સંકલિત: ‘સમય’ પર મુક્તપંચિકાઓ April 10, 2007
Posted by ઊર્મિ in મુક્તપંચિકા, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ.

* * *
કાળગર્તમાં
સમયતરુ
પર પળ-કૂંપળ
ખીલે! રે! ખરે!
જીવન વહે!
* * *
સમય સંગે
રહે તેનો જ
સમય બદલાય
સમય સામે
તે ખરડાય
-
કાબે અર્જુન
લુંટીયો,ભલે
ગાંડીવ હાથમાંને
કૃષ્ણ સખાનો
સમય સાથ
(વિજય શાહ)
* * *
ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં
સુંદર વાઘાં પે’રી,
સદા અહીં જ
રમે સમય!
-
વિરહ-ક્ષણ,
મિલન-ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
-
શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?
* * *
સમય સાથે
ચાલશો સહુ
વેડફો જો સમય
અવળા પડે
જીવન પાસા
-
સમય સદા
ફરતો રહ્યો
રેતી જેમ સરતો
નખરા ઝાઝા
નાંખે ભ્રમમાં
* * *
ભ્રમણ તો છે
સમય તણું
કામ, જોને સરતો
સરરરર
રેતીની સમ
* * *
સમય નથી
કામ છે બહુ
સમય મળ્યો હવે?
ઉપર ગયા
પાછા જવું છે !
-
સમય બલી
ન નર કદી
લુંટ્યો ભીલે અર્જુન
તે જ ગાંડીવ
તે જ બાણ
જાણીતા સુભાષિત પરથી…
પણ તેનાથી સાવ જ વિરુધ્ધ વિચાર !
-
બની આઝાદ
સમાથી પર
ખયાલ બદલે તું
આધીન કર
સમયને તું
રજની પાલનપુરીની રચના પરથી…
* * *
સથવારો ક્યાં ?
હમણાં હતી
જતી રહી કદાચ
ભૂતકાળ ના
સમય સાથે !
(ભાવિન ગોહેલ)
* * *
ઘડીયાળના
રણકારમાં
દોડતો સમય તું
જરાક થોભ
હું રહી ગઇ.
(જિજ્ઞાસા જાની)
* * *

[...] ‘સમય’ પર મુક્તપંચિકાઓ – સહિયારું સર્જ… [...]
સમી સાઁજરે
નજર ઢળે
સમય વીણા પર
સ્મરણ ફરે
નખલી જાણે
Devika Dhruva
Houston
મુક્તપંચિકા : : સમય
.
ઘડિયાળની
ટીક ટીકમાં
છુપાઈને મરકે!,
કેવો દોડાવે
સૌને સમય!
======= હરીશ દવે અમદાવાદ
સમય સરે
રેતી તરહ
ના અટકે ના
રાહ તકે
જિવન વીતે
***
સમય પહેલાં હતો,
સમય પછી હશે, ને
સમય છે સાથે,
બસ, આપણે જ નથી,
સમયની સાથે.
***
સમયના કાળ-ચક્રમાંથી,
મળે છે,
સૌને સમય,
એક સરખો (!)
જન્મથી મૃત્યુ સુધી
***
કોમેન્ટ નં. ૫ સુધારીને લખું છું:
***
સમય હતો,
સમય હશે,
સમય છે સાથે જ,
નથી આપણે,
સમય સાથે.
***
મળે છે સૌને,
કાળના ચક્રે,
સમય સરખો જ,
જન્મથી લઈ,
મૃત્યુ સુધીનો.
***