કોને ખબર? August 17, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.17 comments
મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં “કોણ માનશે?” ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં મિત્રોએ ભાગ પણ લીધો હતો… (ન લીધો હોય તો હજીયે ભાગ લઈ શકો છો!)
આજે હું ‘કોને ખબર?’ શબ્દો આપું છું… જેનાં પરથી આપણે કાવ્યો/ગઝલો લખવાનાં છે… (હા, મેં ય કાંઇ નથી લખ્યું હજી!)
‘કોને ખબર?’ રદીફવાળી શ્રી ર.પા. ની એક ખૂબ જ સ-રસ ગઝલ છે, જે મોટેભાગે બધાએ વાંચી જ હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
આ રદીફ આપવાની ઈચ્છા સાથે આપણાં બ્લોગ-મિત્ર બિમલ(બાબુ) દેસાઈ ‘નારાજ’ એ એમની આ રચના પણ મોકલાવી હતી… આભાર બિમલ!
કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?
કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?
લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?
બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?
આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?
હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?
જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?
આ રચના ખરેખર ખૂબ જ સુંદર છે… પરંતુ જો આને છંદમાં ઢાળવામાં આવી હોત તો કદાચ એ વધુ ખીલી ઉઠત..!!
તો ચાલો મિત્રો, આપણે પણ ‘કોને ખબર?’ ની અટકળો શરૂ કરીએ… ‘કોને ખબર?’ શબ્દોને તમે રદીફ તરીકે પણ લઈ શકો છો અથવા ‘કોને ખબર?’ ની અટકળ કરતું કોઈ અછાંદસ કાવ્ય પણ લખી શકો છો…. ગુડ લક!
* * *
સંકલિત: ‘પરીચય’ August 17, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: તમારો ‘પરિચય’ આપશો?
* * * (more…)
સંકલિત: ‘ધારો કે…’ August 17, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, મુક્તકો, સંકલિત.add a comment
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘ધારો કે…’
* * * (more…)

