jump to navigation

બાળગીત, બાળકોને જન્મદિવસની શુભેચ્છા આપતા ગીત.. July 6, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
10 comments

આજે મારા વિશાલનો ‘હેપ્પી બર્થ ડે’ છે :) એટલે આજે કવિતા હોય કે કિચન, વિશાલને લગતું અને વિશાલને ગમતું જ દેખાય ને મને તો…!! તો ચાલો, તમને પણ મારી સાથે બાળગીત જ લખવાનું આમંત્રણ આપું ને..!!

 જન્મદિવસની શુભેચ્છા આપતું કોઇ ગુજરાતી ગીતના મળ્યું, એટલે હમણા તો આ હિન્દી ગીતથી જ શરૂઆત કરું.

જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…

બાળગીતોનું એક અલગ જ વિશ્વ છે.. એમ પણ કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને કવિ જ્યારે બાળકોને ધ્યાનમાં રાખીને કલ્પનાના ઘોડા દોડાવે, ત્યારે તો જે ન થાય એ ઓછું…!!

રમેશ પારેખનું આ ગીત બાળપણમાં કેટલું ય ગાયું હશે બધા એ :

 

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

અને બાળપણ એટલે ધિંગા-મસ્તી અને મનમાની કરવાનો પણ વણલ્ખ્યો હક મળે..!! અને એમાં પછી મમ્મી-પપ્પાઓ કક્કો ઘુંટવા કે એ.બી.સી.ડી. લખવા બેસાડે, તો બાળક કંઇક આવું જ કહે ને -

દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં. 

અને ચલો ધારી લો કે સામ-દામ-દંડ-ભેદ માંથી એકાદ ઇલાજ કામે લાગે, તો પછી નોટબુકમાં જોવા શું મળે ?

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી…

તો બાળકો (!!), તૈયાર છો ને બાળગીત લખવા માટે.. ?? જો જો હોં.. આપણે ‘कोइ लौटा दे मेरे बीते हुए दिन..’ કે પછી ‘મારુ બચપણ ખોવાણું’ એવા ઉદાસ ગીતો નથી લખવાના… બાળકો માટે, અને બાળકોને લગતા બાળગીત લખવાના છે… !!