સંકલિત – રાઝ-તઝમીન-4 :- ખંજર સુધી ગયા March 22, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
આપણે ઘાયલસાહેબનાં નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
*
મળેલી રચનાઓ વાંચો…
* * *
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(મોહમ્મદ અલી ભૈડુ ’વફા’)
*
પાસે હતી મતા તો બધા મિત્ર સૌ રહ્યા,
જો નામના હતી તો જુઓ! બાંધવો રહ્યા,
ચાલી ગયું બધું તો બધા વિસરી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(સુરેશ જાની)
*
સત્ય મિટાવવા જુઓ ગન સુધી ગયા,
શ્રદ્ધાને મારવા તેઓ ગગન સુધી ગયા,
સ્પર્શી જો ના શક્યા તો ઝહર સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(ઊર્મિસાગર)
* * *
આગળનાં ત્રણ શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો…
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
સંકલિત – રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા
સંકલિત – રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી
* * *

આવું છુ કહી ને કદી ના આવ્યા, મળ્યા ન’તા કદી યે એમ ભુલી ગયા,મોકો જેવો મળ્યો તલવાર લઈ આવ્યા,ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
એ સંબંધ, એ સગપણ ગયા,
એ વિવેક, એ વિશ્વાસ ગયા,
એ વફાદાર, એ દિલદાર ગયા,
છોડીને સૌ કોઇ ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
કેવાં હશે એ લોક જે ચંદર સુધી ગયાં,
પણ આપણે અલ્લાહ ને ઈશ્વર સુધી ગયાં.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.