સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા February 26, 2007
Posted by ઊર્મિસાગર in તઝમીન, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
આપણે મરીઝ ના નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
————–
- તઝમીન -
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- ‘રાઝ’ નવસારવી
*
મળેલી રચનાઓ વાંચો…
* * *
આ હૃદયનો ભાર હું કોને ધરું?
બોઝિલ છે એ વાતને કોને કહું?
કાંધ પર નિજ બોજ લઇ હું તો ફરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
*
કામ સિવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કોઈની કરતાં અંદરથી ડરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે આપ મોઘા થઇ ગયા !
(ચીમન પટેલ ‘ચમન’)
*
દુઃખ અને દુઃખ છે કહો કોને મળું ?
માથે સવાર શેર છે , કોને મળું?
માનશે કોઇ નહીં કોને મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
*
કોણ મળે છે કહી- ‘હું હમણાં મળું’?
કહ્યું’તું તમેય, ‘ફરી હું આવી મળું’,
શક્ય નથી, ખુદને ય હું ફરી મળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા !
(‘ઊર્મિસાગર‘)
*
કોમળતા માટે ફૂલોને મળું,
વિશાળતા માટે આકાશને મળું,
માનવને કહો કેમ મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા!
(દેવિકા ધ્રુવ)
*
આગળનાં શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો…
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
* * *


ઈચ્છા નાં તાંતણા લાંબા થઈ ગયા, બટકી જો ડાળી તો ફુલ સુકાઈ ગયા, હવા નાં ઈશારે ક્યાં-ક્યાં વેરાઈ ગયા, લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા!
હવે તો,
સગાને મળવું, સંબંધીને મળવું,
મિત્ર કે શુભચિન્તકને મળવું,
ના મળ્યા બરાબર જ છે,
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા!