ત્રિપદી : એક નવો કાવ્યપ્રકાર April 13, 2007
Posted by ઊર્મિ in ત્રિપદી, સર્જનક્રિયા.trackback
આજે લયસ્તરો પર ત્રિપદીની એક પોસ્ટ જોઇ ત્યારે તરત મને યાદ આવ્યું કે આગળ પણ લયસ્તરો પર ધવલભાઇએ આ કાવ્યપ્રકાર વિશે જણાવ્યું હતું…
ત્રિપદી એ તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. કુલ ત્રણ પંક્તિઓ હોય છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. (મને સમજાયું એ પ્રમાણે, મુક્તકની પ્રથમ પંક્તિને કાઢી નાંખો અને એક જ વિચારને ત્રણ પંક્તિમાં જાળવી રાખો, એટલે બની જશે ત્રિપદી! ) અને છંદની જાળવણી જો ત્રણેય પંક્તિઓમાં થાય તો તો પછી પુછવું જ શું?!!
મુકેશ જોષીની આ ત્રિપદી જોઇએ…
જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વાસમાં એ હોય પણ
તું પવનનું ઘર બતાવે તો ખરો
ઉદયન ઠક્કરની એક ત્રિપદી જોઇએ…
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
હેમેન શાહની એક ત્રિપદી…
દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.
વધુ ત્રિવેદીઓ માણો… લયસ્તરો પર.
આજે આ નવા કાવ્યપ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરીએ છીએ એટલે કોઇ વિષયનું બંધન નથી… પ્રથમ દેવને યાદ કરીને એમનાં વિશે લખી શકો છો… કે પછી કૃષ્ણ, રામ, અલ્લાહ કે ઈશુનાં ધાર્મિક વિષય પર… અથવા તો કોઇ પણ બીજા વિષય પર. માત્ર ત્રિપદીનું બંધારણ સાચવવાનું છે… છંદ ન સચવાય તો પણ રદીફ-કાફિયા સાચવવાનો ખાસ આગ્રહ છે.
તો ચાલો મિત્રો, ત્રિપદીઓ માટે તૈયાર થઇ છો ને?!! આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ…
* * *

ઊર્મિ, સરસ પ્રકાર શોધી લાવીને કંઈ. એક અછાંદસ ત્રિપદી મારા તરફથીઃ
ન ડૂબતો સૂરજ શોધવાની છે આ લ્હાય પણ ખરી,
ચાલ વહી જઈએ વ્હાલમ વહેતી આ નદી સાથે
કે રાત વગરના દેશ માં એ જાય પણ ખરી
કઈક અમસ્તા જ થયાલી સ્ફુરણા….
“ચાલ, આવવુ છે ! “ એમ કોઈ કહેતુ નથી
સતત સરતો સમય છે ને તો ય
કયાંક અટકયુ છે જીવન, હવે વહેતુ નથી
કઈક અમસ્તા જ થયેલી સ્ફુરણા….
“ચાલ, આવવુ છે ! “ એમ કોઈ કહેતુ નથી
સતત સરતો સમય છે ને તો ય
કયાંક અટકયુ છે જીવન, હવે વહેતુ નથી
જેટલું જીવ્યા એટલું બસ છે,
એટલું બસ કે જીવીએ છીએ,
કોને ખબર હવે કેટલો કસ છે?
લીલું થવાને શમણે હું જીવું છું,
હું તો પીળું એક પાંદડું,
સ્મશાને હોઉં એમ હું બીવું છું.
બે ત્રીપદીઓ વસંતતીલકામાં —
( જાણો વસંતતીલકા ત ભ જા જ ગા ગા )
ત્રણ જીવન અવસ્થાઓ
———————–
જન્મ્યા અને રમતમાં બહુ મોજ કીધી.
ઝુઝ્યા રણે જગતમાં બહુ ભોગ ભોગ્યા.
વાર્ધક્ય હાય! વસમું કઇ રીત વેઠું?
ત્રણ ગુણ
———–
સંતો વદે વચન પ્રેરક ગાન ગાતા.
રાજા હણે શપથથી સહુ દુર્જનોને.
દૈત્યો દમે કપટથી કદી ના ધરાતા.
[...] 16 એપ્રીલ – 2007 ના રોજ પ્રથમ વાર ‘ સર્જન સહીયારું ‘ પ્રકાશીત [...]
કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી
અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી
ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી
અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી
ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી
નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?
કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
“દીપ” તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી
‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી
“દીપ” – દીપક પરમાર
Hi