kind of crazy girl?

3. Chirag Patel - October 26, 2007

સળગાવી આગ એક દિલમાં, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવું ગુલ, મીઠી-ભીની પ્રસરાવે મહેંક.

આતમમાંથી પ્રગટે એક ક્યારો, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવો છોડ, સ્પર્શી જતી પ્રસરાવે મહેંક.

થઇ એક ભીની લાગણી, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવી વર્ષા, રણઝણતી પ્રસરાવે મહેંક.

ભૂલાવી દે આ દુનિયા, પ્રસરાવી રહી એ મહેંક;
ક્યાં છે એ ચહેરો, હલબલાવતો પ્રસરાવે મહેંક.

ઇચ્છા થઇ છે મિલનની, પ્રસરી રહી એ મહેંક;
રાહ જોઉં પ્રિયાની, તલસાટની પ્રસરાવે મહેંક.

4. Harnish Jani - October 26, 2007

Prem ma Padi to Padi-PaN ParNva ni Vaat kar maa-Jo aavo ne aavo prem takavi rakhvo hoy to…..

5. chetu - October 26, 2007

પુછુ રાધા ને મીરા ને એક વાતલડી
સાચી શુંછે બતાવો ને રીત કરવી મારે પ્રિતલડી..!

6. Gopal Parekh - October 26, 2007

vishay(subject) bahu ja mangamato gotyo chhe, chhokri em na kahe ke hu shu parekshaa aapva bethi chhun?

7. Pradip Brahmbhatt - October 27, 2007

ચાલમાં નવા તાલ મેં જોયા,મુખડાના બદલાયેલ હાલ મેં જોયા
મલકતા મુખડા પર અનેરા ભાવ મેં દીઠા
કહેજે સહેલી તારીને કે તેના દીલના હાલ મેં લીધા જાણી

8. મગજના ડોક્ટર - October 27, 2007

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?

સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

THANKS TO PUT GREAT COMPOSITION OF SHYAMAL AND SAUMIL AND VOICE OF SADHANA SARAGAM….

9. Himanshu - October 27, 2007

what ever experience and feel by heart, eye, smile,and physical gestures are for others amd specially for opposite sex it is love nothing other.care for other with feelings is also love…

10. naraj - October 27, 2007

અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
કાતરા ભાવ ક ચણીબોર ભાવ
કાંક તો કેં કીધા વના હું લાવ
વાડ વેલે હાથ હુ કાંમ નાંખશ કેં
અલી એ તન હું ગમશ કેં
આંસાંમાં હુ હુ રમશ કેં
કાલ હુ કરતી”તી છેતરના શેઢ
દારા હના ગણતીતી આંગળીના વેઢ
દોયરુ દાતેરુ કેમ ભુલશ કેં
અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
bimal…

11. વિવેક - October 27, 2007

પિંકી,

આગ જરૂર હશે જ જો ક્યાંક ધુમાડો દેખાતો હશે… આપણે શોધી જ કાઢીશું કે ક્યાં એ લાગી છે અને કેટલી લાગી છે?

12. Ashok - October 27, 2007

prem ma padel chhokri ne puchhvanu na hoy…….
teni chal ane aankh j kahi aapshe………

13. Agyat - October 27, 2007

It is easy to love, but not that easy to define it and describe the feelings. And even if it may not be so difficult to put it in words, for some people, Prem ne shun matr kahi ke lakhi shakay? I think it is a matter of feeling it and expressing it in so many different ways more than just saying or writing about it.

Kaun Kaheta hei muhabbat ki zuban hoti hei
Ye hakikat to nigahon se bayan hoti hei

More than words, ankh, expression, smile, everything can tell so much about person in love.

14. neetakotecha - October 27, 2007

આકાશ નાં તારલીયા ગણે કેમ છે ?
ચાંદ ને જોઈને હસે કેમ છે ?
એકલુ એકલુ બોલે શુ છે ?
અને એકલી એકલી હસે શું છે?
પુછુ છુ કાંઇક અને
જવાબ આપે કાંઇક છો
કઈ દુનીયા માં જીવે છે તુ?
તારા હ્રદય નો રાજા કોણ છે?
કોના હ્રદય માં મ્હાલે છે તુ?

