jump to navigation

આભાર, આદિલજી! May 19, 2007

Posted by સુરેશ in પ્રકીર્ણ.
trackback

શુક્રવારે ટપાલ મુકવાના અમારા નિયમને વેગળો મુકી આજે હું અહીં મારી લાગણી વ્યક્ત કરું છું.

મારી દીકરી જેવી ઊર્મિને આદરણીય ‘આદિલજી’ એ ‘આદરણીય’ કહીને હલબલાવી દીધી… અને મને પણ!

અને વાંચકોની જાણ સારું…… આ નવોદિતોની કવિતા-શાળામાં આદિલજીએ પણ તઝમીન  બનાવીને અમારા ઉત્સાહને એક નવો વળાંક આપ્યો હતો તે પણ કેમ ભુલાય?

તેમનાં દીકરા અને દીકરીએ પણ અહીં હાજરી નોંધાવીને અમારા આનંદને ચરમ સીમાએ પહોંચાડી દીધો છે! 

નવી પેઢીની ‘ઊર્મિ’માં ભાવ છે, શક્તિ છે, અદબ છે, વિવેક છે. આદિલજીના આશિર્વાદથી તેમાં ચાર ચાંદ ભળશે તે નિશંક વાત છે.

આભાર, દિલોજાન દોસ્ત હે ‘આદિલ’
ફરી આવો સમો, આ જણ મને મળે ન મળે.

આ અભિયાનમાં ભાગ લેવા માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર…. ખુદા આપણા આ સહિયારા સર્જન-યજ્ઞને નવી ઊંચાઇઓ અર્પે!

આમીન !

Comments»

1. સુનીલ શાહ - May 19, 2007

આદીલજી જેવા શાયરો સાથે આ પ્રકારના જીવંત વારતાલાપોને સ્થાન આપવાથી સાચે જ
ગુજરાતી ભાશા–સાહીત્યની સેવા કરી ગણાશે.
સુનીલ શાહ

2. jayshree - May 19, 2007

આ સહિયારું સર્જન આજથી ‘સહીયારું’ સર્જન થઇ ગયું કે શું ?

3. જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી « ઊર્મિનો સાગર - May 19, 2007

[...] જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી May 19, 2007 Posted by ઊર્મિસાગર in કાવ્યો/ગઝલો, ઊર્મિની પસંદ. trackback ગઈ કાલે શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે ‘સહિયારું સર્જન’ પર એમનાં જ અમર શબ્દો ‘મળે ન મળે’ પરથી શ્રી આદિલજીને માટે કાવ્ય-સર્જનનાં આમંત્રણની પોસ્ટ મૂકવામાં આવી હતી… જેમાં ઘણાં મિત્રોએ ભાગ લીધો હતો અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી… એમનાં જવાબરૂપે આપણા આદરણીય શ્રી આદિલજીએ જેની આશા પણ રાખી નહોતી, એવો નીચેનો હૃદયસ્પર્શી સંદેશો આપણા સુરેશદાદાને ઈ-મેલમાં મોકલાવ્યો હતો… મને એમણે કરેલું ‘આદરણીય’ સંબોધનથી તો હું ઘણી મુંઝાઇ ગઇ… ઘણું ખટક્યું… ઘણું અજીબ લાગ્યું… શરમ જેવી પણ આવી… બસ, મનમાં એક વંટોળ જગાડી ગયું!!  ગુજરાતી સાહિત્યની આટલી ઊંચાઇ પર પહોંચેલી વ્યક્તિને જ્યારે કોઇ એક અતિ સામાન્ય વ્યક્તિ પ્રણામ કરે અને જવાબમાં એ ‘આદરણીય’ જેવું સંબોધન કરે ત્યારે સ્વાભાવિક જ છે કે ઘણું અજીબ તો લાગે જ… પરંતુ એની સાથે જ એટલું વ્યતિત તો જરૂર થાય છે કે એ વ્યક્તિ માત્ર એમની કલમથી જ મહાન નથી પરંતુ મનથી પણ એટલી જ મહાન છે જે નાનામાં નાની વ્યક્તિનો પણ આદર કરી શકે છે!!   આદરણીય શ્રી આદિલજીને ફરી એકવાર સાદર પ…! [...]