સંકલિત - રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી March 22, 2007
Posted by ઊર્મિસાગર in તઝમીન, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
આપણે મરીઝ ના નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
-તઝમીન-
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
- ‘રાઝ’ નવસારવી
*
મળેલી રચનાઓ વાંચો…
* * *
આંખો કદી મારી રડી હૈયું કદી મારું રડ્યું,
જે શોધતા રહ્યાતા અમે એ કયાં કદી મળ્યું,
રસ્તા તણી ઠોકરમહીઁ પણ ના કશું જડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.
(મોહમ્મદ અલી ભૈડુ ’વફા’)
*
રસ્તા મળ્યા ન કોઇ મને, શોધવું પડ્યું,
મંજિલ સુધી જવા રે! અહીં દોડવું પડ્યું,
’સુરેશ’ મારે જોજનો ભટકી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
(સુરેશ જાની)
*
એમની યાદમાં ક્યારેક બહેકી જવું પડ્યું,
એમણે ય અમારી યાદમાં ફરકી જવું પડ્યું,
ચરણોએ ક્યાં કશે ય ક્યારેય જવું પડ્યું?!
‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.
(ઊર્મિસાગર)
*
આપની તે ઝંખનામાં સળગવું પડ્યું,
સમયના ઈશારા પર નાચવું પડ્યું,
કોણ જાણે ક્યાં ક્યાં ભટકવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
(સાગરિકા)
* * *
આગળનાં શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો…
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા
* * *


બચપણથી યુવાની સુધી,
રણમાં ઝાંઝવાના પાણી સુધી,
મંદિર સુધી, મંજિલ સુધી,
બસ, દોડવું જ પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.