સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’ January 19, 2007
Posted by સુરેશ in તઝમીન, સંકલિત.trackback
મિત્રો, 21 ડીસેમ્બરનાં રોજ અમે સૌને જનાબ ‘રાઝ’ નવસારવીનાં નીચેના શેર પરથી તઝમીન બનાવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું !
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, સૌના લાડીલા, માનીતા અને જાણીતા શ્રી આદિલ મન્સુરીએ અમારા ઈજનને માન આપી નીચેની તઝમીન મોકલી છે :-
હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે,
બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે,
ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
આદિલજી નો ખૂબ ખૂબ આભાર …
————————————
મળેલી અન્ય રચનાઓ ….
————————————
નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે,
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે,
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
————————————
અલ્લાહ! તું જો, કેવી વ્યથા જિંદગીની છે!
પથ્થર ને છુરી પાસે રજા જિંદગીની છે;
ચારે તરફ ભલે ને હવા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
—————————————
વનમાં વિલાસ જેવી બધી વારતા જ છે,
કોઇ સુણે નહીં આ કથા એકલાની છે,
‘સુરેશ’ કહો ચાલ! તો ક્યાં ચાલનાર છે?
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
—————————————
તમારા વિરહમાં ય વફા જિંદગીની છે!
યુગો સમાન પળોની કૃપા જિંદગીની છે,
ઝાંઝવાઓ, જુઓ! શી મજા જિંદગીની છે!
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં !
( ‘ઊર્મિસાગર‘ )
—————————————

જીવન જીવતાઁ ઘણા મુકામો પસાર કર્યા
સારા નરસા કઁઈક સઁભારણા સઁઘર્યાઁ
અઁત સમયે પ્રભુને હિસાબ ધરે
ત્યારે જો જે મોત અટ્ટાહાસ્ય ના કરે
[...] સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય … [...]
[...] સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય … [...]