સંકલિત: ‘શમણાં’ January 10, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.2 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ!
એ શું? January 4, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.12 comments
મિત્રો, નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ…
માનવીનું ચંચળ મન દુનિયામાં દરેક બાબતમાં હંમેશા ‘એ શું?’ ની અટકળો કરતું રહેતું હોય છે… પછી ભલે એ પદાર્થ હોય, પ્રકૃતિ હોય કે લાગણી હોય! આ ‘એ શું?’ ની અટકળોને શ્રી બાલુભાઇ પટેલે એમની ગઝલ કરું ફરિયાદ કોને હું? માં અદભૂત રીતે વર્ણવી છે…
શ્રી બાલુભાઇ કહે છે કે…
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?–
એમની આ ગઝલના કોમેંટમાં મેં પણ એક પંક્તિ લખી હતી…
ઢંઢોળી અંતર ઊર્મિ કોઇ,
આંસુથી રવી જતું એ શું?
તો મિત્રો, આપણે પણ આપણા મનને આ ‘એ શું?’ ની અટકળો કરાવીએ તો કેવું?!!
એમ પણ આપણા મનને તો માત્ર થોડો ખોરાક જ આપવાની જરૂર હોય છે ને… પછી જુઓ એ કેવી કેવી અટકળો કરે છે!!
હા, તમારા મનની અટકળોને શબ્દનું રૂપ આપીને અહીં ગમતાનો ગુલાલ કરવાનું ભુલશો નહીં…!!!
એકાદ પંક્તિ, શેર, કાવ્ય કે ગઝલ…

