jump to navigation

એક છોકરી November 26, 2006

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
14 comments

આજનો આપણો વિષય છે: એક છોકરી

‘એક છોકરી’ વિશે કંઇક લખવા માટે આપ સૌને આમંત્રણ છે!

કવિ શ્રી શોભિત દેસાઇ ‘એક છોકરી’ વિશે જણાવે છે કે…

ek_chhokari.JPG

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

(આખું કાવ્ય વાંચો… ઊર્મિનો સાગર પર…)

તો મિત્રો, ચાલો… હવે કલમ ઉપાડો (કે પછી કી-બોર્ડ પર આંગળીઓ ચલાવો)…

* * *

‘મારી ભીતર’… શું ભર્યું છે? November 12, 2006

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
12 comments

આજનો આપણો વિષય છે:  ‘મારી ભીતર’
આપણે આપણી ભીતર શું શું ભર્યું છે, એનું વર્ણન કરવાનું છે.
આપ સૌ આજ કાફિયા સાથે કે આ કાફિયા વિના પણ લખી શકો છો… ગઝલ, મુક્તક, શેર, વિ. કોઇ પણ રચનાઓ…

આ વિષયનો પ્રેરણાસ્ત્રોત છે આપણા મિત્ર ડૉ. વિવેકભાઇ ટેલરની ‘મારી ભીતર’ કાફિયાની એક ગઝલ… જે મને ગમતી એમની ઘણી ગઝલોમાંની એક છે.

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

એમની આખી ગઝલ અહીં વાંચો.

તો ચાલો, આપણે પણ શોધ કરીએ… કે શું શું ભર્યું છે આપણી ભીતર?? 
અને પછી ભીતરથી જે પણ કંઇક મળી જાય એને શબ્દોમાં ઢાળીએ…

* * *

સંકલિત: ‘પાયણાં’ November 9, 2006

Posted by ઊર્મિસાગર in ગઝલો, સંકલિત.
2 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ…

* * * (more…)

‘કહેવાય નહીં’ November 5, 2006

Posted by સુરેશ in ગઝલો.
16 comments

“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં “

- રમેશ પારેખ

          આ અઠવાડીયામાં આપ સૌને ’કહેવાય નહીં’ એવું લખવા ઇજન છે !!  

           બની શકે તો આ જ છંદમાં લખવા પ્રયત્ન કરશો.

આખી ગઝલ વાંચો

શરૂઆત કરું છું મારા એક શેરથી -

ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે,  કહેવાય નહીં ! 

- શાયર (!) સુરેશ જાની

સંકલિત: ‘સમય’ November 3, 2006

Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.
6 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  સર્જનક્રિયા-૬: સમય

* * * (more…)