ચાલો ‘દિવાળી’ મનાવીએ… October 20, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
‘સહિયારું સર્જન’ ટીમ તરફથી સૌ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ!
મિત્રો, ચાલો આજે આપણે નેટ-‘દિવાળી’ મનાવીએ…


મુકતક ને શેરોનાં ફટાકડાં ફોડીએ…
કાવ્યોનાં તનકતારાઓ સળગાવીએ…
હાઇકુ ને મુક્તપંચિકાની કોઠી સળગાવીએ…
ગીત ને ગઝલની આતશબાજી કરીએ…
અને હાં, શબ્દોનાં દીપ સળગાવી ઊર્મિઓની રંગોળી પણ પુરવાની છે હોં!!
…તોજ આપણને ખાવા મળશે સુંદર સુંદર રચનાઓની મિઠાઇઓ!!
જેણે જે માણવું ને ફોડવું હોય તે છૂટ છે…
કોઇ પણ બંધન નથી આ વખતે…
દિવાળીમાં એટલી તો છૂટ હોવી જ જોઇએ ને?!
હા, આપણો વિષય છે… “દિવાળી“!!
તો ચાલો, શરૂ કરો દીપ સળગાવી ફટાકડાં ફોડવાનું અને રંગોળી પુરવાનું… !!!!!!!
* * *


દિ’ આખો ઘર વાળી ઝૂડી., મેં તો કરી દિ’વાળી
પણ હૈયામાં અંધકારની આ શેં રહેતી હોળી !
લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…
આખું કાવ્ય વાંચો… “ઊર્મિનો સાગર” પર…
http://urmi.wordpress.com/
[...] સહિયારું સર્જન પર દિવાળી!!! [...]
આજ દિવાળી કાલ દિવાળી……પરમ દિવસે સેવ સુંવાળી :
ચંદામામા દિવેલ પૂરો ! દિવેલ પૂરો !
આઈ દિવાલી….આઈ દિવાલી…….દીપક સંગ નાચે પતંગા….
મૈં કિસ્કે સંગ નાચું બતા જા ….!
નુતન વર્ષની નુતન સવારે
ઉષાના રંગીન કિરણો મારા…તારા…તારા..મારા..જીવનને સપ્તરંગી બનાવે…
તેમ છતાં આપણે ફેલાઈએ એક ઉજળૉ પ્રકાશ પુંજ થઈ સુરજની જેમ જ……
ઉજાગર કરીએ જીવનની અંધારી ક્ષણોને….
આપણે ભુલી જઈએ વીતેલા વષઁના ….
રાગ-દ્રેષ-ઇષાઁ…ગમા-અણગમા…બળો - પરિબળો ..
જે જાણે અજાણે એકબીજાને સમજવામાં અડચણરુપ બન્યા હોય….
કેમ કે……
દિવાળી એટલે દિપકોનું પર્વ…..
પ્રકાશનું પર્વ……..
દિલના દસ કોઠામાં દીવા કરી ……
કાળી અમાસી રાતોને….પ્રભામય …બનાવવાનું પર્વ
તો ચાલ હુ …તુ…તું ….હું …
નુતન વર્ષની આ સવારે નવીન સંકલ્પ કરીએ…
ચાલ , ચાલી નીકળીએ …
કોઈ એવા અગોચર જ્ગે ….
જ્યાં મારું..તારું ….તારું ..મારૂં અસ્તિત્વ એકમેકમાં ઓગળી …
એક તેજ રેખા બની જાય………
દિવાળી મુબારક …..નુતન વર્ષના અભિનંદન….
મુબારક હો
સહુ મિત્રોને,
દિલની શુભેચ્છાઓ
લઇને આવી
“પરમ સમીપે”
દિવાળી આવી
દીવડા લાવી
પ્રકાશ ચોતરફ
દિલમાં દીવો
કરીશું આજે?
દિવાળી આવી
સાથે તે લાવી
તેજોમય ઉજાસ,
મહાવીર ની
મુક્તિના ગાન.
[...] સર્જનક્રિયાની પોસ્ટ: ચાલો ‘દિવાળી’ મનાવીએ… [...]