ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો December 12, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.7 comments
મિત્રો, હમણાં જ ચોથી ડિસેમ્બરે લયસ્તરોને બે વર્ષ પૂરાં થયા… લયસ્તરોને ખુબ ખુબ અભિનંદન! મારા માનવા પ્રમાણે, આપણા આ ગુજરાતી બ્લોગ જગતમાં લયસ્તરોનું સ્થાન ખરેખર અનોખું છે.
વળી, બે વર્ષનાં બાળકને આપણે કોઇને કોઇ ભેટ તો આપવી જ પડે ને?!!! તો લયસ્તરોને ભેટરૂપે આજનાં વિષયના આ ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો !!
તો આ બે શબ્દો (લય અને સ્તર/સ્તરો) અથવા એક શબ્દનો (લયસ્તરો) ઉપયોગ કરી તમે કોઇ પણ રચનાઓ બનાવી શકો છો… શેર, મુક્તક, હાઇકુ, મુક્તપંચિકા, કાવ્ય/ગઝલ, કે કંઇ પણ…
અહીં પ્રસ્તુત છે લયસ્તરોને બીજા જન્મદિવસ પર શુભેચ્છારૂપે પાઠવેલી મારી એક મુક્તપંચિકા…
અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળક! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!
તો ચાલો, આપ સૌ પણ લખવા માટે તૈયાર છો ને?!!

