શ્રાવણ August 24, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
મિત્રો, આજે એક શબ્દ આપું છું…. શ્રાવણ!
આજે શ્રાવણ શબ્દનો કોઇ પણ રીતે ઉપયોગ કરી એક કાવ્ય લખીએ… શ્રાવણ શબ્દ સાંભળીને તમને જે કાંઇ પણ (કે જે કોઇ પણ) યાદ આવે એને આજે કાવ્યમાં કેદ કરી જ લ્યો!
શ્રાવણ શબ્દની સાથે મને તો પેલું બાળગીત જ પેલ્લું યાદ આવે છે…
અડકો દડકો દહીં દડૂકો
પીલુ પાકે શ્રાવણ ગાજે ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ સાકર શેરડી ખજૂર… (બસ, આટલું જ યાદ છે અત્યારે!)
શ્રી બાલમુકુંદ દવે કહે છે કે…
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
તો ચાલો, લખવા માંડો મિત્રો… શ્રાવણ વિશે કંઈક… લખવાની કોઈ પ્રેરણા ન મળતી હોય તો જરા વરસાદમાં ભીંજાઈ આવજો… જરૂર પ્રેરણા મળી જશે હોં! (હું પણ આજકાલ વરસાદની જ રાહ જોઉં છું… દેશનાં ચોમાસી વરસાદની નહીં, અમેરીકાના બારમાસી વરસાદની!
)
* * *

શ્રાવણમાં સતાવે વરસાદ,
તારી જ પળ પળ આવે યાદ!
શ્રાવણમાં સતાવે વરસાદ,
તારી જ પળ પળ આવે યાદ!
શ્રાવણ ક્યાંક લગાવે છે આગ,
તો વળી ક્યાંક ખિલાવે છે બાગ,
કરું હું વાદળને ફરિયાદ,
શ્રાવણમાં સતાવે વરસાદ……
આજ શ્રાવણને વરસવાદો,
આજ મન મૂકી પલળવાદો,
આજ સાજનનો મળ્યો છે સાથ,
શ્રાવણમાં સતાવે વરસાદ……
શ્રાવણમાં સતાવે વરસાદ,
તારી જ પળ પળ આવે યાદ!
શ્રાવણ ક્યાંક લગાવે છે આગ,
તો વળી ક્યાંક ખિલાવે છે બાગ,
કરું હું વાદળને ફરિયાદ,
શ્રાવણમાં સતાવે વરસાદ……
આજ શ્રાવણને વરસવાદો,
આજ મન મૂકી પલળવાદો,
આજ સાજનનો મળ્યો છે સાથ,
શ્રાવણમાં સતાવે વરસાદ……
શ્રાવણની સરગમ ઉઠશે જો આખે, તડકા ભીઁજાશે, તડકા ભીઁજાશે
સ્નેહના સુરો કૈક ઉઠશે જો આડા, સાજન રીસાસે, સાજન રીસાસે
સુરો ચુક્યાને અધુરો આ સાજ છે, આલમ ન પૂછો દિલનુ શુઁ આજ છે
ઘાયલ થયા પણ ના પીડાનો આ ગમ છે,
અર્પી ચૂક્યા અમે એ શ્રધ્ધા કુસુમ છે,શ્રધ્ધા કુસુમ છે
લજ્જાનો પરદો જરા જો ઉઠાવો, બન્ધીત હ્રદયના અઁતર ભુસાશે….
શ્રાવણની સરગમ…..
ઝઁખી હતી જે એ મુલાકાત છે, અઁતરની ઊર્મીએ ગુથી એક વાત છે
મહેકી ઉઠો તો મારી બહાર છે,
દ્રષ્ટિ કરો તો મારી સવાર છે,મારી સવાર છે
ક્દમ થી મળે ના કદમ જો તમારા, મૂક્તિની મન્ઝીલના રસ્તા ભૂઁસાસે….
શ્રાવણની સરગમ…..
(જોડણી ભૂલો ક્ષમ્ય ગણશો – ૧૯-૨૦ વર્ષ જૂની સ્વરચના છે…
જ્યારે ગણગણ્યા કરતી હતી.
અહિ શ્રાવણ શબ્દ જોયો એટલે મુકી દીધી)
શ્રાવણ ના સરવરીયા ભીજવે અંગ અંગ
વાલમ તારા પ્યાર પર દૂજો ના ચડે રંગ
મઝા આવી ગઈ કાવ્ય વાંચીને
અડકો દડકો વાંચીને મારું બાળપણ, મારા દિકરાઓનું બાળપણ, અને હવે તેમનાં બાળકો યાદ આવી ગયાં.
[...] ભાવથી ઉજવી જ હશે… અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો [...]