પ્રશ્ન મને એમ પણ થાય છે ક્યારેક
કે
હસતી રહીશ તુ શું આમ જ હંમેશા?
પ્રેમ તને એ કરશે શું આમ જ હંમેશા?

http://neeta-kotecha.blogspot.com/

http://neeta-myown.blogspot.com/

15. Sangita - October 27, 2007

Urmi,

Your previous poem subject was related to “Thokar” and this one about “questions on feelings of Prem”. Lage chhe ke jaNe Poonam
na chande urmi na prem sagar ma bharti lavi didhi.

Nice! Hope to see good poems on this subject.

16. વિવેક - October 28, 2007

આના પછી પ્રેમમાં પડેલી છોકરીના જવાબ આવશે કે કેમ?

17. hemantpunekar - October 28, 2007

એ પ્રેમમાં પડી હતી કે નહીં એની ખબર નથી પણ એક વખત એક ભાવિ ડૉક્ટર છોકરીને આવા સવાલો પૂછવાનું મન થયું હતું - http://hemkavyo.wordpress.com/2006/12/07/bol_davaa_karish/

તુ ડૉક્ટર બની જાય
એ પહેલાનો તારો દર્દી છું
બોલ દવા કરીશ?

શું થાય છે પુછવાનો કોઇ અર્થ ખરો
જોને ક્ષણેક્ષણ તારા વગર કણસુ છું
બોલ દવા કરીશ?

તારી હથેળીનો મલમ જોઇશે એને
ઘાવ તારા સ્મિતે કર્યો છે
બોલ દવા કરીશ?

તુ જિસ્મ ફંફોળ્યા કરીશ તો ક્યાંથી જડશે
દર્દ આ દિલનો છે
બોલ દવા કરીશ?

-હેમંત

18. nilam doshi - October 30, 2007

પ્રેમમાં પડેલી છોકરીને પ્રશ્નો પૂછી તો શકાય..પરંતુ એ જવાબ આપે ખરી ? એ તો કહેશે..સાનમાં સમજો સાજનજી.. શબ્દો તો સૌ કોઇ વાંચે..મારા મૌનને વાંચો સાજનજી
અને સાજનજી બિચારા મૌન વાંચવામાં…!!

નીલમ દોશી.

19. RUPAL SHAH - October 30, 2007

PREM CHE MANE PAN PREM NO AHESAS SHABDO MA KAHVO SAHELO NATHI
GHANI NAVLIKA MA NE KAVYO MA SUNDAR RITE VARNAVYO CHE EAPREM NO EHSAS KAVI EA
PAN SACHO AHESAS TU KAR MARI SATHE, KAR TU PREAM SACHA DIL THI KOI NE
NE PACHI MANE PUCH EAJ SAVAL TARA MAAN NE

20. Bhavin Gohil - November 1, 2007

Atyare ghare jaavu chhe… Modu thay chhe..
Kale lakhish ahiya… BTW… nice Subject..

?????????????????????/

Bye Bye Urmiben
BHAVIN

21. ઊર્મિ - November 1, 2007

- કોણે કર્યું કામણ સખી? -

તું આમ શેં છલકાઈ ગઈ?
કેમ આટલી ઉભરાઈ ગઈ?

કેવી હતી અલ્લડ પરી,
કેમ આમ તું શરમાઈ ગઈ?

રહેતી હતી નારાજ તું,
અમથી હવે મલકાઈ ગઈ?!

કોની સખી આ પ્રીતડી,
તુજ આંખમાં ડોકાઈ ગઈ?

કોણે કર્યું કામણ સખી?
કે તું ફરી ભરમાઈ ગઈ?!

કાજળ કરું સૈયર તને?
કહેતી નહીં, ‘નજરાઈ ગઈ…!’

pls give your comments here…
http://urmisaagar.com/urmi/?p=539

22. atuljaniagantuk - November 8, 2007

મહારોગ તને થયો, કહે હવે શું થાય છે ?
ઘડી હસે, ઘડી રડે આ તે કેવી ભવાઈ છે ?

પુછું છું કાઈક અને ઉત્તર આપે છે કાઈક
આખો વખત શું એના વિચારો માં જ ખોવાઈ છે ?

