jump to navigation

ધરતી, ધરા, ભૂમિ May 25, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
17 comments

આપણે ચન્દ્રની યાત્રા કરી આવ્યા!
પણ આપણી મા જેવી ધરતીને ભૂલી જઇએ તો ?

જુઓ વિવિધ કવિઓ શું કહે છે?

પવન તું , પાણી તું, ભૂમિ તું  ભૂધરા
વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે.

- નરસિંહ મહેતા

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર.
- સોરઠી દુહો

ધરા ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો

- સુંદરમ્

ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ , ન પતન સુધી
અહીં આપણે તો જવું હતું, બસ એકમેકના મન સુધી.

-’ ગની ‘દહીંવાલા

પ્રથમ તો આ આભ ધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.
- ‘બેફામ’ 

“ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”
- નાઝિર દેખૈયા

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.
- ઇન્દ્ર શાહ ( ઓહાયો)

આપણે આ ધરતીના હતા એ પહેલાંથી આ ધરતી આપણી હતી.
આપણે આ ધરતીના થયા એના સૈકા પહેલાથી એ આપણી હતી.

- રોબર્ટ ફ્રોસ્ટ (અનુવાદક ? )

અને આપણા બ્લોગર મિત્રો ……

મોક્ષની વાતો બધા કરતા ફરે
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો?

- હિમાંશુ ભટ્ટ

સરળ ને સાદી બાનીમાં ‘વફા’ કહી દો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

મોહમ્મદ અલી ભૈડુ ‘ વફા’

તો આ અઠવાડીયે આપણે ધરતી માતાને યાદ કરીશું અને ધરા, ધરતી, ભૂમિ કે દુનિયા શબ્દો વાપરી રચનાઓ બનાવીશું

અથવા ફરી પાછી …..

નવી ખજાના શોધ …

જુઓને! આપણા બધાના પ્રયત્નોથી  ‘ઉર્મી’નો આ ખજાનો કેવો મબલખ થતો જાય છે?
‘અલીબાબા’ ના ખજાનાને પણ ટપે તેવો ………