સંકલિત: ‘એ શું?’ April 19, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: એ શું?
* * *
પ્રથમ આપણે શ્રી બાલુભાઇ પટેલની આ રચના જોઇ હતી…
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?–
લયસ્તરો પર આખી ગઝલ વાંચો… કરું ફરિયાદ કોને હું?
* * *
- પંક્તિ -
પ્રયત્નો પારાવાર કર્યા,
હાથતાલી દઈ ગયું એ શું?
(પ્રવિણા કડકિયા)
* * *
- પંક્તિ -
કાગળના મંચ પર કલમ નાચે,
શબ્દોના સાજ ધરે ને કઈક રચે,એ શુ ?
(દેવિકા ધ્રુવ)
* * *
- અછાંદસ ગઝલ -
હાસ્ય ખીલતુ રહ્યુ અશ્રુ સાથે
નવોદીત શીશુ જે માંગે એ શું?
દેતા ના ધ્રુજિયા હાથ ત્યારે
આજે છે ખાલી શ્વાસ એ શું?
એક પામવા બીજાને ત્યજવુ
તારાજ મમતા રડતી એ શું?
પ્રેમનાં અનન્ય સ્વરુપ તે
સમજે ના ને જલતી એ શુ?
પરમને પામવા આત્મા
જ્યમ દેહને તજતી એ શુ?
(વિજય શાહ)
* * *
તમે આપેલા રદીફ “એ શું” માં થોડાક ફેરફાર સાથે આ રચના આપુ છું.
- છાંદસ ગઝલ -
અળગુ કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યુ એ શું હતુ
ઠારવાને જલ નહીં લોહી વહ્યું
તોય જે સળગ્યા કર્યુ એ શું હતુ
વિશ્વ જીતીને લઇ આવ્યા તમે
તોય મન ઝંખ્યા કર્યુ એ શું હતુ
સુખની સૂંવાળી નરમ ચાદર મહીં
શૂળ શુ ડંખ્યા કર્યુ એ શું હતુ
(હેમંત પુણેકર)
* * *
- અછાંદસ ગઝલ -
ઢંઢોળી અંતર ઊર્મિને કોઇ,
આંસુથી રવી જતું, એ શું?
મુજમાંથી નીકળી જઇને કૈંક,
તુજમાં સમાઇ જતું, એ શું?
જોજનોની છે આમ તો દૂરી,
ને શ્વાસમાં પમરાતું, એ શું?
શમણાંથી સજેલી આંખોમાં,
કણી જેમ ખુંચી જતું, એ શું?
ઊર્મિ ભર્યા ઊરમાં ય ક્યારેક,
પથ્થર સમ બની જતું, એ શું?
(ઊર્મિસાગર)
* * *
- લઘુકાવ્ય -
અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?!…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે… તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું,
‘એ શું?’!!!!
(જયશ્રી ભક્ત)
* * *
એ શું વહી રહ્યું મારી ભીતર?
ખોબો ભરી મંડી ઉલેચવા…
નેણને ખૂણેથી ઝાંખતું અશ્રુ પૂછે,
એ શું વહી ગયું હૃદયની ભીતરથી?
(નીલા કડકિયા)
* * *
- મુકતક -
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલીથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું?
- કાવ્ય -
આમ તો રોજ સૂતા પહેલાં, જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના…
રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.
અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે,
ખરેલાં પાનના વિયોગમાં
આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.
પણ…
કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.
એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,
પણ…
એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.
અને મુગ્ધ મને પૂછ્યુ…
“એ શું?”
(સુરેશ જાની)
* * *


શબ્દો સાથે બાંધી પ્રીત,
લખી વાર્તા, લખ્યાં ગીત,
જેવું લખ્યું નામ તારું,
શબ્દોએ બતાવી પીઠ, એ શું?
મુજમાંથી નીકળી જઇને કૈંક,
તુજમાં સમાઇ જતું, એ શું? saras
eshu? upar…..sarsa rachanao abhar
ગજુ લેનારનુ જોઈ,કીંમત મારી વધારીતી
આજે “દીપ”ને કોઈ મફતમા પણ ના લે, એ શુ ?