jump to navigation

ચાલો આજે દરિયે જઇએ… ઓક્ટોબર 6, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને ?

તો મેહુલીયો જ્યાંથી આવે, એ દરિયાને ભુલી જઇએ એ ચાલે ?

મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

કોઇક જ એવું હશે કે જેને દરિયો વ્હાલો ના હોય, ભલે હોય એ કિનારો કે મધદરિયો. ( જો કે મધદરિયે એટલુ આસાનીથી નથી જવાતું કે જેટલી આસાનીથી દરિયાકિનારે જવાય છે 🙂 )

મારા જેવા કેટલાય એવા હશે, જેના માટે દરિયો એ પાણી, રેતી, છીપ અને પવનથી કંઇક વિશેષ છે.

beautiful-ocean.jpg
‘ડી’ નું આ સુંદર લઘુકાવ્ય કંઇક એવું જ કહી જાય છે.

મારો પરિવાર એટલે
સાંજ…

દરિયો…
રેતી…

ઉદાસી..

અને
હું..

દરિયાને કવિતામાં ઢાળવામાં કવિઓએ પણ જરાય કંજૂસઇ નથી કરી. કેટલીક કવિતાઓ દરિયા પર જ લખાઇ છે… કહેવાય છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એક દરિયા માટે આપણા કવિઓએ કેવી કેવી કલ્પનાઓ કરી છે !

કોઇને દરિયો જોઇને સાંવરિયો યાદ આવે…

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા.

( કવિ : ભાગ્યેશ જહા )

તો કોઇ તો દરિયાને જ સાંવરિયો કહી દે…

દરિયો રે દરિયો રે મારો સાંવરિયો
દરિયામાં ડૂબી ડૂબી જાઉં,
હું તો બાવરી… બાવરી ઓ…

( કવિ : મહેશ શાહ )

આમ ભલે રણ અને દરિયો દૂર દૂર રહ્યાં… પણ આપણી કવિતામાં ઘણીવાર એ ભેગા જોવા મળે હોં..beautiful-ocean2.jpg

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.

( કવિ : ડો. મહેશ રાવલ )

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

( કવિ : રવિન્દ્ર પારેખ )

અને કવિ દત્તાત્રય ભટ્ટ તો રણ ને જ રેતનો દરિયો કહે છે.

રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.

પ્રણયગીતોમાં તો દરિયો કેવો સરસ રીતે છલકાય છે…

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

( કવિ : તુષાર શુક્લ )

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

( કવિ : રમેશ પારેખ )

અને ઝવેરચંદ મેઘાણીના આ હાલરડામાં તો દરિયાને સૂતા બાળક સાથે સરખાવ્યો છે.

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ચલો… બહું થયું… આમ જ જો એક એક કરીને દરિયાના ગીતો અહીં મુકી દઇશ તો ક્યાંક આ કમ્યુટર સ્ક્રીન ભીનો થઇ જશે…. 😀

હવે આગળનું કામ તમારું.. એટલે કે તમને દરિયાના ગીતો ભેગા કરવાનું નથી કહેતી, દરિયા પર ગીત, કવિતા, ગઝલ, શેર લખવાનું કહું છું. પણ યાદ રાખજો હોં, કે આપણે દરિયો શબ્દ પકડી રાખ્યો છે. આમ તો સાગર, સમુદ્ર, સિંધુ, જલધી… કેટલાય નામો છે.. પણ એ બધાની વાત પછી ક્યારેક…

આજે તો બસ…. દરિયો … દરિયો… દરિયો…. હો દરિયો….

ટિપ્પણીઓ»

1. Jugalkishor - ઓક્ટોબર 6, 2007

સહિયારાં સરજાતાં જાય,
સાગરનાં મોજાં શું ગાય !

હાથ લઈ હાથમાં ને જાય,
સર્જનનાં સુખ ના સમાય !

દરિયાની વાત કેમ થાય,
કાગળ પર હૈયાં ભીંજાય !

આમ બધાં સાગમટાં ગાય
ને ઉર્મીના ઓઘ શા રચાય !

[ શીઘ્રસર્જનની આ એક નાનકડી છાલક, તમારી ફરમાઈશ પર.]

2. સુરેશ જાની - ઓક્ટોબર 7, 2007

દરીયો જોયો ને, મેં તો થોડો જોયો,
પણ છીપલાં વીણવાની કેવી મોજ.
દરીયાને ઘુઘવવું હોય તો એ ઘુઘવે,
રેતી- કીલ્લાની મારી ફોજ.

જુગલભાઈ જેટલી તો મારી ગુંજાઈશ નથી. પણ આ શીઘ્ર બની ગયું તે લખ્યું .

3. kapildave - ઓક્ટોબર 7, 2007

દુહા……..

(અહિયા)કોઈ ખેડે ખેતરને, (જોને)કોઈ ખેડે વાડીયુ;
(પણ)દરિયા દેવને ખેડે, (ઈ’તો)ખારાવા કેરી જાત…….૧

(પણ)મધદરિયે તોફાનમાં, (અને)મારુ દલડુ ડુબી ગયુ;
(પણ)કાંઠે છીપલા વિણતી, મારી સજનીની પાસે ગયુ…….૨

-કપિલ દવે

4. Harnish Jani - ઓક્ટોબર 7, 2007

I may not know about poems about “Dariyo”–Let me tell you –go to “Dariye” in Fall and winter with your loved person–Spend a time on deserted beach in cold send-and watch sunrise in Nj -Ny-Now that is my idea of poetry-and feel a romance in the air-Of course carry a warm blanket–and nice bottle of Wine–glasses are optional.–