કાળો છે કે ગોરો છે ? કહેને કેવો છોરો છે ?
મનેય જાણવાની હવે ઘણી ઉત્કંઠા થાય છે.

ખોટું ન બોલીશ જરા, કશુ નથી તેમ ના કહે
આંખો તારી ચમકે છે ને, ચાલ તારી બદલાઈ છે.

આપ તારો બગલથેલો, જોવા દે તારી નોટો
અરે આ પુસ્તકની વચ્ચે, શેની ચબરખી દેખાય છે ?

હવે તું માની જરા, પ્રેમ થયો ભારે તને
કહે તું વિગતો હવે, શું શું હ્રદયમાં થાય છે ?

23. Bhavna Shukla - November 13, 2007

સખીને પુછવાની હીંમત નથી ચાલતી કારણ કે જે જવાબ આવશે તે સાથે મીઠી અદેખાઈ લાવશે માટે હુ તો ઊર્મીને ને બધીજ સહીયારી સખીઓને જ પુછુ કે,
……………………………………………………..
રામ ન જાણે ગવરી હારે કીયો! ગોટાળો થાય છે!
નથી લાગતુ અલી તને કૈ મસ મોટાળો થાય છે.
સથવારો છોડીને મ્હારો એકલ પાણી જાય છે.
ઠોકર વાગે ખમ્મા કહીને “વીર”ને ચુકી જાય છે.
કાજળ ધરતી એકજ આખે બીજી ભુલી જાય છે.
કાનનુ ઝુમખુ હાથે ઝાલી અમથુડી મલકાય છે.
ચુલે દેવતા હોય નહી તોય પરસેવે ભીંજાય છે.
વળી ખીચડીમા ખાંડ ધબોડે, ખીર ખારી થાય છે.
એકે મિલિટનો ટેમ મળે નહી,કામઢી દેખાય છે.
સુરજ દેખે છણકા કરતી ચાંદાથી શરમાય છે.
ના પુછે હોકારા ભણતી પુછે અબોલી થાય છે.
મુંજાણી છો લાગ્યા કરતી નમણી બહુ કળાય છે.

24. digisha sheth parekh - November 22, 2007

sorry bahu late post mokalu chhu…
bahu ochhi furasad hu melavu chhu..

to pan heartly..frm me..
4 yr subject..

ઉછળતી કુદતી આવે છે અલી..
આમ મનમાં ને મનમાં મલકાય છે અલી..

કેમ આ નખરા સાને ચઢ્યા છે અલી..
આ ઓઢણી આમ કેમ લહેરાવે છે અલી..

આટલી ટાપ-ટીપ કેમ કરી છે અલી..
આમ નજર ઢાળીને કેમ ઊભી છે અલી..

કહે ને કોની જોવાય છે રાહ અલી..
કોણ છે આ ચહેરાની લાલાશ અલી.

25. manvant - November 30, 2007

ભાઇ ! નયનોનાં બાણ વાગ્યાં હોય ,તે જ જાણે !
પૂછી લ્યો…………..ક્યાં ખોવાણાં ?

26. Mehul Shah - December 13, 2007

જોઇ રહ્યો છું છેલ્લા મહીનાનાં મોબાઈલ બિલો બધા,
આટલી બધી વાતો કોની સાથે કરાય છે?

પહેલા તો મગનુઁ નામ મરી નહોતી પાડતી
કેમ વળી અચાનક ‘ફકરા’ બોલાય છે?

SMS ના Reply થતા હતા ફટાફટ Y અને N માઁ,
હવે તો ‘Yahoo Chat’ કરવા રાતના બાર વગાડાય છે !

હતો Jeans નો colour…. Blue, Blue ને Blue,
ક્યારથી વળી સલવાર - કમીઝનાઁ ‘નવરઁગ’બદલાય છે?

Collegeમાઁ ‘Bunk’ ને મગજ ‘Blank’ રહે છે,
પણ એ ચોક્ક્સ કહેવુઁ પડે હોઁ,
મમ્મી પપ્પાનાઁ સવાલોનાઁ જવાબ,
બહુઁ વિચારીને અપાય છે !!