ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ ! January 15, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
મિત્રો, આપ સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓ…
આમ તો હવે ઉત્તરાયણ પતી ગઇ છે અને ખાતરી છે કે દેશવાસીઓએ એને ધમાકેધાર ઉજવી હશે!
પરંતુ આપણે અહીં, વાસી તો વાસી, થોડી ઉત્તરાયણ ઉજવી લઇએ…
એના માટે આ અઠવાડિયાનો આપણી સર્જનક્રિયાનો વિષય રાખ્યો છે: ‘પતંગ’
શ્રી રમેશ પટેલ પતંગ અને દોરીની ઉપમા આપી લખે છે…
સખી રે મારી તું તો પતંગ ને હું દોર,
કાપી ના કાપે એવી જોડ…
આખી રચના વાંચો… ઊર્મિનો સાગર પર…
પતંગ વિશેની આપ કોઇ પણ જાતની કાવ્ય-રચનાઓ લખી શકો છો…
તો ચાલો, આપણે ય કાવ્યોનાં થોડા પતંગો ચગાવીએ!!



Thavu mare aaje, patang ke patangiyu ?
Patang thai ne udoo aabhe, bandhi dori ane pavan na sahare !
Ke pachhi banu patangiyu ne udoo fulo mahi, muj pankh na sahare !
Dinesh O. Shah
Gainesville, FL, USA
બનિ પતંગ ઉડુ આભે, બાંધિ દોર ને પવન ને સહારે
કે બનુ પતંગિયુ ઊડૂ ફુલો મહિ મુજ પાંખના સહારે
ભલે ન જુવે સૌએ મને કે ઉંચે ઉઙે પેલો પતંગ
આનંદ છે હૈયે ઘણો ફુલો મહી રમવા તણો
દિનેશ ઓ.શાહ,
ગેઇંસ્વિલ, ફ્લોરિડા, અમેરિકા
કહેને સખી આ ઉતરાણે શું કરીશ?
ફિરકી પકડીશ કે ઉડાડીશ પતંગ
ઠુમકા મારી મારીને હાથ દુખશે,
તો ય નહિ ચઢે તારી ફાંકડી પતંગ!
ગરમા ગરમ ઢીલી તલસાંકળી ખા,
ચાલ ચઢાવી દઉં તારી ફાંકડી પતંગ!
આ ખેંચણીયા પડોશી ખેંચે તે પહેલા,
લે સહેલ સખી ચઢી ફાંકડી પતંગ!
કાશીબોર થાળ લઇ આવ્યો નાનકો,
કાઇપો તેંતો પેલો મોટો ચવ્વો પતંગ!
અરે ઝુંટણીયો આવ્યો લૈને લંગર જો,
સંભાળ સખી જરા તારી ફાંકડી પતંગ!
અરે! શું થયુ? ક્યારે લાગ્યો’તો પેચ!
કેમ રે કપાઇ ગઇ તારી ફાંકડી પતંગ!
જિંદગી પણ આવી આપણી રોજ ,
ચગીયે ને કપાઇએ બની કટી પતંગ!
[...] http://sarjansahiyaaru.wordpress.com/2007/01/15/sarjankriya20_patang/ [...]
પ્રભુ પર ભરોસો રાખી ભીતરનાં પતંગોને જો બહાર આણી ઉડાડીએ તો ખરેખર હૃદય હળવાશ અનુભવશે. પછી પતંગ ઉડે કે કપાય કાંઈ ફરક નહીં પડે.
ઊંચે આભે તું વિસ્તરતો’તો
ને પાંખ પ્રસારી ચોગમ તું ફરતો’તો.
પણ જ્યાં દોર કપાયો
કે તું અડવડિયા ખાતો’તો
ને ધરતીના છોરુની વચ્ચે
ચરર ચરર ચિરાતો’તો.
જીવન તારું જોઈ
મનમાં કૈં કૈં થાતું’તું
કે જ્યાં દોર તૂટ્યો સાથ તણો
કે સહુનું આવું થાતું’તું.
=શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
ભલે મારી આકાશે ના વિહરે પતઁગ
ટીચકી મારી મારી હૈય ભરુઁ ઉમઁગ
ભલે કાઈપો છે ન સાઁભળે પતઁગ
દિલ દિમાગ તરબતર એવો અનેરો ઉમઁગ
Finally, I learnt the Gujarati typing through your website. Thanks,
બનું પતંગ કે પતંગિયુ ?
બનવુ મારે પતંગ કે પતંગિયુ?
બની પતંગ ઉડુ આભે,બાંધી દોર ને પવનને સહારે
કે બનુ પતંગિયુ ઉડવા ફુલો મહિ,મુજ કોમલ પંખના સહારે?
ભલે ન જુવે સૌએ મને, ઉંચે ઉડે પેલો પતંગ
આનંદ છે હૈયે ઘણો, સુન્દર ફુલો મહિ રમવા તણો
દિનેશ ઑ. શાહ
ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
દોરી લીધી ને કિન્ના બાંધી
ઠમકો માર્યો ને ગતિ લીધી
રહ્યો સવાલ ‘સંક્રાંતિ’ ને અંતે
ઢાલને આ કન્યા કોણ બાંધશે???
पतंग*मोहम्मदअली भैडु,वफा,
हमे ये तोक तेरी दोर की मँझुर नही दोस्त
उडने मेँ भी हवाओँ का सहारा हम नही लेतेँ
पतँगो की तरह न कटे, उडनकाहै कमाले पर
बने शाही फिजाँओ का सहारा हम नही लेतेँ
मोहम्मदअली भैडु,वफा, (शाही=शाहबाज_Eagale) पर=wing
For more updates pl. go to
http://bazmewafa.blogspot.com/
http://bagewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5
મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ
મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ
મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ
મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ
મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ
મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ
તંગ કરતી પતંગ કોઈને, કાપી કોઈનો પતંગ,
દોરી કોઈની કાચી,એને લેપમાં લેતી પતંગ,
આ જીવનની જાળ કંઈક આવીજ ભાસે,
ચગે કોઈનો પતંગ તો ફુદડી ફરતો કોઈનો પતંગ.
સંબંધોના આકાશે ઉડી’તી મારા પ્રેમની પતંગ,
ચગાવી’તી તમે જ મારા શમણાંની રૂડી પતંગ,
સ્નેહ-દોરીની ઢીલ આપવાનું કાં ચૂક્યા, વ્હાલા?!
જુઓ, ભટકે છે હવે મુજ ઊર્મિની આ કટી પતંગ!
ધાબા ઉપર
સંધાયા,તૂટ્યા તાર
ફીરકી શાંત.
આકાશે ચગે
હૈયું ; દોર કોઈની
ફીરકી વીંટે.
આકાશ-ધાબે
કપાયેલા પતંગે
સંધાયાં હૈયાં.
એક લાંબું મુક્ત ગીત -
ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,
જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો,
પટાદાર વળી આંખેદાર છે,
કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ છટાદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્ હેલ દેત છે.
કન્ના બાંધો તો જ કાબુમાં
નહીં દોર તો વહે લ્હેરમાં,
ગીન્નાયો તો વજન માંગતો
ઘવાય તો પટ્ટા માગે છે.
પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.
ઢીલ પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો,
સમીર સાથ તે વહી જાય છે.
કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?
[...] આગળની પોસ્ટ: ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ ! [...]
સંબંધોના વનમાં અટવાઇ મારી પતંગ,
દોર કોણે ઢીલી મૂકી ફસાઇ મારી પતંગ.