અમે અને તમે March 9, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.trackback
પહેલાં આપણે કેમ છો પૂછ્યું (હજુ પણ પૂછી શકો છો!)…
પછી પોતાનો પરિચય આપ્યો (હજુ પણ પરિચય આપી શકો છો!)…
હવે આપણે અમે અને તમે ની વાત કહીએ…
ભાગ્યેશ જહા કહે છે… ( સાંભળજો… બરાબર ધ્યાનથી!)
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં.
વળી સુરેશ દલાલ કહે છે (વાંચી લો ….. ) -
અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
અને હ્યુસ્ટનનાં પ્રવીણાબેન તો વળી કહે છે (એ પણ વાંચી લ્યો ત્યારે…)
શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં.
તો ચાલો આ અઠવાડીયે આપણે કરીએ,
આખા ગુજરાતી સાહિત્યમાં આ ખજાનાની શોધ…
‘અમે… અને તમે…’ ની રચનાઓ માટેની શોધ…
અને તમને કાંઇ ના જડે તો તમે તમારા પોતાના ‘અમે… અને તમે….’ બનાવી દેજો !!
પણ જો જો હોં … એકલા ‘અમે’ કે એકલા ‘તમે’ નહીં ચાલે !
સંસારરથમાં જેમ બન્ને સાથે જ જોઇએ તેમ ‘સહીયારું સર્જન’ પર પણ…..
* * *


અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.
- સુરેશ દલાલ
Listen : http://tahuko.com/?p=453
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
- મકરંદ દવે
http://layastaro.com/?p=173
તમે રે તિલક રાજારામનાં
અમે વગડાનાં ચંદનકાષ્ટ રે
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહોને સાજણ દખ કેવા સહ્યા
તમે રે ઉંચેરા ઘરનાં ટોડલાં
અમે લજવાતી પાછલી રવેશ રે
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહો ને સાજણ દખ કેવા સહ્યા
તમે રે અક્ષર થઈને ઉકલ્યા
અમે પડતલ મુંઝાશ ઝીણી છિપણી
તમારી મશે ના અમે સૂઈયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા
કહો ને સાજણ દખ કેવાં સહ્યા
-રાવજી પટેલ
listen here :
http://shivshiva.wordpress.com/2006/12/07/po-yanee-5/
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…
કાગળની કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…
- વિનોદ જોશી
સાંભળો: http://tahuko.com/?p=492
વિલાયતી મહેમાનોને
( ઇન્દ્ર વંશા - વંશસ્થ )
———————————-
આવ્યા તમે ભારતના પ્રવાસમાં,
પોંખ્યા અમે ચાહતના મિજાજમાં.
સાથે રહીશું, રમીશું, બીરાજશું,
છૂટા ય પડશું, તમને સ્મરીશું.
તમે ય કેવા નીવડયા વિલાયતી,
રહી પડ્યા, પાથરી સેજ કાયમી.
તમને સ્મરે ના હરફે રવાનગી,
બની ગયા આપ અમારા સારથી.
ગુલામ થઇને હરખ્યા અમે યે,
ધોળી ધજાના ગુણગાન ગાઇએ.
ભૂલી ગયા માત અમારી ભારતી,
વિલાયતીને ઉમદા જ માનીએ.
તમે ટળ્યા તો ય અમે ભૂલ્યા નથી,
રસમો તમારી સઘળી બનાવટી.
અમે બનાવ્યા ઠગને પ્રજાપતિ,
મુછમાં હસો આપ આ કેવી જાતિ?
તમે ય સૂણજો જગના નિવાસી,
અમે ય જાગ્યા વીસમી સદી મહીં.
વહાણ હાંક્યા સહુ બંદરે અમે,
અમે છીએ ગૌરવ વાન ગુર્જરી.
મહેમાનો
————-
( ઇન્દ્ર વંશા )
————————————
કીધું અમે આપ નકી પધારજો,
સાથે મિઠાઇ, નમકીન લાવજો.
સાથે ફરીશું, મિજલસ જમાવશું,
મસ્તી, મજા, ને મનને હળાવશું.
આવ્યા તમે ને ચીટકી ભલા ગયા,
વિચાર ના લો કદી યે જવા તણો.
મારા જ ઘરને ગણી આપ આપનું,
કેવા તમે છો દિલથી મહાન હા !
શોધી રહ્યો હું જુગતિ નવી નવી,
વિદાય શેંથી કરવી ભવાનની !
વિચાર્યું કે નોંતરું કો બિમારીને,
કે કામે જવાનું પરગામ કોઇ.
આપે કહ્યું “ જા તું નચિંત શાંતિથી.
હું સાચવીશ આ ઘર તારું શાનથી !”
હવે તમારી કરવી શી પેરવી,
એના વિચારે મુજને સતામણી !
બોલો તમે ભાઇ મારા સુજાણ છો.
મે’માનનું આ, શું કરવું અમારે !