5. dinesh patel,atlanta - ઓક્ટોબર 7, 2007

વાતોનો વળગાડ છે,ના ના કહો
તો યે શબ ઊપાડશે,ના ના કહો

તારા પગલાંની લિપી જડતી નથી
જાસો ભડભડતો બળે,ના ના કહો

દિરયો વળગ્યો માછલીના મન મહીં
પરસેવો પાછો વળે,ના ના કહો

ખોલું છું હું બારણું સંભાળજો
ચાહ્યાનો સંદેહ છે,ના ના કહો

જ્યાં ઊપાડ કથા તણો આવ્યો જ છે
પૂરી થૈ ગૈ વારતા,ના ના કહો

6. wafa - ઓક્ટોબર 7, 2007

રિયો _ અલ્લામાં ઇકબાલ(અનુ.’વફા’)

એ તો કહે શીશા મહીં એકે બુંદ બાકી નથી.
આ શું થયું કે તું હવે રહ્યો ન મુજ સાકી નથી

દરિયા તણી ગાગર થકી અમને મળે એક બુંદ બસ
આ વાત તો થઇ કંજુસીની આ કંઈ રઝ્ઝાકી નથી
રઝ્ઝાકી=ઉદારતા
‘દરિયો’રદીફ પર ‘વફા’ની આખી ગઝલ માણવા નીચેનું URL KLICK કરો
http://arzewafa.wordpress.com/2007/10/07/dariyo-_wafa/

7. દરિયો_’વફા’ « - ઓક્ટોબર 7, 2007
8. hemantpunekar - ઓક્ટોબર 8, 2007

હું સાગરને કદી જ કહેતો નથી
કે ચોરીને વાદળી રંગ
તે આકાશને પામી લીધું છે પૂર્ણપણે
એ ઊછળવાનું બંધ કરી દેશે
એવી બીક છે મને

-હેમંત પુણેકર

9. વિવેક - ઓક્ટોબર 8, 2007

વાત દરિયાની નીકળે અને આ ગીત ભૂલી જવાય તો ચાલે?

દરિયાના ગીત નથી ગાવા, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું…

10. Pinki - ઓક્ટોબર 9, 2007

સમી સાંજે –
સૂર્યને સમાવતો,
મનના પડઘાઓને ઘૂઘવતો,
સઘળાં આંસુને સમાવતો આ ખારો દરિયો,
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી આ યાદો,
અને શોધું હું-
ડૂબકી મારી એમાં
મારા શમણાંનું કોઈ મોતી !!

11. dinesh patel, atlanta - ઓક્ટોબર 9, 2007

કાંઠે છલકતો શું હશે?

દરિયો ઉછળતો શું હશે?

પેટાળ તો ખાલી નથી

બાકી તરસતો શું હશે?

12. Pinki - ઓક્ટોબર 9, 2007

“દરિયો”

સમી સાંજે –

સૂર્યને સમાવતો,

મનના પડઘા ઘૂઘવતો,

સઘળાં આંસુને પીતો આ ખારો દરિયો……

મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં

ડૂબકી મારી શોધું હું,

મારા શમણાંનું કોઈ મોતી !!

શબ્દશ: – http://pinki.gujaratiblogs.com/

13. દીપ્તિ પટેલ 'શમા', - ઓક્ટોબર 10, 2007

સારું હતું કે મારાં અશ્રુઓ પણ ખારાં હતાં,
નહીં તો એટલી હતી તાદાત કે –
તું પણ મીઠો થઈ જાત…ઓ દરિયા.

મને શું ખબર કે,તું જલે છે મારી પ્રીતથી,
તું મિટાવતો જશે તારી લહેરથી,
નહીં તો રેતી પર નામ ‘એ’નું લખત નહીં…ઓ દરિયા.

ઓ દરિયા…નો આગળનો ભાગ ટુંક સમયમાં આ
બ્લોગસ પર જોઈ શકાશે. હમણાં તે update થઈ
રહયાં છે.

http://gu.wordpress.com/tag/dipti-patel-shama/
http://shama14.gujaratiblogs.com/

દીપ્તિ પટેલ ‘શમા’, ૧૦ ઓક્ટોબર ૨૦૦૭

14. dr. harish thakkar - ઓક્ટોબર 11, 2007

આભ દરિયો એકરસ એવ। થય।
જળ વિન। જ।ણે જગતમ। કઁઇ નથી.

15. NILESH - ડિસેમ્બર 29, 2007

I AM REALLY FEEL SO GOOD VISIT THIS WEBSITE.
DEAR SISTER,
I WISH ALL THE BEST

16. Dr.Jagadip Nanavati - જાન્યુઆરી 10, 2008

હજુ થઈ જ્યાં પિછાણ દરિયાથી થોડી
નદી આવી અઢળક, ખબર ક્યાંથી દોડી

17. TUSHAR SHUKLA - જૂન 20, 2008

dear readers… its allways nice to meet poetry lovers. i too love sea. my recent publication of poetry entitled ” aa udaasi saanj ni” is having me, she, sea and evening. it is published by navbharat. each page contains beautiful photographs of sea in the evening by welknown photographer sanjay vaidya. it is in a personal diary form. the book is in four colours. at present i am in USA and had a chance to go through urmi no sagar. and i remember my poems….. my urmi no SAGAR. love. tushar….

18. Pinki - જૂન 24, 2008

nice to c u on net tusharbhai
really it’s our pride that
we’ve poets like u and
u appreciate & encourage our poetry-love… !!


Leave a reply to dinesh patel, atlanta જવાબ રદ કરો