ઉંદર…મૂષક… September 14, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
સૌ મિત્રોને સહિયારું સર્જન તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ… શ્રી ગણપતિ બાપ્પા આપ સૌના વિઘ્નો હંમેશા દૂર કરતા રહે એવી શુભેચ્છાઓ!
આજે ગણેશચતુર્થી હોય અને આપણે આપણા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને યાદ ન કરીએ તે કેમ ચાલે? પણ આજે આપણે એમના કરતાં વધારે એમનાં પ્રિય વાહન મૂષક મહારાજને યાદ કરીએ… હા, ઉંદરભાઇને સ્તો!

આજનો વિષય રાખીએ… ઉંદર! હવે તમને જરૂર પ્રશ્ન થશે કે આ ભાઇ આ ઉંદર પર હવે શું લખવું? વાર્તા કહું તો આપણને પેલી ‘ઉંદર સાત પૂછડીયો’ વાળી વાર્તા તરત જ યાદ આવે… પરંતુ ઉંદર પર વળી કવિતા લખાય ખરી?? મિત્રો, તમને ખબર જ હશે કે આપણા બાળગીતોમાં તો દરેક પ્રાણીઓ વિશે કાવ્યો આવે છે, તો આપણા ઉંદરભાઇ કેમ બાકી રહે?!… (પણ મને હમણાં એકે ય યાદ નથી આવતું હોં! જો તમને યાદ આવે તો અહીં જરૂર જણાવજો.) હા, વિષય જરૂર અઘરો છે પણ આજે તો વિઘ્નહર્તા પ્રભુ આપણને જરૂર મદદ કરશે જ… હા, તમારે થોડા લાડુ પ્રસાદમાં વધારે ચઢાવવા પડશે… ખાવા નહીં, ચઢાવવા પડશે !!
આપણાં એક સુરતી કવિમિત્ર વિવેકે… અરે, આપણાં વિવેક ટેલર નહીં હોં… બીજા સુરતી કવિમિત્ર શ્રી વિવેક કાણે ‘સહજ’એ ‘ઉંદરડા’ શબ્દને રદીફ તરીકે લઈ ખૂબ જ મજાની ગઝલ લખી છે… લ્યો, જુઓ… (હવે અહીં સુરતનો કમાલ છે કે પછી કવિનાં નામનો કમાલ છે એ તો તમે જ વાંચીને નક્કી કરજો હોં મિત્રો!
)
ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.
આખી ગઝલ અહીં લયસ્તરો પર વાંચો…
તો ચાલો મિત્રો, આજે આપણે ઉંદરભાઇને આપણી કવિતામાં જ દોડાદોડી કરાવીએ… કોઇપણ કાવ્યપ્રકાર લઇને…

જ્ઞાનદેવતા !
કરુ આપની દિવસ-રાત
હું સેવા.
અઢળક જ્ઞાન
પછી જે લાધ્યું
એના
મને સાંપડ્યા મેવા.
કોઈ કહે
આ કૃપા આપની કેવી !
કોઈ કહે કે
જ્ઞાનસાગરા દેવ તણી
આશીષો લેવી.
હું તો જાણું ફકત એટલું :
આપ લગી પહોંચું હું
જેને લીધે,
આપ કૃપા હું પામું
જે વીધવીધે,
એ સૌ કૃપા આપના વાહન
મુષકજીની !
મારો જ્ઞાનખજાનો પામ્યો હું જે
તેનો યશ સઘળો દઉં એને-
આપના મુષકજીને !!
હે, મારા જ્ઞાનદેવ !
હે આરાધ્યદેવ !
એક જગાએ બેસી રહેતા,
અદોદળા અહેસાનદેવ !
હે કોમ્પ્યુટરદેવ !!
============
[શીઘ્ર-સર્જન હોઈ ભુલચુક લેવી-દેવી]
ગણપતિ બાપ્પા મોરિયા
ઘીમાં લાડુ ચોળિયા
લાડુ લાગે મીઠા
ઉંદર મામા દીઠા.
ઉંદરમામા ચૂં ચૂં
સામે ઊભો હું છું.
બાળ જોડકણા છે. મારું સર્જન નથી.
દુર્વા, જાસુદ
તુજને વ્હાલાં
મુષક છે વાહન
મંદાર પુષ્પ
તુજ અર્પણ
નીલા
બીલ્લી વાઘ તણી માસી,
જોઈને ઉંદર જાય નાસી.
કોણ તુજને છેડતો કે છોડતો ઉંદર હવે
કેમ આ રીતે ભટકતો દરબદર ઉંદર હવે
આસપાસે વેદના ગૂંથેલ છે મારી બધે
જાળને ચોમેરથી કાપી જજે ઉંદર હવે
આવવા મારા ગણેશે પાદ પણ માંડ્યા નથી
તું જ તારી પીઠ પર લૈ આવજે ઉંદર હવે
ચોપડીનું એક આ પાનું હવે બગડી ગયું
લૈ જજે શબ્દો બધા તું કાતરી ઉંદર હવે
કે અહીં ઓથાર મનમાં છે નથી દેખાવનો
તું નીકળ ને બ્હાર આવી જાવને ઉંદર હવે
[...] ભાશામાં હવે વધારે પ્રચલીત છે. ઉર્મીએ ‘ સર્જન સહીયારું ‘ પર કવીતા લખવા ઈજન આપ્યું, પણ હવે મને [...]
બાળવિહારની ધૂનનો
આધુનિક અભિગમ
સમુહમાં ગાવાથી
માઉસનુ જ્ઞાન થશે
ગજાનન હો ગજવદના
મુષક વાહન ગજાનન
ગતિ-મતિદાતા ગજાનન
ગતિ બોલરોલ્સની ગજાનન
ગતિ કરે રોલરની ગજાનન
ગીઅર એક્સ-વાઈ ગજાનન
ચક્રવાકી તેજ ફેંકતીગજાનન
ઝીલતું તે દ્વી-સેંસર ગજાનન
માહીત કોમપ્યુટર ગજાનન
આ ગતિ મુષકની ગજાનન