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
- ગની દહીંવાલા
http://tahuko.com/?p=373
તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.
તમે ગઝલનાં છંદ સમ, અમે રદીફ ને કાફિયા,
તમે રહો નયનથી ઓઝલ, અમે દીસંતા રૂડાં અહીં!
આગળ અહીં સુધી લખાયું હતું, પણ અધુરું રહ્યું છે… શી ખબર ક્યારેક આની પૂર્ણાહુતી છંદ સાથે પણ થાય?!
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
- સુન્દરમ્
અમારા ઘરમાં હંમેશાં ગવાતી આ આખી સ્તુતિ અહીં વાંચો -
http://antarnivani.wordpress.com/2006/09/19/post44/
[...] સર્જન સહીયારું ‘ પર તા. 9 - માર્ચ , 2007 ના રોજ પહેલી વાર [...]
અમે અને તમે બંને એક્બીજાના પૂરક
અમે લખીએ ગીત ને તમે વગાડો વાંસળી
અમે ધારીએ આનંદ ને તમે આપો પ્રેમ
અમે જઈએ મંદિર ને તમે વહાવો ઈશ્વરી સંગીત
અમે અને તમે બંને એકબીજાના આધાર
અમે બનીએ કલમ ને તમે બનો શાયરી
અમે ફરીએ હોડીમાં ને તમે બનો એક લહેર
અમે વરસાદી વાયરા ને તમે ફેલાવો વાદળા
[...] સર્જન સહીયારું ‘ પર તા. 9 - માર્ચ , 2007 માં પહેલી વાર [...]
હસિત બૂચ: ચાંદની પીધી
મહોબતના કટોરામાં અમે આ જિંદગી પીધી;
અમે છે જિંદગી આ ત્યારની રોશન કરી લીધી
અમારે આંગણે આવી અમાસો ઝળાંહળાં થાયે
અમે પૃથ્વી ગગન ની એકતા સહજ રચી દીધી
તમે આ પાસ ઊભા લીમડાની મહેકમા તન્મય
જરી તો પારખો: એને ય કોણે મદ ભરી કીધી
તમે કહેશો: ‘હવે તો ઘેલછાની હદ થઈ આખર્!’
અમે ભાષા તમારી એ હજી જાણી નથી લીધી!
નથી કંઈ ચાંદની આ કે ગઝલ બે પળ મળ્યો ઝોલો;
ક્ષણિકતાને અમે તો ક્યારની શાશ્વત કરી દીધી
તમે ખુશ છો મહોબત ને ગઝલ કે ચાંદની શબ્દે;
એમે આ પારની-ઓ પારની વાતો કરી લીધી
.
અમે ને તમે : મુક્તપંચિકા:
અમે ને તમે … ચાલો, વાંચીએ મુક્તપંચિકા મઝાની!
* * * * * * * * *
અમે વાદળ
આભ ઊડંતાં
ને તમે સરસર
સરતી, આંખ
આંજતી વીજ.
* * * * * * * * *
અમે સાગર
તીરે હળવે
ઊઠતી લ્હેર, તમે
મધદરિયે
ઝૂમંતાં મોજાં.
* * * * * * * * * *
………………… હરીશ દવે અમદાવાદ
* * *
[...] પ્રથમ બે મુક્તપંચિકાઓ મેં “સહિયારું સર્જન” પર પ્રગટ કરેલી [...]
[...] 4:46 am Filed under: સંસ્કૃતિ સહિયારૂં સર્જન પર ‘અમે અને તમે’ આ વિષય પર ઘણી સુંદર રચનાઓ વાંચવા મળી [...]
અમે શુન્ય તો તમે એક
બેઠા આમ તળીયે ઠેઠ
મિલાવ્યા નયનો સહેજ
અને બની ગયા દસેક
http://www.vijayshah.wordpress.com
તમે છો વસઁત નો મઘમઘતો બાગ અને અમે તો પાનખર નુ ફુલ,
તમે ઘેઘુરા વડલા ની છાઁય, અમે દટાયેલુ મુળ,
સાગર નુ કિઁમતી મોતી તમે, ને મરેલી છીપ તે અમે,
આપના વિનાનો આ સઁસાર અધુરો, પણ મારા વિનાના આપ ક્યા છો પુરા??
અમારા અંતરની વાત
તમે નહીં સમઝવાના
તમારા મનમાં શું ચાલે છે
અમે નહીં કળી શકવાના
અમારા વગર તમને નહીં ચાલે
તમારા વગર અમને નહીં ફાવે
અમે તમારી સંગે સુખી
તમે અમારી ઉપર ફીદા
તેથી જ તો જિંદગિની મઝા
તમે ઉચે આકાશ, અમે નીચે ધરતી પર,
તમે થોડા નીચે આવો, અમે થોડા ઉપર,પછી જુઓ,
‘અવિ’ મિલનનું કેવું મેઘ ધનુષ્ય રચાય છે.