‘ધારો કે…’ February 16, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.11 comments
શ્રી જગદીશ જોશી કહે છે કે:
ધારો કે એક સાંજ આપણે મળ્યા, અને આપણે હળ્યા
પણ આખા આ આયખાનું શું?
આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
વળી શ્રી ભાગ્યેશ જહા કહે છે :
ધારો કે ફૂલ કો’ક ચૂંટે ને સાચવે, ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક દિ’ની જિંદગીમાં મળવાનું, થોડું લખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા, તો મળવાનાં ખ્વાબોનું શું?
આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
ધારો કે, આ ઇંટરનેટ ની શોધ ના થઇ હોત… ધારો કે, આ બ્લોગો બનાવાય એવું કોઇને સુઝ્યૂં જ ન હોત… ધારો કે ‘ઊર્મિ’ ને આ ‘સહિયારું સર્જન’ નો બ્લોગ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત… અથવા ધારો કે, આપણી મનમાનિતી વ્યક્તિ આપણી જીવનસાથી બની જાય… અથવા ધારો કે, આપણું વાંછિત આપણને મળી જાય… અથવા ધારોકે આપણા હાથમાં આકાશના તારાઓ આવી જાય તો…?!
ઘણું બધું આપણે ધારી શકીએ. પણ એ ધારેલું ન થાય તો મુંઝાઇએ નહીં, વળી નવું બીજું કંઇ ધારી લઇએ! નવા સપનાં અને નવા પ્રયત્નો….
આ અઠવાડીયામાં આપણે મોકળું મન રાખીને આપણી ધારણાઓને છૂટ્ટો દોર આપવાનો છે. ભલે ને તે ધારણાઓ સફળ ન થાય!!
માત્ર ધારવાની જ મજા માણીએ,
ચાલો સહિયારું સર્જન કરીએ…
“ધારો કે…” થી શરુ કરીએ !!!
ચાલો, હું જ શરુઆત કરું છું - મારી એક તરોતાજા, ખુશનૂમા રચનાથી -
( શાર્દૂલ વિક્રીડિત )
ધારો કે, ધરી પાંખ હું ઊડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.
જેને જેમ અને જે લખવું હોય તે લખવાની છૂટ છે. પણ બની શકે તો સંસ્કૃત છંદમાં લખવા પ્રયત્ન કરીને આપણી મહાન પરંપરાઓને ઉજાગર કરવાની ધારણા રાખીએ તો?
* * *

