‘મારી ભીતર’… શું ભર્યું છે? November 12, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
આજનો આપણો વિષય છે: ‘મારી ભીતર’
આપણે આપણી ભીતર શું શું ભર્યું છે, એનું વર્ણન કરવાનું છે.
આપ સૌ આજ કાફિયા સાથે કે આ કાફિયા વિના પણ લખી શકો છો… ગઝલ, મુક્તક, શેર, વિ. કોઇ પણ રચનાઓ…
આ વિષયનો પ્રેરણાસ્ત્રોત છે આપણા મિત્ર ડૉ. વિવેકભાઇ ટેલરની ‘મારી ભીતર’ કાફિયાની એક ગઝલ… જે મને ગમતી એમની ઘણી ગઝલોમાંની એક છે.
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
એમની આખી ગઝલ અહીં વાંચો.
તો ચાલો, આપણે પણ શોધ કરીએ… કે શું શું ભર્યું છે આપણી ભીતર??
અને પછી ભીતરથી જે પણ કંઇક મળી જાય એને શબ્દોમાં ઢાળીએ…
* * *


મારી ભીતર
કેવુ સર્જ્યુ છે સર્જનહારે હ્રદય મારી ભીતર
કે થયુ ભંગ હજાર વાર છતા સદા શીતલ.
વાત સાવ નાની જ્યારે જન્મે મારી ભીતર
પ્રણયનાં ધબકારે થઇ જાય આકળ વિકળ
આમ તો મીણ જેવુ પોચુ હૈયુ મારી ભીતર
સંકટ સમયે પહેરે રાણા પ્રતાપનુ બખ્તર
જગાડો ના ઉત્પાતોના ભયો મારી ભીતર
છે હિમાલય જેવુ મજ્બુત મારુ જીગર
- વિજય શાહ
શેં કહું? મેં શું ભર્યું છે, મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.
એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.
જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.
રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.
થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.
ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!
બહાર છો ભાસ્યા કરે ઓટ ઊર્મિઓની,
આ જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.
-ઊર્મિસાગર
આપણા નેટ-ગુરુ મિત્ર વિવેકભાઇને સસ્નેહ અર્પણ!!!
[...] ‘મારી ભીતર’ વિષયની પોસ્ટ જુઓ સહિયારું સર્જન પર… [...]
એવું તો શું હશે,મારી ભીતર,
આનંદનો મુકામ્ કાયમ રહે,
અજોડ કવચ છે,મારી ભીતર,
નિજાનંદની મસ્તી કાયમ રહે
સુરેશ બક્ષી.
baxisuresh@yahoo.com.
જોઈને વહેતું ઝરણું,ભાઈચારાનું,
ઉમટે છે નફરતનું તોફાન,મારી ભીતર,
જોઈને પ્રેમ પતંગિયા ને પુષ્પનો,
થાય છે લડાઈની લાગણી,મારી ભીતર,
ભુંસી નાખવી છે સરહદો,આ વિશ્વની,
થાય એવા રાજાની ભાવના,મારીભીતર,
આપવી છે સજા ગુનો,વ્યભિચારનો,
દેવી ફાંસી ફુલને એવો ન્યાય,મારી ભીતર,
માગે ભીખ જગ આખું મારી પાસે,
એવી બાદશાહીના વિચાર,મારી ભીતર,
ડરાવ્યું છે જગ આખાને,થકી કર્મો મારાં,
ભીતિ મારા જ પડછાયાની,મારી ભીતર.
વાદળ ગરજે, વીજળી ચમકે, ચોમેર ઘનઘોર ઘટા છે
બહાર ન જોશો, તાંડવ ઊઠયું છે મારી ભીતરમાં
સાત રંગનાં મેઘધનુષથી સંધ્યા એવી ખીલી છે
કૌતુક એવું, બાળક જેવું,અનુભવ્યું મારી ભીતરમાં
દુઃખ ન દેવું, પાપ ન કરવું, અન્યાયની સામે છે લડવું
વિચારો એવા, ક્રાંતિ જેવા, ઊઠે જ્વાળાઓ મારી ભીતરમાં
હોવાપણું એથી વધુ શું નીકળે ?
એક બુંદ બીજા બુંદમાં જઈને ભળે;
છું બ્રહ્મ તો પણ, બ્રહ્મા છું, બ્રહ્માંડ પણ,
શું શું નથી મારી ભીતર, કોણ એ કળે ?
i have sent one rachana.it didnt appear here.
can you pleas cacel my email id?
મારી ભીતર
બહાર નજર કરીને થાકી
શુઁ ભર્યુ છે મારી ભીતર
જગમાઁ ઢુઁઢુઁ ના જણાયો
કોણ સમાયુઁ મારી ભીતર
આવ સહેલી કહુઁ કાનમાઁ
સાહેબો ભરાણો મારી ભીતર
પ્રવિણા કડકીયા
મારી ભીતર
સાગર ઘુઘવાટ
તું સાંભળીશ ?
મારી ભીતર
અનેક રંગો છુપ્યા
માંગો તે આપુ.
[...] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘મારી ભીતર’ [...]