મહાદેવ… શંકર… નીલકંઠ… શિવ… August 31, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
ગયા વખતે આપણે શ્રાવણ વિષય આપ્યો હતો… અને શ્રાવણમાં મહાદેવજીને યાદ ન કરીએ તો કેમ ચાલે?

એટલે કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે… મહાદેવ… શંકર… નીલકંઠ… કે શિવ… શંકર ભગવાનનાં કોઈ પણ નામ પરથી લઘુકાવ્ય કે કોઇ પણ પ્રકારનું કાવ્ય અથવા પ્રાર્થના કે સ્તુતિ જેવું જ કંઇક લખીએ… ગુજરાતી બ્લોગ જગતમાં મહાદેવજીનું નામ આવે એટલે આપણને નીલાબેન કડકિયાનું ‘મેઘધનુષ’ અચૂક યાદ આવે જ…
નીલાઆંટીએ મહાદેવજી પર લખેલી મુક્તપંચિકા…
હે ગંગાધારી,
હે ત્રિપુરારી,
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?
મારી એક રચનાની એક પંક્તિ…
મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.
તો ચાલો મિત્રો… મહાદેવજીનાં કાવ્યો લખી આપણે એમને પ્રસન્ન કરીએ…


શંકર શિવ હર હર
ભોલા શંભુ વર, મહાદેવ, ભુવનેશ્વર
ચંદ્રશેખર, બૈલ બભૂતનાથ યોગેશ્વર
શંકર શિવ હર હર
દ્રગન ભૂષણ શિવ હરી
પદમ અદભુત નન્દના, દિગંબરા
અજર અમર બમ બમ
શંકર શિવ હર હર
આ એક ભજન છે લેખક કોણ છે? ખબર નથી.
આજની સદીનો સવાલ
—————-
વરદાન, તાંડવ ને િશવ
પારવતી કેમ કરી સહો તે િશવ?
He Shanker BHole BHale
BHaktoke Rakhvale
Tumko lakho Pranam !
nana hata tyare school ma bhajvaelu ek nrrutya
[...] અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ [...]
……………………. હે ભોલેભંડારી
૧૯/૧/૧૯૭૫…………….આણંદ………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ચંન્દ્રમૌલી,હે ચંન્દ્રમૌલી…(૨)
હે ત્રીપુરારી,હે વિષધારી,હે પાર્વતી પતિ પરમેશ્વર.
વંદનપ્રદીપનાવારેવારે,સુણજો વિનંતી રોજસવારે.
………………………….….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
એક હાથમાં ડમરુ ડમડમ બોલે,
એક હાથે ત્રિશુળ બિરાજે
સાંગોપાંગે ભસ્મ છે છાજે, વિશ્વેશ્વરને અંગે આજે
………………………….….હે ચંન્દ્રમૌલી હે વિઘ્નહારી.
નિત્યઅનંત કામો દુજ કાજે,
સર્વે માયા વેશ ત્યજીને
ભક્તોની ભાવનાને કાજે,જગદીશ્વરને વંદન આજે
……………………………….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
નિજ સુખોને વહાવ્યા જેણે,
ગંગે શિરધરી ભક્તોને કાજે
જટા માંહી દિવ્ય જીવનની જ્યોત જલાવી આજે
…………………………..….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્